પોતાની લક્ઝરી કાર છોડીને સ્કૂટર પર ચાલી ગઈ નોરા ફતેહી, જાણો ડાન્સિંગ ક્વીન ક્યાં જાય છે

|

May 04, 2022 | 8:49 AM

નોરા ફતેહી (Nora Fatehi) હાલમાં કલર્સ ટીવીના રિયાલિટી શો 'ડાન્સ દીવાને'ને જજ કરી રહી છે. તેની સાથે નીતુ કપૂર (Neetu Kapoor) પણ આ શોનો ભાગ હશે, જ્યારે કરણ કુન્દ્રા આ શોના હોસ્ટ છે.

પોતાની લક્ઝરી કાર છોડીને સ્કૂટર પર ચાલી ગઈ નોરા ફતેહી, જાણો ડાન્સિંગ ક્વીન ક્યાં જાય છે
Nora Fatehi (File Photo)

Follow us on

પોતાના અમેઝીંગ ડાન્સ મૂવ્ઝથી લોકોને પોતાના દીવાના બનાવનાર બૉલીવુડ (Bollywood) અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) હંમેશા ચર્ચામાં બની રહે છે. નોરા ફતેહી તાજેતરમાં પાપારાઝીના કેમેરામાં કેદ થઇ હતી. હંમેશા પોતાની ઓડી 7 લક્ઝરી કારમાં બેસતા પહેલા હંમેશા કેમેરા સામે પોઝ આપતી નોરા ફતેહી આજે તેની લક્ઝુરિયસ કારમાં નહીં, પરંતુ સ્કૂટર પર સવારી કરતી જોવા મળી હતી. જી હા, ટી-સિરીઝની (Tseries) ઓફિસમાંથી બહાર આવેલી નોરા એક્ટિવા પર બેસીને કેમેરાના કચકડે કેદ થઇ હતી. કેમેરામેન સાથે હંમેશા થોડીવાર વાતો કરતી આ ડાન્સિંગ ક્વીન આજે ઉતાવળમાં દેખાતી હતી.

અહીં વાયરલ વિડિયો જુઓ

નોરાએ આ સેશન દરમિયાન ગ્રીન કલરનો સલવાર સૂટ પહેર્યો હતો. એવું લાગી રહ્યું હતું કે નોરા ફતેહી ઈદના અવસર પર સંપૂર્ણ તૈયારી કરીને આવી છે. આ અભિનેત્રી સ્લીવલેસ સલવાર સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, નોરાની સાથે ચાલતી યુવતી કેમેરાને ઈશારો કરી રહી છે કે તેઓ શૂટિંગ ન કરે. નોરા કેમેરાની સામે અન્કમ્ફર્ટેબલ લાગતી હતી.

નોરાએ સ્કૂટરનો સહારો લીધો

નોરાને T-Series ઓફિસની બહાર સ્પોટ કરવામાં આવી હતી. જે રીતે તે કોઈ પણ સામાન વગર ઓફિસથી તેણી બહાર નીકળી હતી, તેના પરથી ફેન્સ અંદાજ લગાવી રહ્યા છે કે નોરા એક ઓફિસથી બીજી ઓફિસ જઈ રહી છે. અમે તમને જણાવી દઈએ કે, ટી-સીરીઝની 2 ઓફિસ આસપાસમાં આવેલી છે. એટલે નોરાએ એક ઓફિસથી બીજી ઓફિસ જવા માટે તેની લકઝરી કારને બદલે સ્કૂટરનો સહારો લીધો હતો.

જો કે, આવું પહેલીવાર નથી થયું કે જ્યારે નોરા સ્કૂટર ચલાવી રહી છે. નોરાને સ્કૂટરની સવારી કરવી ખુબ જ ગમે છે.

નોરાએ વરુણ ધવન સાથે ઓટો સવારી પણ કરી છે

આ પહેલા પણ, નોરા ફતેહી અને વરુણ ધવન રેમો ડિસૂઝાની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ના પ્રમોશન દરમિયાન બાઇક પર જોવા મળ્યા હતા. ફેન્સની જબરી ભીડથી બચવા બંનેએ કાર છોડીને બાઇક પર જવાનું નક્કી કર્યું હતું. ઘણી વખત સેલિબ્રિટીઓ મુંબઈના ટ્રાફિકથી બચવા બાઇક, ઓટો રિક્ષા, ટેક્સીનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. સલમાન ખાન પણ ઘણી વખત તેની ઈલેક્ટ્રિક સાઈકલનો ઉપયોગ કરતા જોવા મળ્યો છે.

આ પણ વાંચો – PHOTO: શાહરૂખ ખાન અને સલમાન ખાનના ઘરની બહાર ફેન્સ એકઠા થયા, ઈદ પર આ રીતે બંને કલાકારોએ કરી સલામ અને નમસ્તે

 

Published On - 8:25 am, Wed, 4 May 22

Next Article