Video: આવા ભારતીય મુસલમાનો પર નસીરુદ્દીન શાહનો ગુસ્સો સાતમાં આસમાને, ધર્મને લઈને પૂછ્યો આ સવાલ

|

Sep 02, 2021 | 8:56 AM

નસીરુદ્દીન શાહ એક અજોડ અભિનેતા છે. તેણે અત્યાર સુધીની કારકિર્દીમાં ચાહકો સામે ઘણી અદભૂત ફિલ્મો રજૂ કરી છે. અભિનેતાએ તાજેતરમાં અફ્ઘાનમાં તાલીબાનની જીત પર ખુશી મનાવતા ભારતીય મુસલમાનોને એક સંદેશ આપ્યો છે.

Video: આવા ભારતીય મુસલમાનો પર નસીરુદ્દીન શાહનો ગુસ્સો સાતમાં આસમાને, ધર્મને લઈને પૂછ્યો આ સવાલ
Naseeruddin Shah video on Indian Muslims who are celebrating the return of the Taliban

Follow us on

તાલિબાનોએ તાજેતરમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે. હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનાનું શાસન છે. આ જ કારણ છે કે આ દિવસોમાં આ મુદ્દો (Afghanistan and Taliban Issue) સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સમાં છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે બોલિવૂડના નામાંકિત અભિનેતા નસીરુદ્દીન શાહે પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે.

નસીરુદ્દીન શાહે (Naseeruddin Shah) એવા ભારતીય મુસ્લિમોને (Indian Muslims) નિશાન બનાવ્યા છે જે તાલીબાનને સમર્થન આપી રહ્યા છે. નસીરે વિડીયો શેર કરીને ઘણા મહત્વના સવાલો ઉભા કર્યા છે. અભિનેતાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

નસીરુદ્દીન શાહનો વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વિડીયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં નસીરુદ્દીન શાહ કહેતા જોવા મળી રહ્યા છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ફરી પાછું મેળવવું સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. તેનાથી ઓછું ખતરનાક નથી કે ભારતીય મુસ્લિમોનું આ દરિંદાઓની વાપસી પર જશ્ન મનાવવો. આજે દરેક ભારતીય મુસલમાને પોતાની જાતને આ પ્રશ્ન પૂછવો જોઈએ કે શું તે પોતાના ધર્મમાં સુધારા અને આધુનિકતા ઈચ્છે છે કે પછી તે પાછલી સદીઓની બર્બરતા સાથે જીવવા માંગે છે.

એટલું જ નહીં, અભિનેતાએ વધુમાં કહ્યું છે કે હું પણ એક ભારતીય મુસ્લિમ છું અને મિર્ઝા ગાલિબે કહ્યું છે તેમ, અલ્લાહ મિયાં સાથે મારો સંબંધ ઘણો અલગ છે, મારે કોઈ રાજકીય ધર્મની જરૂર નથી. આવી સ્થિતિમાં, હિન્દુસ્તાની ઇસ્લામ હંમેશા સમગ્ર વિશ્વના ઇસ્લામથી અલગ રહ્યો છે અને ભગવાને તે સમય ન લાવવો જોઈએ જેથી તે એટલો બદલાય કે આપણે તેને ઓળખી પણ ન શકીએ.

નસીરુદ્દીન શાહનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ વિડીયો પર અલગ અલગ રીતે ટિપ્પણી કરી રહ્યા છે. જ્યારે કેટલાક યુઝર્સ નસીરની પ્રશંસા કરતા જોવા મળે છે, તે જ સમયે, કેટલાક ટ્રોલિંગ કરતા પણ જોવા મળે છે.

મહત્વનું છે કે, ઓગસ્ટ મહિનામાં તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો છે. આ પછી, ભારતમાં કેટલાક મુસ્લિમ સંગઠનોએ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને યોગ્ય ઠેરવ્યો અને તેના પર ખુશી વ્યક્ત કરી. નસીરુદ્દીન શાહ દરેક મુદ્દે તેમના વિચારો સમય સમય પર રાખે છે. નસીરુદ્દીન શાહના ચાહકોની યાદી ઘણી લાંબી છે.

 

આ પણ વાંચો: Video: Kapil Sharma Show માં રિદ્ધિમાએ ખોલી રણબીરની પોલ, ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા કરતો હતો આવું કામ

આ પણ વાંચો: બોલ્ડ ફોટોશૂટમાં Priyanka Chopraના મંગળસૂત્રને લઈને થઈ રહી છે ચર્ચા, જાણો મંગળસુત્ર વિશે શું કહે છે દેશી ગર્લ

Next Article