Chhatriwali Review : રકુલ પ્રીત સિંહની ફિલ્મ છત્રીવાલીમાં શું છે ખાસ, પહેલા વાંચો રિવ્યુ

|

Jan 20, 2023 | 9:54 AM

Chhatriwali Review : રકુલ પ્રીત સિંહની ફિલ્મ છત્રીવાલી Zee5 પર રિલીઝ થઈ ગઈ છે. જો તમારે આ ફિલ્મ જોવા માંગો છો તો પહેલા આ રિવ્યુ વાંચો.

Chhatriwali Review : રકુલ પ્રીત સિંહની ફિલ્મ છત્રીવાલીમાં શું છે ખાસ, પહેલા વાંચો રિવ્યુ
Chhatriwali Review

Follow us on

ફિલ્મ : છત્રીવાલી

દિગ્દર્શક : તેજસ દેવસ્કર

કલાકાર : રકુલ પ્રીત સિંહ, સુમીત વ્યાસ, સતીશ કૌશિક

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રેટિંગ : 3.5

પ્લેટફોર્મ : ZEE5

દિગ્દર્શક તેજસ પ્રભા વિજય દેવસ્કરની ફિલ્મ છત્રીવાલી કરનાલમાં રહેતા એક પરિવારની વાર્તા છે. આ વાર્તા સાન્યા ઢીંગરા (રકુલ પ્રીત સિંહ)ની આસપાસ ફરે છે. એક કેમેસ્ટ્રી શિક્ષક જે તેના પરિવારને ટેકો આપવા માટે ટ્યુશન લે છે અને પૂર્ણ સમયની નોકરીની શોધમાં છે. સાન્યાની મુલાકાત રતન લાંબા (સતીશ કૌશિક)સાથે થાય છે અને તેનું કેમેસ્ટ્રીનું જ્ઞાન જોઈને, તે સાન્યાને તેની કોન્ડોમ કંપનીમાં ગુણવત્તા નિરીક્ષણના પ્રમુખ બનવાની ઓફર કરે છે.

આ પણ વાંચો : Chhatriwali trailer : સેક્સ અજ્યુકેશન પર શિક્ષણ આપવા માટે તૈયાર છે રકુલ પ્રીત, જુઓ ફિલ્મોનું શાનદાર ટ્રેલર

શરૂઆતમાં સાન્યા જોબને લઈને ઘણી ખચકાય છે પરંતુ જ્યારે તેણી તેના કામનું મહત્વ સમજે છે, ત્યારે તે તેની ભૂમિકા અને તેના કામને સાચા અર્થમાં સ્વીકારે છે પરંતુ કમનસીબે આ કામના કારણે સાન્યાને તેના અંગત જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. સાન્યા કેવી રીતે આ મુશ્કેલીઓ સામે લડે છે, કેવી રીતે તે પોતાના પરિવારને સમજાવે છે તે ફિલ્મ છત્રીવાલીમાં બતાવવામાં આવ્યું છે.

જાણો કેવી છે આ ફિલ્મ

કોઈપણ ફિલ્મના વિષયને સરળતાથી સમજવો એ દરેક નિર્દેશક માટે પડકારજનક છે. છત્રીવાલીના દિગ્દર્શક આ કાર્યમાં સફળ રહ્યા છે. ફિલ્મની રસપ્રદ શરૂઆત તમને તરત જ છત્રીવાલીની દુનિયાનો એક ભાગ બનાવે છે. રકુલ પ્રીત સિંહ, સતીશ કૌશિક અને સુમિત વ્યાસના અભિનયની સાથે આ ફિલ્મની સફળતાનો શ્રેય તેની વાર્તા અને પટકથા સંચિત ગુપ્તા અને પ્રિયદર્શી શ્રીવાસ્તવ દ્વારા લખવામાં આવી છે.

વાર્તામાં વિવિધ પ્રકારની ઘટનાઓ બતાવવામાં આવી છે

ઘણી વખત ફિલ્મો દ્વારા ઉપદેશ આપવાને કારણે ફિલ્મો બોરિંગ બની જાય છે અને પછી આ ફિલ્મને ટીકાનો સામનો કરવો પડે છે. જો કે છત્રીવાલી સાવ અલગ છે. આ ફિલ્મમાં કોઈ ઉપદેશ આપવાની કોશિશ કરવામાં આવી નથી, આ વાર્તામાં વિવિધ પ્રકારની ઘટનાઓ બતાવવામાં આવી છે, જેને જોઈને દર્શક વિચારવા મજબૂર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માત્ર કોન્ડોમ અને સેક્સ એજ્યુકેશન વિશેની ખોટી માન્યતાઓ પર આધારિત નથી, પરંતુ રૂઢિચુસ્તતા, જૂની વિચારસરણી, સમાનતા અધિકાર શિક્ષણ જેવા વિષયો પર પણ પ્રકાશ ફેંકે છે.

શા માટે જોવી જોઈએ

છત્રીવાલી ફિલ્મમાં એક સંવેદનશીલ વિષયને સરળ રીતે રજૂ કરવામાં આવ્યો છે. જો કે ફિલ્મના ક્લાઈમેક્સને જોતા લાગે છે કે, આ વાર્તાને ઝડપથી સમાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આનાથી પણ વધુ સારો ક્લાઈમેક્સ બની શકતો હતો. આ ફિલ્મના ગીતો સાંભળવામાં સારા છે પણ યાદગાર નથી. પ્રાચી શાહની નિશા કાલરાને વધુ વિકસાવી શકાઈ હોત.

એકંદરે જોવા જઈએ તો છત્રીવાલી મનોરંજનની સાથે-સાથે પ્રચાર કર્યા વિના પોઝિટિવ સંદેશ આપે છે એટલા માટે દર્શકોએ આ ફિલ્મ જોવી જ જોઈએ.

Next Article