Sidharth Shukla માટે માતા અને બહેનોએ રાખી પ્રાર્થના સભા, ચાહકો પણ છેલ્લી વખત કરી શકે છે અભિનેતાને સલામ

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી, હવે અભિનેતાના પરિવારના સભ્યોએ તેમના માટે ખાસ પ્રાર્થના સભા રાખી છે જેમાં ચાહકો પણ જોડાઈ શકે છે અને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી શકે છે.

Sidharth Shukla માટે માતા અને બહેનોએ રાખી પ્રાર્થના સભા, ચાહકો પણ છેલ્લી વખત કરી શકે છે અભિનેતાને સલામ
Sidharth Shukla
| Edited By: | Updated on: Sep 06, 2021 | 6:24 PM

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ગુરુવારે આપણા બધાને છોડીને ચાલ્યા ગયા છે. અભિનેતાના જવાથી પરિવાર અને નજીકના મિત્રોને જેટલો આઘાત લાગ્યો છે તેટલો જ તેમના ચાહકોને આઘાત લાગ્યો છે. સિદ્ધાર્થની માતા રીટા શુક્લ (Rita Shukla) અને બહેનો નીતુ (Neetu) અને પ્રીતિ (Preiti) એ અભિનેતા માટે ખાસ પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે, જે આજે એટલે કે સોમવારે સાંજે 5 વાગ્યે કરવામાં આવશે.

અભિનેતા કરણવીર બોહરાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. અભિનેતાએ એક લિંક પણ શેર કરી છે જેના દ્વારા ચાહકો પ્રાર્થના સભાનો ભાગ બની શકે છે. આ વિશે માહિતી આપતા કરણવીરે લખ્યું, ‘ચાલો આપણે બધા ભેગા થઈએ આપણા મિત્ર સિદ્ધાર્થ શુક્લાની પ્રેયર મીટ માટે , જેનું આયોજન તેમની માતા રીતુ આન્ટી અને બહેનો નીતુ અને પ્રીતિએ કર્યું છે. બીજી બાજુ મળીએ મિત્રો.

અહીં વાંચો કરણવીર બોહરાની પોસ્ટ see karanvir bohra post

 

 


કરણવીરની આ પોસ્ટ પર સિદ્ધાર્થના ચાહકો તરફથી ઘણી ટિપ્પણીઓ આવી રહી છે અને દરેક કહી રહ્યા છે કે તે ચોક્કસપણે આ પ્રાર્થના સભાનો ભાગ બનશે.

તમને જણાવી દઈએ કે રવિવારે બિગ બોસના ઓટીટી હોસ્ટ કરણ જોહરે સિદ્ધાર્થ શુક્લાને શ્રદ્ધાંજલિ આપતી વખતે પડદા પર તેમની સફર બતાવી હતી. આ દરમિયાન કરણ પણ ભાવુક થઈ ગયા હતા અને તે રડવા લાગ્યા હતા. કરણે કહ્યું હતું કે, ‘સિદ્ધાર્થ શુક્લા એક એવો ચહેરો હતો, એવું નામ હતું જે આપણા બધાના જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ હતું. તે બિગ બોસ પરિવારના પ્રિય સભ્ય હતા. સિદ્ધાર્થ માત્ર મારા જ નહીં પણ અસંખ્ય લોકોના મિત્ર હતા, પણ તેઓ આપણા બધાને છોડી ચાલ્યા ગયા. આ વાત માની શકતા નથી.

કરણે વધુમાં કહ્યું હતું કે, ‘હું બિલકુલ સુન છું. હું શ્વાસ પણ નથી લઈ શકતો. સિડ (સિદ્ધાર્થ શુક્લ) એક સારો પુત્ર, સારો મિત્ર અને અદભૂત માનવી હતો. તેમની જે પોઝિટિવ વાઇબ અને સ્મિત હતી તેનાથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. તેમના લાખો ચાહકો એ વાતનો પુરાવો છે કે તે એક સારા વ્યક્તિ હતા જેને બધા પ્રેમ કરતા હતા. તમારી ખૂબ યાદ આવશે સિદ્ધાર્થ શુક્લા. આ શોને આગળ વધારવા માટે આપણે બધાને ઘણી તાકાતની જરૂર છે. સિડ પોતે પણ ઇચ્છતો હતો કે શો ચાલુ રહે.

જણાવી દઈએ કે સિદ્ધાર્થનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જેમાં ઘણા સેલેબ્સ આવ્યા હતા.

આ પણ વાંચો :- ઐશ્વર્યા અભિનીત ફિલ્મ ‘Ponniyin Selvan’ના શૂટિંગ દરમિયાન થયો અકસ્માત, મણિરત્નમની કંપની સામે નોંધાઈ FIR

આ પણ વાંચો :- Shakti kapoor net worth: કરોડોની સંપત્તિના માલિક છે શક્તિ કપૂર, જાણો અભિનેતાની નેટવર્થ