OMG: આ મોટો અભિનેતા કંગનાના આગામી પ્રોજેક્ટમાં જોડાયો, કંગનાએ કહ્યું ‘વેલકમ સર’

કંગનાએ એક પોસ્ટ શેર કરીને મોટા સમાચાર આપ્યા છે. કંગનાએ જણાવ્યું કે તેની આગામી ફિલ્મ ટીકુ વેડ્સ શેરુના લીડ રોલમાં નવાઝુદ્દીન સિદ્દકી જોવા મળશે.

OMG: આ મોટો અભિનેતા કંગનાના આગામી પ્રોજેક્ટમાં જોડાયો, કંગનાએ કહ્યું વેલકમ સર
Nawazuddin Siddiqui will be in the lead role in film Tiku weds Sheru
| Edited By: | Updated on: Jul 14, 2021 | 8:56 AM

બોલીવુડની પંગા ગર્લ કંગના રનૌતનું (Kangana Ranaut) જ્યારથી ટ્વીટર બંધ થયું છે ત્યારથી તેના નામના વિવાદ પણ ઘટી ગયા છે. જોકે કંગના હવે ઇન્સ્ટાગ્રામ મારફતે ફેન્સ સાથે જોડાયેલી રહે છે. અને વાદવિવાદથી ઘણી દુર જોવા મળી રહી છે. કંગનાની પોસ્ટ્સથી લાગે છે કે તે પોતાના કામ અને સ્વાસ્થ્ય પર વધુ ફોકસ કરી રહી છે. કંગનાએ કામને લઈને મોટી જાહેરાત કરી છે.

જી હા કંગનાએ નવાઝુદ્દીન સિદ્દકીના (Nawazuddin Siddiqui) ફેન્સને મોટા સમાચાર આપ્યા છે. નવાઝ હવે કંગનાની ટીમમાં જોડાવા જઈ રહ્યા છે. આ વાતની માહિતી ખુદ કંગનાએ એક પોસ્ટ કરીને આપી છે. આ પોસ્ટ સાથે જ નવાઝ અને કંગનાના ફેન્સમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ અને થોડી જ મીનીટોમાં હજારો કોમેન્ટ્સના ઢગલા થઇ ગયા હતા.

ખરેખરમાં વાત એમ છે કે કંગનાએ મંગળવારે પોતાના ડિઝીટલ પ્રોજેક્ટ ‘ટીકૂ વેડ્સ શેરુ’ની જાહેરાત કરી. જેમાં તેણે જણાવ્યું કે આ ફિલ્મમાં મુખ્ય પાત્ર નવાઝ ભજવવા જઈ રહ્યા છે. આ માહિતી શેર કરતી વખતે કંગનાએ નવાઝની તસ્વીર સાથે કેપ્શન પણ લખ્યું. કંગનાએ વેલકમ કરતા લખ્યું કે, ‘વેલકમ ટૂ ધ ટીમ સર’.

તમને જણાવી દઈએ કે કંગનાનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. જેના પેજ માણિકર્ણિકા ફિલ્મ્સ પરથી પોસ્ટ શેર કરતા લખ્યું, ‘આપણી જનરેશનના બેસ્ટ એક્ટરે ટીકૂ વેડ્સ શેરુની ટીમને જોઈન કરી છે. અમે આ સિંહને મેળવીને સૌભાગ્યશાળી અનુભવ કરીએ છીએ. જલ્દી જ શૂટિંગ શરુ થશે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા કંગના નિર્માતા તરીકે વેબ સ્પેસમાં પ્રવેશ કરી રહી છે. બીજી તરફ કંગના હવે ‘થલાઈવી’, ‘ધાકડ’, ‘તેજસ’ જેવી ફિલ્મોમાં એક્ટર તરીકે જોવા મળશે. બીજી તરફ જો આપણે નવાઝુદ્દીન વિશે વાત કરીએ તો તે ‘જોગીરા સારા રા રા’ ફિલ્મમાં નેહા શર્મા સાથે જોવા મળશે.

 

આ પણ વાંચો: Most Shocking: ભારતીય સિનેમામાં દિલિપકુમારનું કોઈ મોટુ યોગદાન નહીં: નસીરુદ્દીન શાહ

આ પણ વાંચો: Goodbye First Look: Amithabh Bachchanનો ફર્સ્ટ લુક થયો લીક, રશ્મિકા મંદાના પણ દેખાઈ સાથે