Nishant Bhatt Birthday Bash : તેજસ્વી પ્રકાશ-કરણ કુંદ્રાની લોકપ્રિયતા જોઈને ચાહકોએ કહી આ વાત

Tejaswi Prakash : કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ એ તાજેતરમાં નિશાંત ભટ્ટની બર્થ ડે પાર્ટીમાં એકસાથે પહોંચ્યા હતા. ત્યાં તેમની એક ઝલક મેળવવા માટે અનેક લોકો એકઠા થઇ ગયા હતા.

Nishant Bhatt Birthday Bash : તેજસ્વી પ્રકાશ-કરણ કુંદ્રાની લોકપ્રિયતા જોઈને ચાહકોએ કહી આ વાત
Tejaswi Prakash & Karan Kundra (File Photo)
| Edited By: | Updated on: Apr 10, 2022 | 10:17 PM

તાજેતરમાં મુંબઈ (Mumbai) ખાતે યોજાયેલી નિશાંત ભટ્ટના (Nishant Bhatt) જન્મદિવસની ઉજવણીમાં ટેલીવુડ પાવર કપલ તેજસ્વી પ્રકાશ (Tejaswi Prakash) અને કરણ કુન્દ્રાએ (Karan Kundra) તેમની શાનદાર હાજરીનો તેમના ચાહકોને અનુભવ કરાવ્યો હતો. તે બંનેની આસપાસ પાપારાઝીઓનો પ્રવાહ એટલો તેજ હતો કે કરણ કુન્દ્રા સતત તેની ગર્લફ્રેન્ડ તેજસ્વીને પ્રોટેક્ટ કરતો હતો. ખુબ મુહકેલી બાદ તેઓ બંને પાર્ટીમાં અંદર પહોંચ્યા હતા.

નિશાંત ભટ્ટના જન્મદિવસની ઉજવણીમાં તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા

તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા ‘બિગ બોસ 15’માં એકસાથે મળ્યા હતા અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ત્યારથી તેઓ ટેલીવુડમાં સૌથી હોટ કપલ બની ગયા છે. તેજરન, કારણ કે તેઓ તેમના ચાહકો દ્વારા પ્રેમથી આ નામથી ઓળખાય છે. આ પાવર કપલ જાહેરમાં તેમના એકબીજા પ્રત્યેના પ્રેમને દર્શાવવાની કોઈ તક છોડતા નથી. તેઓ જાહેરમાં ઘણીવાર એકબીજાને હગ કરતા જોવા મળ્યા છે.

કરણ કુન્દ્રા બન્યો પ્રોટેક્ટિવ બોયફ્રેન્ડ

તેઓ પાર્ટી વેન્યુ પર પહોંચ્યા ત્યારથી જ, કરણ કુન્દ્રાની નજર તેજસ્વી પ્રકાશ પર હતી. તેણે કારમાંથી તેજસ્વીને બહાર નીકળવામાં મદદ કરી અને તેનો હાથ સતત પકડી રાખ્યો હતો.

તેજરનની આસપાસ મીડિયા હાઉસીસની જોરદાર ભીડ જામી

તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાની પાપારાઝીઓએ સતત તસવીરો ક્લિક કરવાનું ચાલુ રાખ્યું હતું. અત્યારે તેજસ્વી અને કરણ કુન્દ્રાના સ્ટારડમને જોઈને ચાહકો તેમની સરખામણી શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

તેજરન માટેનો બેહદ ક્રેઝ

આ પાવર કપલ માટે લોકોનો ક્રેઝ ખુબ જ વધુ પડતો છે. તેજસ્વી અને કરણની એક ઝલક મેળવવા લોકો અને પત્રકારો તેમના ઘરની આસપાસ જોવા મળતા હોય છે. તેજરન એ આજે ઇન્ડિયન ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ લોકપ્રિય કપલ છે. તેજરનના વફાદાર ફેન્સ હવે તેમના ભવ્ય લગ્ન જોવા માટે થનગની રહ્યા છે.

તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા સાથે ખુશ છે

ખરેખર, તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા મુંબઈ શહેરનું સૌથી સુખી યુગલ છે, તેવું જણાઈ રહ્યું છે. તેજરનના ચાહકો કહે છે કે ‘તેજરન’થી જલતા લોકોની આંખો ખરાબ છે.’ જયારે બીજાએ લખ્યું કે, તેમના પ્રત્યે જોવા મળતો ક્રેઝ અવાસ્તવિક છે.’ જયારે ત્રીજા યુઝરે લખ્યું કે, ‘તેજરનની લોકપ્રિયતા અત્યારે સલમાન ખાન અને શાહરુખ ખાન જેટલી થઇ ચુકી છે.’

તેજસ્વી પ્રકાશ અને કારણ કુંદ્રાના રોમાન્સ વિશે શું તમે પણ ‘ક્યૂટનેસ’નો અનુભવ કરી રહ્યા છો ?? અમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવશો…

આ પણ વાંચો – નાગિન 6: દેશ બચાવતી વખતે નાગિન રિષભના પ્રેમમાં પડી ચુકી છે, ટૂંક સમયમાં થશે પ્રેમીઓનું મિલન