Armaan Kohli Drugs Case: અરમાન કોહલીની મુશ્કેલીઓ વધી, કસ્ટડી આટલા દિવસ લંબાવવામાં આવી

|

Aug 31, 2021 | 10:50 AM

બિગ બોસમાં આવીને ફેમસ થયેલો અભિનેતા અરમાન કોહલી હાલમાં ડ્રગ્સ કેસના કારણે ચર્ચામાં છે. અભિનેતા અત્યારે અરમાન કોહલી જેલમાં હવા ખાઈ રહ્યો છે.

Armaan Kohli Drugs Case: અરમાન કોહલીની મુશ્કેલીઓ વધી, કસ્ટડી આટલા દિવસ લંબાવવામાં આવી
NDPS Court Extends Armaan Kohli Custody Till September 1 in Drugs Case

Follow us on

તાજેતરમાં બોલિવૂડ અભિનેતા અરમાન કોહલી (Armaan Kohli) અને એક પેડલર અજય સિંહની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે અરમાન કોહલીની મુશ્કેલીઓ વધી છે. એનડીપીએસની વિશેષ અદાલતે તેની કસ્ટડી 1 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે અરમાનને હવે વધુ પૂછપરછ કરવામાં આવશે.

અભિનેતા અરમાન કોહલીની 28 ઓગસ્ટના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એનડીપીએસ એક્ટ હેઠળ અરમાનની ધરપકડ કરવામાં આવી હતી. અરમાનની ધરપકડ કરતા પહેલા એનસીબીએ તેના ઘરે પણ દરોડા પાડ્યા હતા.

કસ્ટડીમાં મોકલ્યો અભિનેતાને

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

તમને જણાવી દઈએ કે અરમાન અને પેડલર બંનેને NCB દ્વારા NDPS ની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હવે સુનાવણી બાદ તેમને એક દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતો. આવી સ્થિતિમાં સોમવારે એનસીબીએ કોર્ટમાં અરમાનને રજૂ કરતી વખતે કસ્ટડી વધારવાની માંગ કરી હતી.

એનસીબીનું કહેવું છે કે તેમને અભિનેતાના ઘરેથી એક ગ્રામથી વધુ કોકેન મળી છે અને તેમને પૂછપરછ માટે બંનેને કસ્ટડીમાં રાખવાની જરૂર છે. આ પછી જ અભિનેતાને હવે 1 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવું પડશે. હાલ માટે એવું લાગે છે કે અરમાન આ કેસમાં લાંબો સમય જેલમાં વિતાવી શકે છે.

જણાવી દઈએ કે અરમાનની NCB દ્વારા સંબંધિત નિયમો હેઠળ ડ્રગ્સ રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર એનડીપીએસ એક્ટ હેઠળ ગેરકાયદે ધિરાણ અને આરોપીઓને સુરક્ષા આપવાનો પણ આરોપ છે. સમાચારો અનુસાર આ કેસમાં એક સપ્લાયરે જ અરમાન કોહલીનું નામ આપ્યું હતું.

અરમાન કોહલી કોણ છે

અરમાન કોહલી બોલિવૂડ જાણીતા નિર્માતા-નિર્દેશક રાજકુમાર કોહલીનો પુત્ર છે. અરમાને પોતાની કારકિર્દીની શરૂઆત 1992 માં ફિલ્મ વિરોધીથી કરી હતી. તે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. જોકે અરમાનની ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહોતી. આ પછી, તે 2002 ની મલ્ટીસ્ટારર જાની દુશ્મન – એક અનોખી કહાની હૈ માં તે જોવા મળ્યો હતો.

બિગ બોસમાં પહોંચ્યા બાદ અરમાન ફરી ફિલ્મો બાદ ચર્ચામાં આવ્યો. શોના અંતમાં પહોંચેલા અરમાન શોમાં કાજોલની બહેન તનિષાની નજીક આવી ગયો હતો. બંને વચ્ચેના સંબંધોને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જોકે, ઘરની બહાર આવ્યા બાદ તનિષાએ અરમાનથી પોતાની જાતને દૂર કરી. તમને જણાવી દઈએ કે અરમાન છેલ્લે સલમાન ખાન સાથે પ્રેમ રતન ધન પાયોમાં જોવા મળ્યો હતો.

 

આ પણ વાંચો: Video: સલમાન ખાનની પાછળ પાછળ તુર્કી પહોંચી આ હિરોઈન! ફેન્સે કહ્યું ‘કંઈક તો રંધાઈ રહ્યું છે’

આ પણ વાંચો: Bigg Boss OTT: પ્રેમ, બલિદાન, અને આંસુથી ભરેલું રહ્યું નોમિનેશન, જાણો વિગત અને જુઓ ઇમોશનલ તસ્વીરો

Next Article