નીરજ ચોપરા અને શ્રીજેશ જોવા મળશે KBC 13 માં, પ્રોમોનો આ વિડીયો તમારા રુંવાડા ઉભા કરી દેશે

પહેલીવાર નીરજ ચોપરા રિયાલિટી શોમાં આવવા જઈ રહ્યા છે. જ્યારે સોની ટીવીના પોતાના કોમેડી શોમાં 'ધ કપિલ શર્મા શો'માં શ્રીજેશ પોતાની હોકી ટીમ સાથે આવ્યા હતા. આ શાનદાર શુક્રવાર ખુબ શાનદાર રહેશે.

નીરજ ચોપરા અને શ્રીજેશ જોવા મળશે KBC 13 માં, પ્રોમોનો આ વિડીયો તમારા રુંવાડા ઉભા કરી દેશે
Neeraj Chopra and Sreejesh will be take part in Shandaar sukrawar in KBC 13
| Edited By: | Updated on: Sep 12, 2021 | 1:01 PM

KBC 13 ના આગામી શાનદાર શુક્રવારમાં નીરજ ચોપરા અને પી. શ્રીજેશ જોવા મળશે.

‘કૌન બનેગા કરોડપતિ 13’ (KBC 13) ના આગામી ‘શાનદાર શુક્રવાર’માં ખાસ મહેમાનો કોણ હશે, તે જાહેર થયું છે. આવતા શુક્રવારે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાની શક્તિ બતાવનાર ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા (Neeraj Chopra) અને બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના ખેલાડી પી. શ્રીજેશ (P. Sreejesh) KBC 13 ના મંચ પર જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) દ્વારા હોસ્ટ કરાતા આ ક્વિઝ રિયાલિટી શોનો નવો પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે.

KBC 13 ના નવા પ્રોમો વિડીયોમાં તમે નીરજ ચોપરા અને શ્રીજેશને ખૂબ જ આનંદ સાથે શોમાં પ્રવેશતા જોઈ શકો છો. નીરજ અને શ્રીજેશ બંને તેમના મેડલ બતાવે છે અને સૌની શુભેચ્છાઓ મેળવે છે. નીરજે લાલ કોટ પહેર્યો છે અને જ્યારે શ્રીજેશ ગ્રે કોટમાં જોવા મળે છે. બંનેએ પ્રવેશ કર્યો ત્યારે પ્રેક્ષકો અને અમિતાભ બચ્ચનના હૃદયમાં ઉત્સાહ ભરાઈ ગયો. બંનેના આવતાની સાથે જ અમિતાભ બચ્ચન હિન્દુસ્તાન ઝિંદાબાદ, હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા લાગે છે.

KBC નો આ પ્રોમો શેર કરતી વખતે સોની ટીવીએ કેપ્શનમાં લખ્યું – આપણા દેશનું નામ રોશન કરીને KBC 13 ના મંચ પર આવવાના છે ટોક્યો 2020 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ અને શ્રીજેશ. કૌન બનેગા કરોડપતિમાં સાંભળો તેમનો સંઘર્ષ અને ઓલિમ્પિક અનુભવ.

KBC 13 નો આ નવો પ્રોમો જોયા બાદ દર્શકોમાં પણ ઉત્સાહ વધ્યો છે. ઘણા લોકો આ એપિસોડ જોવા માટે તલપાપડ છે. કેબીસીના ઘણા ચાહકોએ પ્રોમો પર ટિપ્પણી કરી છે. એકે કહ્યું કે શું પ્રોમો છે. આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. એક યુઝર લખે છે, આ એપિસોડની રાહ નથી જોઈ શકાતી. આ રીતે, ઘણા લોકોએ તેમની ટિપ્પણીઓ દ્વારા આ એપિસોડ જોવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે નીરજ ચોપરા કોઈ રિયાલિટી શોમાં આવવા જઈ રહ્યા છે. જ્યારે આપણે સોની ટીવીના કોમેડી શો ધ કપિલ શર્મામાં શ્રીજેશને જોયા હતા. શ્રીજેશ તેની હોકી ટીમ સાથે ધ કપિલ શર્મા શોમાં આવ્યા હતા, જ્યાં તેમણે રમૂજી રીતે ટોક્યો ઓલિમ્પિકના અનુભવો શેર કર્યા હતા.

 

આ પણ વાંચો: અક્ષય-અજયથી પાછળ રહી જવાના ડરથી પરેશાન શાહરુખ ખાન, આ વિડીયો જોઈને તમે પણ રહી જશો હેરાન

આ પણ વાંચો: વર્ષો બાદ શાનદાર કલાકાર એકસાથે: આ ફિલ્મમાં જોવા મળશે અમિતાભ બચ્ચન, ડેની, બમણ ઈરાની અને અનુપમ ખેર