Naagin 6 : એકતા કપૂરે નાગિન સિઝન 6ની કરી જાહેરાત, આ તારીખથી શરૂ થશે નવો શો

|

Nov 08, 2021 | 6:57 AM

નાગીનની (Naagin) આગામી સીઝનની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે આ શોની આગામી સિઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. કલર્સ ટીવીનો ટોપ ટીઆરપી રેટેડ શો હવે પડદા પર પરત ફરી રહ્યો છે.

Naagin 6 : એકતા કપૂરે નાગિન સિઝન 6ની કરી જાહેરાત, આ તારીખથી શરૂ થશે નવો શો
File photo

Follow us on

કલર્સ ટીવીના (Colors Tv) બિગ બોસ 15માં એકતા કપૂર સલમાન ખાનના(salman khan) ‘વીકેન્ડ કા વાર’માં તેની બે પ્રખ્યાત નાગીન્સ સાથે સામેલ થઈ હતી. તેણે બિગ બોસના મંચ પર નાગીનની નવી સીઝનની જાહેરાત કરી. તેણે કહ્યું કે ટૂંક સમયમાં જ નાગિન તેની આગામી સિઝન એટલે કે સિઝન 6 (Naagin 6) સાથે પ્રસારિત થવા જઈ રહી છે. તેણે કહ્યું કે દરેક સીઝનની જેમ આ સીઝનમાં પણ નાગીનમાં બે એક્ટ્રેસને પસંદ કરવામાં આવશે જે એકબીજા સાથે ટકરાશે, પરંતુ હાલમાં તેણે એક નાગિનને પસંદ કરી છે.

જ્યારે સલમાન ખાનના સવાલ પર એકતા કપૂરે જવાબ આપ્યો હતો કે તે નાગીનનો રોલ ભજવનારી એક્ટ્રેસનું પૂરું નામ જાહેર કરશે નહીં પરંતુ તે કહેવા માંગે છે કે તેની એક્ટ્રેસનું નામ ‘M’ થી શરૂ થાય છે. ટૂંક સમયમાં દર્શકોને આ શોનો પ્રોમો જોવા મળશે. તેણીએ એમ પણ કહ્યું કે તે બિગ બોસ ‘વીકેન્ડ કા વાર’માં ભાગ લેવા માટે તેની સાથે બે નાગીનને પણ લાવી છે. એકતા કપૂરની સાથે તેની ફેવરિટ નાગિન સુરભી ચંદના અને સીઝન 2ની નાગિન અનિતા હસનંદાની પણ સલમાનને મળી હતી.

આ તારીખથી નવો શો ઓન એર થશે
ટીવી ક્વીન એકતા કપૂરે પણ જાહેરાત કરી હતી કે નાગીનની નવી સીઝન 30 જાન્યુઆરીથી પ્રસારિત થવા જઈ રહી છે. આ સાથે ત્રણેય સલમાનને મળ્યા બાદ બિગ બોસના ઘરમાં ગયા હતા. તમને જણાવી દઈએ કે, એકતા કપૂરે કરણ કુન્દ્રાના શો ‘કિતની મોહબ્બત હૈ જિંદગી’થી સીરિયલની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેથી જ તેને જોઈને કરણ કુન્દ્રાના ચહેરા પર મોટું સ્મિત આવી ગયું. તેણે કરણને સુરભી અને અનિતા સાથે તેની જૂની રમત રમવાની સલાહ આપી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કરણને પ્રશ્ન પૂછ્યો
એકતાએ સ્પર્ધકોના કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા. તેણે નિશાંતને પૂછ્યું કે કોની મિત્રતા નકલી છે? નિશાંત ભટે કરણ કુન્દ્રાનું નામ લીધું. આ દરમિયાન કરણ કુન્દ્રા અને નિશાંત વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. તેજસ્વીને જવાબ આપતા કરણે કહ્યું, “જો તમે મને કહો તો જાવ અને તેજશ્વીને આ કહો. તો હું કહીશ કે આ હું નહીં કરું, તમે જાતે કરો. પછી એકતા કપૂરે તેને અટકાવ્યો અને કહ્યું, ‘એક વાત પૂછું?’ કરણે માથું હલાવ્યું અને પૂછ્યું, “તને તેજા ગમે છે?” જવાબમાં તેજસ્વી અને કરણ શરમાતા જોવા મળ્યા.

આ પણ વાંચો : The Kapil Sharma Show: અક્ષય કુમારે જણાવ્યું કે કેમ સૂર્યવંશીને રિલીઝ કરવા માટે થિયેટર ખોલવાની જોઈ રાહ

આ પણ વાંચો : Ramayana Train: રામાયણ યાત્રા માટે દિલ્હીથી રવાના થઈ પ્રથમ ટ્રેન, ભગવાન રામથી જોડાયેલા તીર્થસ્થળોના થશે દર્શન, જાણી લો ભાડુ

 

Next Article