અમદાવાદમાં આવી રહ્યું છે હાસ્યના ડબલ ડોઝ સાથે “MR. બોલ બચ્ચન” કોમેડી શો, જાણો તમામ વિગતો

|

Mar 26, 2023 | 2:01 PM

કોમેડી શોમાં 7 થી વધુ જેટલા પાત્રો લાઈવ સ્ટેજ પર્ફોમન્સ દ્વારા 'MR. બોલ બચ્ચન શો યોજાશે. આ કોમેડી શોમાં એક આનંદની વાત જૂઠાણાથી શરૂ થાય છે અને જૂઠાણા દ્વારા પરિસ્થિતિને કાબૂ કરવા માટે વધુ જૂઠ્ઠાણા ઉમેરતા વાત વધુને વધુ જટિલ બને આ પ્રકારની ઘટના બનશે.

અમદાવાદમાં આવી રહ્યું છે હાસ્યના ડબલ ડોઝ સાથે MR. બોલ બચ્ચન કોમેડી શો, જાણો તમામ વિગતો

Follow us on

હાસ્ય એ એક થેરાપી માનવામાં આવે છે અને આ થેરાપી હવે અમદાવાદના લોકોને પોતાનાજ ઘર આંગણે મળી રહેશે. અમદાવાદમાં ભલભલાને ચકરાવે ચડાવી દે તેવી કોમેડી “MR. બોલ બચ્ચન” નામનો કોમેડી શો યોજવાનો છે. આ કાર્યક્રમ મોટા હોલમાં લાઈવ યોજાશે.

કોમેડી શોમાં શું હશે?

7 જેટલા પાત્રો આ કોમેડી શોમાં હશે જોકે આ કોમેડી શોની અંદર એક પાત્રનું નામ રાજ છે જેની પાસે ફર્સ્ટ ક્લાસ સાથે MBA ડિગ્રી હોવા છતાં નોકરી શોધવા માટે સંઘર્ષ કરે છે. અંતે, પાડોશીની મદદથી નોકરી શોધી લે છે. મહત્વનું છે કે કંપનીના માલિક “મેડ ઇન ઇન્ડિયા” માં માને છે અને રૂઢિચુસ્ત છે. આ સમગ્ર નાટ્યમાં અહીંથી એક આનંદની વાત જૂઠાણાથી શરૂ થાય છે અને પરિસ્થિતિને બચાવવા માટે વધુ જૂઠ્ઠાણા ઉમેરીને વાત વધુને વધુ જટિલ બને છે.

મહત્વનું છે કે, રાજ રાજેશ્વર તરીકે વધુ એક ઓળખ બનાવે છે જે વધુને વધુ મૂંઝવણ અને હાસ્યની પરિસ્થિતિઓમાં વધારો કરે છે. રાજ પોતે બનાવેલા ચક્રવ્યુહમાંથી બહાર આવી શકશે કે નહીં? આ નાટકમાં તમને હાસ્યના ડબલ ડોઝ મળશે. જો તમારે હાસ્ય સાથે આનંદ માણવો હોય તો ‘MR. બોલ બચ્ચન’ જોવાનું બિલકુલ ચૂકશો નહીં.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કોમેડી શોની તારીખ, સમય અને સ્થળ

તારીખ 1 એપ્રિલ 2023ના રોજ શનિવારે રાત્રે 9:30 કલાકે ઠાકોરભાઈ દેસાઇ હોલ અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજાશે. ફક્ત 100 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જેમાં સમગ્ર ઈવેન્ટ 2 કલાક 20 મિનિટ સુધી ચાલશે. મહત્વનું છે કે, નાના બાળકોથી લઈ મોટા તમામ લોકો આ ઈવેન્ટમાં જોડાઈ શકે છે.

લેખક : ઇમ્તિયાઝ પટેલ

દિગ્દર્શક : વિશ્વદીપ સિંઘ

કાસ્ટ : પ્રિયમ જાની, રણધીર સિંઘ, ક્રીષ્ણ પંચાલ, વિશ્વદીપ સિંઘ, જતીન પટેલ, રિધમ શાહ અને પૃથ્વી પલકાર

Next Article