Net Worth: રોયલ લાઈફ જીવે છે Vivek Oberoi, ફ્લોપ કારકિર્દી પછી પણ અબજોની સંપત્તિના માલિક છે અભિનેતા

|

Sep 03, 2021 | 10:49 PM

વિવેક ઓબેરોય (Vivek Oberoi) બોલિવૂડના દમદાર અભિનેતાઓમાંના એક છે, ભલે આજે તેમની કારકિર્દી સારી રીતે ચાલી રહી નથી, પરંતુ અભિનેતાએ પોતાના અને પરિવાર માટે ઘણા પૈસા બનાવી રાખ્યા છે. જ્યાં અભિનેતાએ લગ્ન પણ રાજ નેતાની પુત્રી સાથે કર્યા છે.

Net Worth: રોયલ લાઈફ જીવે છે Vivek Oberoi, ફ્લોપ કારકિર્દી પછી પણ અબજોની સંપત્તિના માલિક છે અભિનેતા
Vivek Oberoi

Follow us on

બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય (Vivek Oberoi) આજે બોલિવૂડનું મોટું નામ છે. વિવેકે પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર -ચઢાવ જોયા છે. અભિનેતા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાનો જન્મ 3 સપ્ટેમ્બર, 1976ના રોજ હૈદરાબાદમાં થયો હતો. વિવેકના પિતા સુરેશ ઓબેરોય પણ બોલિવૂડના એક સારા અભિનેતા રહી ચૂક્યા છે. પરંતુ વિવેકે તેની ફિલ્મી કારકિર્દી માટે ક્યારેય પિતાનો હાથ પકડ્યો નથી અને પોતાની શૈલીમાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

 

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

વિવેકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત રામ ગોપાલ વર્માની પ્રખ્યાત ફિલ્મ કંપનીથી કરી હતી. આ ફિલ્મ વર્ષ 2002માં રિલીઝ થઈ હતી. જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ અભિનેતાએ ઘણી બહેતરીન ફિલ્મોમાં કામ કર્યું, જેમાં ‘દમ’, ‘સાથિયા’, ‘યુવા’ જેવી તમામ ફિલ્મોનો સમાવેશ થાય છે. આજે અભિનેતાના જન્મદિવસ પ્રસંગે અમે તેમની નેટવર્થ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

 

એક અહેવાલ અનુસાર વિવેકની નેટવર્થ 15 મિલિયન અમેરિકી ડોલરની નજીક છે, જે ભારતમાં લગભગ 110 કરોડની આસપાસ થાય છે. વિવેકે તેના પૈસા ઘણા મોટા સ્થળોએ રોક્યા છે. જ્યાં તેનું ‘ઓબેરોય મેગા એન્ટરટેઈનમેન્ટ’ (Oberoi Mega Entertainment) નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. આ સિવાય વિવેકે તેના પૈસા રિયલ એસ્ટેટમાં પણ રોક્યા છે. જ્યાં તેમની એક કંપનીનું નામ કર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ છે. જ્યાં એક્ટર આ સમગ્ર પ્રોજેક્ટ જાતે ચલાવે છે. વિવેક ઓબેરોયની આ કંપનીની સાઈટ મહારાષ્ટ્રના શાહપુરમાં છે. તમને જણાવી દઈએ કે વિવેક એક ફિલ્મમાં કામ કરવા માટે 4થી 5 કરોડ રૂપિયા લે છે.

 

 

ઘણા સામાજિક કાર્યો કરે છે વિવેક ઓબેરોય

ફિલ્મો ઉપરાંત અભિનેતા ઘણા સામાજિક કાર્ય એનજીઓ સાથે પણ જોડાયેલા છે. જેની સાથે મળીને તે સતત ગરીબ અને માંદા બાળકો માટે ઘણું કામ કરે છે.

 

 

 

અંગત જીવન

વિવેક ઓબેરોયની પત્નીનું નામ પ્રિયાંકા અલ્વા છે, તે કર્ણાટકના પૂર્વ નેતા જીવરાજ અલ્વાની પુત્રી છે. પહેલી મુલાકાતમાં જ આ જોડી એકબીજાના પ્રેમમાં પડી ગઈ હતી, ત્યારબાદ આ દંપતી હવે મુંબઈમાં સાથે રહે છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ દંપતીને બે બાળકો છે. તેમના પુત્રનું નામ વિવાન છે, જ્યારે પુત્રીનું નામ અમિયા છે.

 

આ પણ વાંચો :- Good News : અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 નું શૂટિંગ શરૂ, પંકજ ત્રિપાઠી પણ મચાવશે ધમાલ

 

આ પણ વાંચો :- પ્રભાસ સાથે લગ્ન કરવા માંગે છે Kriti Sanon, જાણો કયા અભિનેતા સાથે કરશે ફ્લર્ટ?

 

Next Article