‘GoodBye’ માં અમિતાભ બચ્ચનની પત્ની બનશે નીના ગુપ્તા, જાણો શું કહ્યું નીના એ AB વિશે

|

Apr 08, 2021 | 4:38 PM

અમિતાભની આગામી ફિલ્મમાં નીના ગુપ્તા તેની પત્નીનો રોલ કરવા જઈ રહી છે. આ રોલને લઈને નીના ખુબ ખુશ છે. બચ્ચન સાથે કામ કરવાને લઈને તેણે મોટું નિવેદન આપ્યું છે.

GoodBye માં અમિતાભ બચ્ચનની પત્ની બનશે નીના ગુપ્તા, જાણો શું કહ્યું નીના એ AB વિશે
નીના-અમિતાભ

Follow us on

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા અમિતાભ બચ્ચન સાથે કામ કરશે. નીના ગુપ્તા અને અમિતાભ બચ્ચનની આ ફિલ્મનું નામ ‘ગુડબાય’ છે, જેનું નિર્દેશન વિકાસ બહલ કરશે. આ ફિલ્મમાં નીના અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મ અંતિમવિધિ અને ત્યારબાદ થતા પરિવર્તન પર કેન્દ્રિત છે. આ ફિલ્મમાં તેલુગુ સ્ટાર રશ્મિકા મંદાના પણ જોવા મળશે.

નીના ગુપ્તા પહેલીવાર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. નીનાએ ‘ગુડબાય’માં કામ કરવાનું કારણ પણ શેર કર્યું છે. તેણીએ કહ્યું કે, તે સ્ક્રિપ્ટથી તરત જ પ્રભાવિત થઈ હૈ, જે રીતે વિકાસએ તેને આ વાત સંભળાવી હતી. તેણે એમ પણ કહ્યું કે તે અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

બિગ બી સાથે કામ કરવા માટે ઉત્સાહિત

નીના ગુપ્તાએ એક નિવેદનમાં કહ્યું, “જ્યારે વિકાસ મને ફિલ્મની વાર્તા કહેતો હતો, ત્યારે હું ખૂબ જ ખુશ હતી. આ એક સરસ સ્ક્રિપ્ટ છે અને જ્યારે સ્ક્રિપ્ટ રોમાંચક હોય છે ત્યારે કોઈ બીજું કંઇપણ વિચારતી નથી. પાત્ર પણ સુંદર રીતે લખાયેલું છે અને અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. ”

અમિતાભ સાથે કામ કરવાનું સપનું થયું સાકાર

નીનાએ વધુમાં કહ્યું કે, “અમિતાભ બચ્ચન સાથે કામ કરવું એ મારા માટે સ્વપ્ન સાકાર થવા જેવું છે અને હું તેનાથી ખૂબ ખુશ છું.” તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને વર્ષ 2018 માં આવેલી ફિલ્મ ‘બધાઈ હો’ માં નીના ગુપ્તાના અભિનય માટે પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો.

 

 

ગુડબાયના સેટ પર રશ્મિકાનો જન્મદિવસ

‘ગુડબાય’નું બાલાજી ટેલિફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે બે દિવસ પહેલા ‘ગુડબાય’ ના સેટ પર અભિનેત્રી રશ્મિકા મંદાનાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. અભિનેત્રીએ તેના જન્મદિવસની ઉજવણીની તસવીર પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને એક તસવીરમાં અમિતાભ પણ તેની સાથે જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: ‘મૂવી માફિયના આતંક’ પર બોલી કંગના રનૌત, અક્ષય કુમારને લઈને કહી આ મોટી વાત

આ પણ વાંચો: કેન્દ્ર સરકારના નિર્ણયથી ફિલ્મ નિર્માતાઓને ઝટકો, જાણો કયા નિર્ણય પર ગુસ્સે થયા ફિલ્મનિર્માતા

Published On - 4:36 pm, Thu, 8 April 21

Next Article