Gaslight Review : પ્રેડિક્ટેબલ વાર્તા, એક મર્ડર મિસ્ટ્રી, સારા-વિક્રાંત અને ચિત્રાંગદાની એક્ટિંગ દર્શકોના મનોરંજન પર ખરી ઉતરશે?

|

Mar 31, 2023 | 1:00 PM

Gaslight Review In Gujarati : ગેસલાઇટ એક મર્ડર મિસ્ટ્રી છે. આ ફિલ્મ દ્વારા એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેવી રીતે વ્યક્તિ થોડા પૈસા માટે તમામ હદો પાર કરી શકે છે. આ ફિલ્મ જોતા પહેલા તમે OTT પર રિલીઝ થનારી આ ફિલ્મનો રિવ્યુ ચોક્કસ વાંચી શકો છો.

Gaslight Review : પ્રેડિક્ટેબલ વાર્તા, એક મર્ડર મિસ્ટ્રી, સારા-વિક્રાંત અને ચિત્રાંગદાની એક્ટિંગ દર્શકોના મનોરંજન પર ખરી ઉતરશે?

Follow us on

મુવી : ગેસલાઇટ

દિગ્દર્શક : પવન ક્રિપલાની

કલાકારો : સારા અલી ખાન, વિક્રાંત મેસી, ચિત્રાંગદા સિંહ, અક્ષય ઓબેરોય, રાહુલ દેવ

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પ્લેટફોર્મ: ડિઝની હોટસ્ટાર

OTT રેટિંગ : 2.5 સ્ટાર

આ પણ વાંચો : Kaun Pravin Tambe : ડિઝની હોટસ્ટાર પર વધુ એક ક્રિકેટરની બાયોપિક આવી રહી છે, શ્રેયસ તલપડે OTT પ્લેટફોર્મ પર પ્રવીણ તાંબે તરીકે જોવા મળશે

દિગ્દર્શક પવન ક્રિપલાનીની ફિલ્મ ગેસલાઇટ OTT પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સારા અલી ખાનની સાથે વિક્રાંત મેસી, ચિત્રાંગદા સિંહ, અક્ષય ઓબેરોય, રાહુલ દેવ લીડ રોલમાં જોવા મળશે. જો તમે ગેસલાઇટ જોવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ રિવ્યૂ વાંચવો જ જોઈએ.

સ્ટોરી

વ્હીલ ચેર પર બેઠેલી, મીશા (સારા અલી ખાન) તેના પિતા સાથે સમાધાન કરવા 15 વર્ષ પછી તેના વતન ગુજરાતમાં પરત આવે છે. જો કે તે તેની હવેલીમાં આવ્યા પછી, તેને ખ્યાલ આવે છે કે તે જેને મળવા આવી છે, તે તેના પિતા છે, તે બિલકુલ હાજર નથી. મીશાની સાવકી મા રુક્મિણી તેને સમજાવે છે કે તેના પિતા કોઈ કામ માટે બહાર ગયા છે.

તેના પિતાની ગેરહાજરીમાં મીશા સાથે બનેલી વિચિત્ર ઘટનાઓ તેને અહેસાસ કરાવે છે કે તેના પિતા સાથે કંઈક ખોટું થયું છે પરંતુ મીશા વારંવાર કહેવા છતાં તેની વાત પર કોઈ વિશ્વાસ કરતું નથી. આ દરમિયાન મીશા એસ્ટેટ મેનેજર કપિલને મળે છે અને તેઓ સાથે મળીને એ જાણવાનો પ્રયાસ કરે છે કે મીશાના પિતાનું શું થયું છે.

થોડા પૈસા માટે તમામ હદો પાર

હવે જોવા માટે કે મીશા અને કપિલ તેમના મિશનમાં સફળ થશે કે નહીં તમારે હોટસ્ટાર પર ગેસલાઇટ જોવી પડશે. આ ફિલ્મ દ્વારા એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેવી રીતે વ્યક્તિ થોડા પૈસા માટે તમામ હદો પાર કરી શકે છે.

ફિલ્મના નિર્દેશનની વાત કરીએ તો આ સસ્પેન્સથી ભરપૂર મર્ડર મિસ્ટ્રીમાં ડિરેક્ટર દર્શકોને ઘણી વાર એવો આંચકો આપે છે, જે તેમને વાર્તા સાથે જોડાયેલા રહેવામાં મદદ કરે છે. કલાકારોના અભિનયની સાથે-સાથે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાર્તાનો હીરો સાબિત થાય છે. જ્યારે આપણે મીશાની લાચારી,તેની મૂંઝવણ સાથે જોડાઈ શકીએ છીએ, ત્યારે વિક્રાંત મેસી અને ચિન્ત્રાંગદા તેમના અજોડ અભિનયથી આ વાર્તાને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

શા માટે જુઓ

જો તમારી પાસે પહેલેથી જ OTTનું સબ્સ્ક્રિપ્શન છે, તો તમે આ ફિલ્મને તક આપી શકો છો. કલાકારોની એક્ટિંગ માટે આ ફિલ્મ જોઈ શકાય છે. જો તમને સસ્પેન્સ થ્રિલર જોવાનું ગમતું હોય, તો તમે તેને આ સપ્તાહના અંતે જોઈ શકો છો.

શા માટે ન જોવી

આ વાર્તા પ્રેડિક્ટેબલ છે, આપણે ઘણા પુસ્તકો અને ક્રાઈમ શોમાં આવી વાર્ઓતા વાંચી અને જોઈ છે, તેથી જ શરૂઆતની થોડી મિનિટોમાં જ આખી વાર્તા સમજાઈ જાય છે. આ મુવી કેટલીક જગ્યાએ વ્યસ્ત રાખે છે અને ઘણી જગ્યાએ કંટાળાજનક લાગે છે. તેથી જ જો તમે ઇચ્છો તો તમે આ ફિલ્મ છોડી શકો છો.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article