Chandramukhi 2 review : રજનીકાંતની સુપરહિટ ફિલ્મમાં લાગ્યો નવો તડકો, વાર્તા તો એ જ છે પણ રાઘવ-કંગનાની એક્ટિંગ જોરદાર

Chandramukhi 2 movie review : રજનીકાંત અને જ્યોતિકા સ્ટા રર ફિલ્મ 'ચંદ્રમુખી' વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. હવે ફિલ્મ 'ચંદ્રમુખી 2' એક નવા ટ્વિસ્ટ સાથે રિલીઝ થઈ છે. રાઘવ લોરેન્સ અને કંગના રનૌત હોરર કોમેડી ફિલ્મમાં પોતાના અભિનયથી આકર્ષિત કરવામાં સફળ રહ્યા છે.

Chandramukhi 2 review : રજનીકાંતની સુપરહિટ ફિલ્મમાં લાગ્યો નવો તડકો, વાર્તા તો એ જ છે પણ રાઘવ-કંગનાની એક્ટિંગ જોરદાર
Chandramukhi 2 review in gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 10:04 AM

આ વીકેન્ડ સિનેમા જગત માટે કંઈક ખાસ રહેવાનો છે. ગુરુવારે એટલે કે 28મી સપ્ટેમ્બરે બોલિવૂડ અને સાઉથની ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે. જેમાં ‘ફુકરે 3’, ‘ધ વેક્સીન વોર’ની સાથે સાઉથની ‘સ્કંદા’ અને ‘ચંદ્રમુખી 2’ રિલીઝ થઈ છે. રજનીકાંતની હિટ ફિલ્મ ‘ચંદ્રમુખી’ના બીજા ભાગને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. આ ફિલ્મ હવે દર્શકોની સામે છે અને તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મને માસ એન્ટરટેઈનર ગણાવવામાં આવી રહી છે અને એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે.

ફિલ્મ : ચંદ્રમુખી 2

નિર્દેશક : પી.વાસુ

સંગીત : એમએમ કીરાવાની

કાસ્ટ : રાઘવ લોરેન્સ, કંગના રનૌત, રાધિકા સરતકુમાર, મહિમા નામ્બિયાર, લક્ષ્મી મેનન અને અન્ય.

જોનર : કોમેડી હોરર

રન ટાઈમ : 171 મિનટ

મુવીની સ્ટોરી

મુવીની વાર્તા એક અમીર પરિવારની આસપાસ ઘુમતી રહે છે. આ પરિવાર તેમના ઘરના સભ્યો સાથે સંબંધિત પૂજા માટે તેમના પૈતૃક ઘરે આવે છે. પરંતુ અજાણતા, ચંદ્રમુખી અને વૈટ્ટિયન રાજાને ફરીથી જગાવી દે છે. આ પછી વાર્તા કોમેડી અને હોરરની પુટ લઈને છેલ્લે સુધી પહોંચે છે. આ મુવી 2005માં આવેલી રજનીકાંતની ફિલ્મ ‘ચંદ્રમુખી’ નો બીજો ભાગ છે. આ મુવીમાં વાર્તા પહેલા પાર્ટ જેવું જ જોવા મળે છે.

આ પણ વાંચો : Jawan Movie Review : જવાનમાં શાહરુખ ખાન-એટલીએ કર્યું અદ્ભુત કામ, તમે નહીં જોયો હોય નોર્થ-સાઉથનો આવો મેળ

એક્ટિંગ

ફિલ્મ શરૂ થવાથઈ લઈને છેલ્લે સુધી કોઈ ચહોરો જોવો ગમતો હોય તો તે છે મુવીની લીડ એક્ટર્સનો. સર્વાનન અને વૈત્તિયન રાજાનું પાત્ર રાઘવ લોરેન્સે ભજવ્યું છે. રાઘવે આ પહેલા પણ બધી ફિલ્મોમાં આવું પાત્ર ભજવ્યું છે, એટલે તે આ કેરેક્ટરમાં ફિટ બેસે છે. આ ઉપરાંત તેની કોમિક ટાઈમિંગ પણ ઘણી સારી છે. આ સિવાય કંગના રનૌતે ‘ચંદ્રમુખી’નું પાત્ર ભજવ્યું છે અને તેમાં કોઈ શંકા નથી કે તેણે પોતાના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. કેટલાક દ્રશ્યોમાં તો તે મુવી જોતાં લોકોને ચોંકાવી દે છે.

ડિરેક્શન

ફિલ્મની સ્ટોરી તમને પહેલા સીનથી લઈને છેલ્લા સીન સુધી વ્યસ્ત રાખે છે. જ્યારે ફર્સ્ટ હાફ સંપૂર્ણપણે પહેલા જેવો છે, તો સેકન્ડ હાફ દર્શકોને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. ફિલ્મમાં કલાકારોનો ગેટઅપ અને હોરર સીન્સ આકર્ષે છે. ડાયરેક્ટર પી વાસુએ ફિલ્મના દરેક ભાગ પર સારી રીતે કામ કરવાનો પ્રયાસ કર્યો છે, જે સ્ક્રીન પર દેખાય છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:02 am, Sun, 1 October 23