નેટીઝન્સે આલિયા ભટ્ટની હોલીવુડ ડેબ્યૂ માટે કરી પ્રશંસા, લોકોએ કહ્યું કે ‘તેનામાં ઓસ્કાર જીતવાની ક્ષમતા છે’

|

Mar 09, 2022 | 9:25 PM

આલિયા ભટ્ટે બોલીવુડમાં શાનદાર કારકિર્દી બનાવ્યા બાદ હવે તેણી હોલિવૂડમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આલિયા ભટ્ટની આ સફળતા માટે સોશિયલ મીડિયા પર અનેક લોકો તેના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. આલિયા ભટ્ટ અત્યારે ટ્વિટર પર ટ્રેન્ડિંગ પેજમાં જોવા મળી રહી છે.

નેટીઝન્સે આલિયા ભટ્ટની હોલીવુડ ડેબ્યૂ માટે કરી પ્રશંસા, લોકોએ કહ્યું કે તેનામાં ઓસ્કાર જીતવાની ક્ષમતા છે
Alia Bhatt (File Photo)

Follow us on

આલિયા ભટ્ટ (Alia Bhatt)એ અત્યારે બોલિવૂડની ‘Most Happening Actress’માંની એક ગણાય છે. આલિયા ભટ્ટના હોલિવૂડ ડેબ્યૂના સમાચાર આવ્યા બાદ તેણી તમામ લાઈમલાઈટ પર કબજો જમાવી રહી છે. હવે હોલીવુડમાં પણ તેના શાનદાર અભિનયને નિહાળવા માટે આલિયાના ચાહકો તલપાપડ બની રહ્યા છે. તેણી નેટફ્લિક્સના આગામી શો ‘હાર્ટ ઓફ સ્ટોન‘માં હોલિવૂડની જાણીતી અભિનેત્રી ગેલ ગડોટ (Gal Gadot) અને અભિનેતા જેમી ડોર્નન (Jamie Dornan) સાથે અભિનય કરશે.

આજે સવારથી જ ચાહકો અભિનેત્રી પર હોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રી પણ તેની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી‘ની સફળતાનો આનંદ માણી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ટ્વીટર હેન્ડલ પર ફિલ્મ વિવેચક તરણ આદર્શે લખ્યું, “આલિયા ભટ્ટ આજે હોલીવુડ ડેબ્યુ કરી રહી છે અને નેટફ્લિક્સ પર ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન્સમાં ગેલ ગેડોટ સાથે જોડાય છે. #આલિયા ભટ્ટ # નેટફ્લિક્સ #ગેલગડોટ

 

 

તરણ આદર્શનું આ ટ્વિટ ટ્વિટર પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. અનેક યુઝર્સ આ અંગે પોતાની પ્રતિક્રિયા જણાવી રહ્યા છે. જે નીચે મુજબ તમે જોઈ શકો છો.

 

તાજેતરમાં આલિયા ભટ્ટે એવો ખુલાસો કર્યો હતો કે તેણીએ લોકડાઉન દરમિયાન શરીરના વજનની સમસ્યાઓ અને બોડી ઈમેજની સમસ્યાઓના કારણે એક  થેરાપી પણ લીધી હતી. તેણીએ જણાવ્યું કે આ થેરાપીનો મુખ્ય હેતુ તેના મનને સ્વચ્છ કરવા અને શાંત કરવા માટેનો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટની કો-સ્ટાર ગેલ ગડોટે પણ તેણીને સોશિયલ મીડિયા પર તાળીઓના ઈમોજી દર્શાવીને આલિયાને હોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે અભિનંદન પાઠવ્યા છે.

 

આ પણ વાંચો – ‘નાગિન 6’ ફેમ તેજસ્વી પ્રકાશે તેણીને બોડીશેમ કરતી કમેન્ટ્સ અંગે જણાવી આ વાત

Next Article