MS Dhoni : મિર્ઝાપુરના કાલીન ભૈયા સાથે જોવા મળ્યો Dhoni, ચાહકોએ કહ્યું ‘દિલ કો સુકૂન આગ્યા દેખકર’

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ તાજેતરમાં અભિનેતા પંકજ ત્રિપાઠી સાથે પ્રમોશનલ શૂટ કર્યું હતું. તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં ધોની નવા લુકમાં જોવા મળી રહ્યો છે.

MS Dhoni : મિર્ઝાપુરના કાલીન ભૈયા સાથે જોવા મળ્યો  Dhoni, ચાહકોએ કહ્યું દિલ કો સુકૂન આગ્યા દેખકર
MS Dhoni - Pankaj Tripathi
| Edited By: | Updated on: Dec 11, 2021 | 4:09 PM

MS Dhoni : ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના અનુભવી ખેલાડી એમએસ ધોની ભલે ક્રિકેટના મેદાનથી દૂર હોય પરંતુ તેની લોકપ્રિયતામાં થોડો પણ ઘટાડો થયો નથી. ધોની જ્યાં પણ સ્પોટ થયો, તેની તસવીર સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થઈ જાય છે. આવો જ એક ફોટો આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની બોલિવૂડ એક્ટર (Bollywood actor)અને વેબ સિરીઝ મિર્ઝાપુર (Web Series Mirzapur)ના મુખ્ય અભિનેતા કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠી સાથે જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે, હાલમાં જ ધોનીએ પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) સાથે એક એડ શૂટ કરી છે. આ માટે તે હાલમાં જ મુંબઈના ગોરેગાંવમાં જોવા મળ્યો હતો.

CSKના સુકાની એમએસ ધોની મિર્ઝાપુરના પ્રખ્યાત પાત્ર કાલીન ભૈયા ઉર્ફે પંકજ ત્રિપાઠી સાથે બીજી જાહેરાત માટે શૂટિંગ કરતા જોવા મળ્યો હતો. બંને ઉપરાંત ધોનીનો બાળપણનો મિત્ર સીમંત લોહાની જે ચિટ્ટુ ભૈયાના નામથી જાણીતો છે તે પણ આ ફોટોમાં જોવા મળે છે. સીમંત દ્વારા ઈન્સ્ટાગ્રામ (Instagram)પર શેર કરવામાં આવેલી આ તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.

ફોટોમાં ધોની શાનદાર લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે બ્લુ ડેનિમ શર્ટ સાથે ક્રીમ કલરનું પેન્ટ પહેર્યું છે. ક્લીન શેવ પણ ધોનીને ખૂબ સુંદર લાગે છે. આના પર હજારો લોકોએ પ્રતિક્રિયા આપી છે. ફેમસ હેરસ્ટાઈલિસ્ટ અલીમ હકીમે લખ્યું- ‘ક્યા બાત સર જી’, તો એક ફેને લખ્યું કે, ‘દિલને જોઈને શાંતિ થઈ ગઈ..’

તમને જણાવી દઈએ કે આ પહેલા ધોની પણ યુવી પાજી સાથે જોવા મળ્યો હતો. યુવરાજ સિંહે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે સોફા પર બેસીને ધોની સાથે વાત કરતો જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને એકસાથે કોમર્શિયલ શૂટનો ભાગ બની શકે છે, કારણ કે તાજેતરમાં જ ધોની આગામી પ્રો કબડ્ડી લીગની જાહેરાતમાં જોવા મળ્યો હતો.

એમએસ ધોનીએ આ વર્ષે IPL 2021માં પોતાની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને IPLની ચેમ્પિયન બનાવી છે. આ પછી CSKએ તેને 2022 માટે પણ જાળવી રાખ્યો છે. એટલે કે IPLની આગામી સિઝનમાં પણ ધોની ચેન્નાઈની જર્સીમાં રમતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.

 

આ પણ વાંચો : માતાના નિર્ણયથી દીકરો પહોંચ્યો એકેડમી, દાદાનો ખાસ સહકાર, મુશ્કેલીમાં પિતા બન્યા કોચ, જાણો ભારતની અંડર-19 ટીમના કેપ્ટનની કહાની