અક્ષયની સૂર્યવંશી હિટ થતાં જ મુંબઈના થિયેટરો ઉભરાઈ ગયા, રાત્રે આટલા વાગ્યાનો રાખવો પડ્યો શો

|

Nov 07, 2021 | 3:13 PM

મલ્ટિપ્લેક્સમાં સવારે 4:30 વાગ્યે શો શરૂ કર્યો. તે પછી 5:15 અને 6:00 વાગ્યે. ખાસ વાત એ છે કે આ તમામ શો હાઉસફુલ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ માટે દર્શકોનો ઉત્સાહ અદ્ભુત છે.

અક્ષયની સૂર્યવંશી હિટ થતાં જ મુંબઈના થિયેટરો ઉભરાઈ ગયા, રાત્રે આટલા વાગ્યાનો રાખવો પડ્યો શો
Akshay Kumar

Follow us on

આખરે, લાંબી પ્રતીક્ષા પછી, દેશભરના સિનેમા હોલ ગુંજી ઉઠ્યા છે અને આ સમગ્ર ફિલ્મ ઉદ્યોગ માટે કોઈ ઉજવણીથી ઓછું નથી. ગયા વર્ષથી માત્ર ઈન્ડસ્ટ્રીના લોકો જ નહીં પરંતુ ઘણા સિનેમા પ્રેમીઓ પણ સિનેમાઘરો ખુલવાની રાહ જોઈ રહ્યા હતા.

હવે જ્યારે સિનેમાઘરો ખુલ્યા ત્યારે પહેલા અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરિના કૈફ (Katrina Kaif) અભિનીત બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi) એ સિનેમાઘરોમાં દસ્તક દીધી. દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ એક મોટી ફિલ્મ છે અને પહેલા જ દિવસે ફિલ્મને એટલો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે કે મુંબઈમાં અડધી રાત્રે શો રાખવો પડ્યો.

સિનેમા હોલમાં અક્ષય કુમારનો ડંકો આખી રાત વાગશે

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

રોગચાળાનાં કહેર પહેલાં, સૂર્યવંશીના નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે તેમની ફિલ્મ મુંબઈના સિનેમાઘરોમાં ચોવીસે કલાક ચાલશે. આ તે સમયે હતો જ્યારે એક્શન ફ્લિક સૂર્યવંશી 24 માર્ચ, 2020 ના રોજ રિલીઝ થવાની હતી અને એ સમયે એવું કહેવામાં આવી રહ્યું હતું, કે સૂર્યવંશીને 24 કલાક એટલે કે મધ્યરાત્રિ પછી પણ શો દર્શકોને બતાવવામાં આવશે પરંતુ દેશમાં લોકડાઉન લાગુ થયા બાદ રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત અને અક્ષય કુમારની ફિલ્મને મોકૂફ રાખવામાં આવી હતી.

હવે જ્યારે આ ફિલ્મ શુક્રવાર, 5 નવેમ્બરના રોજ રીલિઝ થઈ હતી, ત્યારે ફિલ્મની એટલી માંગ હતી કે મુંબઈના બોરીવલીમાં મેક્સસ સિનેમામાં છેલ્લો શો 5 નવેમ્બરે રાત્રે 11:45 વાગ્યે રાખવામાં આવ્યો હતો. આગળનો શો બપોરે 12:30 વાગ્યે અને પછી 1:15 અને બપોરે 2:00 વાગ્યે યોજાયો હતો. આટલું જ નહીં, રાતનો શો પૂરો થયાના અઢી કલાકના ગેપ બાદ મલ્ટિપ્લેક્સે સવારે 4:30 વાગ્યાથી શો શરૂ કર્યો હતો. તે પછી 5:15 અને 6:00 વાગ્યે. ખાસ વાત એ છે કે આ તમામ શો હાઉસફુલ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ માટે દર્શકોનો ઉત્સાહ અદ્ભુત છે અને આ ફિલ્મના તમામ શો હાઉસફુલ જઈ રહ્યા છે. જે સ્વાભાવિક રીતે બિઝનેસ માટે સારા સમાચાર છે.

દર્શકોનો સારો પ્રતિસાદ

ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ જોયા બાદ ઘણા લોકોએ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા શેર કરી છે. કોઈએ લખ્યું કે કોરોના પછી આનાથી વધુ સારી ફિલ્મ ન હોઈ શકે.જ્યારે અક્ષય અને કેટરિનાની એક્ટિંગના વખાણ થયા છે પરંતુ ઘણા યુઝર્સનું કહેવું છે કે ફિલ્મમાં કંઈ નવું નથી.

 

આ પણ વાંચો :- ‘Sooryavanshi’નું ટીપ-ટીપ ગીત થયું રિલીઝ, અક્ષય અને કેટરિના વચ્ચે જોવા મળી સિઝલિંગ કેમેસ્ટ્રી

આ પણ વાંચો :- હિના ખાનનો આ બોલ્ડ ટ્રેડિશનલ લૂક સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ, જુઓ અભિનેત્રીના નવા ફોટા

Published On - 11:02 pm, Sat, 6 November 21

Next Article