એલ્વિશ યાદવની મુશ્કેલી વધી શકે છે,નોઈડા પોલીસે રેડમાં 5 કોબરા સાપ સહિત ઝેર ઝપ્ત કર્યું

|

Nov 03, 2023 | 1:35 PM

નોઈડા પોલીસે સેક્ટર 49માં રેડ પાડી 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસે રેડ પાડતા 5 કોબરા સાપ ઝપ્ત કર્યા છે આ સાથે સાપનું ઝેર પણ મળી આવ્યું છે. જ્યારે પોલીસે ધરપકડ કરેલા લોકોની પુછપરછ કરી તો તેમાં બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવનું પણ સામે આવ્યું છે.

એલ્વિશ યાદવની મુશ્કેલી વધી શકે છે,નોઈડા પોલીસે રેડમાં 5 કોબરા સાપ સહિત ઝેર ઝપ્ત કર્યું

Follow us on

બિગ બોસ ઓટીટી -2 વિજેતા એલ્વિશ યાદવ સ્પર્ધા જીતી ત્યારથી જ ચર્ચામાં રહે છે. યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી પાછો વિવાદોમાં આવ્યો છે. તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે.તેના પર સાપનું ઝેર સપ્લાય કરતી ગેંગ સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. પોલીસે આ કેસમાંપાંચ લોકોની ધરપકડ કરી છે. એલ્વિશ યાદવની સંડોવણીની તપાસ કરી રહી છે. આ સમગ્ર મામલે એલ્વિશ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

શું છે એલ્વિશ યાદવ પર આરોપ

પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં બિગ બોસ ઓટીટી 2 વિજેતા એલ્વિશ યાદવનું નામ સામે આવી રહ્યું છે.અલ્વીશ યાદવ પર નોઈડા અને એનસીઆરમાં હાઈપ્રોફાઈલ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ છે. આ કારણોસર નોઈડાના સેક્ટર 49 પોલીસ સ્ટેશનમાં અલ્વિશ સહિત 5 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

નવી હેરસ્ટાઈલમાં જોવા મળી અંબાણી પરિવારની નાની વહુ રાધિકા, પહેલીવાર જોવા મળ્યો આવો લુક
Green Peas Benefits: લીલા વટાણાને કાચા ખાવાથી પણ થાય છે ગજબના ફાયદા
અભિનેત્રીએ 1 કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !
ભારતની 7 પ્રખ્યાત 'રમ', જે આખી દુનિયાના લોકોની છે ફેવરિટ
શિયાળામાં કાળા તલ ખાવાથી થાય છે અઢળક લાભ

 

 

 

પીપલ ફોર એનિમલ્સમાં એનિમલ વેલફેર ઓફિસર તરીકે કામ કરતા ગૌરવ ગુપ્તાએ આ એફઆઈઆર નોંધાવી છે. આ સમગ્ર મામલે એલ્વિશ યાદવની પ્રતિક્રિય સામે આવી છે.

કોણ છે એલ્વિશ યાદવ

એલ્વિશ યાદવ ખુબ ફેમસ યુટ્યુબર છે. તેની યુટ્યુબ ચેનલ પર અંદાજે 14.5 મિલિયનથી વધુ સબ્સક્રાઈબર છે. એલ્વિશ યાદવ ઈન્સ્ટાગ્રામ પર પણ ખુબ એક્ટિવ રહે છે. તેમણે બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે એક ગીત પણ શુટ કર્યું છે.

એલ્વિશ યાદવ બિગ બોસ ઓટીટી વિનર છે

એલ્વિશે હાલમાં બિગ બોસ ઓટીટી-2માં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી હતી. શોના અંત બિગ બોસ ઓટીટીની ટ્રોફી તેના નામે લીધી હતી. બિગ બોસ ઈતિહાસમાં એલ્વિશ યાદવ પહેલા વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક હતો તેમણે ટ્રોફી પોતાને નામ કરી હતી.

એલ્વિશ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી

એલ્વિશ યાદવ સિવાય અન્ય આરોપીઓ સામેવાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો અને IPCની કલમ 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે હજુ સુધી એલ્વિશ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.પોલીસનું કહેવું છે કે અમે એક કેસ નોંધ્યો છે જેમાં એલ્વિશ યાદવના નામનો ઉલ્લેખ છે, જો કે હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. આ ઉપરાંત પોલીસે પકડાયેલા સાપને વન વિભાગને સોંપ્યા હતા.

આ પણ વાંચો : અંકિતા લોખંડે પરિવાર : અર્ચનાનું પાત્ર નિભાવી કરોડો ચાહકોના દિલ જીત્યા, અભિનેતા સાથે બ્રેકઅપ હવે બિઝનેસમેન સાથે છે બિગ બોસના ઘરમાં

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 10:48 am, Fri, 3 November 23

Next Article