અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’આજે રિલિઝ થઈ છે આ ફિલ્મ એક સત્ય ઘટનાથી પ્રેરિત છે. આ ફિલ્મમાં અક્ષય રિયલ લાઈફ હીરો જસવંત સિંહ ગિલની ભૂમિકા ભજવી રહ્યો છે, જેણે જમીનની નીચે લગભગ 350 ફૂટ નીચે ફસાયેલા 65 ખાણ કામદારોનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.
2006માં હરિયાણાના કુરુક્ષેત્રમાં નવી ટેક્નોલોજી હોવા છતાં બોરવેલમાં 50 ફૂટ નીચે પડી ગયેલા પ્રિંસને બચાવવાનું ઓપરેશન 3 દિવસ સુધી ચાલ્યું હતું, જ્યારે આ ઘટનાના 18 વર્ષ પહેલા 1989માં જસવંત સિંહ ગીલે એ બાળકને બચાવ્યો હતો. જેમાં ફસાયેલા 65 મજૂરોના જીવ બચાવાયા હતા. ત્યારે ચાલો જાણીએ અક્ષય કુમારની આ ફિલ્મ વીશે.
જસવંત સિંહ ગિલ (અક્ષય કુમાર) તેની ગર્ભવતી પત્ની નાઝુક્તા (પરિણીતિ ચોપરા) સાથે રાણીગંજ આવે છે. જસવંત પશ્ચિમ બંગાળના રાણીગંજમાં કોલ ઈન્ડિયા લિમિટેડમાં રેસ્ક્યૂ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. ખાણમાં બ્લાસ્ટ થયા બાદ ખાણમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે જસવંતે ભૂગર્ભમાં ફસાયેલા 71 લોકોને બચાવવાની જવાબદારી લીધી હતી. જો કે, મિશન શરૂ થાય તે પહેલા, 6 મજૂરો મૃત્યુ પામ્યા. જસવંત આ મુશ્કેલ મિશનને કેવી રીતે પૂર્ણ કરે છે તે જાણવા માટે તમારે થિયેટરમાં ‘મિશન રાણીગંજ’ જોવી પડશે.
આ ફિલ્મનું નિર્દેશન ટીનુ દેસાઈએ કર્યું છે, રુસ્તમ પછી અક્ષય કુમાર સાથે ટીનુની આ બીજી ફિલ્મ છે અને આ ફિલ્મમાં તે આપણને જરાય નિરાશ નથી કરતા. આ કન્સેપ્ટ પૂનમ ગિલ એટલે કે જસવંત ગિલની દીકરીનો છે અને આ સ્ટોરીની પટકથા વિપુલ કે રાવતે લખી છે.
આ ફિલ્મની વાર્તા સાથે ‘મિશન રાણીગંજ’ના નિર્દેશનની વાત કરીએ તો, વિગતો પણ તમને પ્રભાવિત કરશે. ફિલ્મમાં 80ના દાયકાને દર્શાવવાનો જોરદાર પ્રયાસ કરવામાં આવ્યો છે. તે સમયનું વાતાવરણ, લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા કપડાં અને તેમની ભાષા, આ બધાનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં જૂના જમાનાની ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રેસ્ક્યુ મિશન દરમિયાન, વાર્તા ડોક્યુમેન્ટરીની જેમ આગળ વધે છે અને તણાવના વાતાવરણમાં પણ હસાવે છે, અને ક્યારેક તે તમને હસતી વખતે તરત જ રડાવી દે છે. શરૂઆત અને અંત જાણવા છતાં તમે આ ફિલ્મ સાથે જોડાઓ છો અને આ ટીનુની સૌથી મોટી સફળતા છે.
આ ‘અક્ષય કુમાર’ની ફિલ્મ છે, અક્ષય કુમારે જસવંત સિંહનું પાત્ર ભજવ્યું છે, અભિનેતા જશવંત સિંહનુ પાત્ર મુશ્કેલ સમયમાં શાંત મન રાખે છે, પોતાનું કામ ખૂબ જ સુંદર રીતે કરે છે. એરલિફ્ટ કરતાં ‘મિશન રાણીગંજ’ વધુ પ્રભાવિત કરે છે. ફિલ્મમાં જસવંત એક તરફ છે અને તેની પત્ની બીજી તરફ છે. અક્ષય કુમારની પત્નીનું પાત્ર ભજવતી પરિણીતી ચોપરા એટલી હદે પોઝિટિવ લાગે છે કે તેની સામેની વ્યક્તિ ચિંતિત થઈ જાય છે. જોકે આ ફિલ્મમાં તેને કંઈ ખાસ કરવાનું મળ્યું નથી. વરુણ બરોલા, કુમુદ મિશ્રા, રવિ કિશન, પવન મલ્હોત્રા અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય જેવા કલાકારો તેમના પાત્રોને સંપૂર્ણ ન્યાય આપે છે.
ફિલ્મના એડિટીંગે વાર્તાને રસપ્રદ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અસીમ મિશ્રાની સિનેમેટોગ્રાફી ખાણની વિગતો, અંધારામાં કરવામાં આવેલી લાઇટિંગ અને ખાણમાં કરવામાં આવેલ શૂટિંગમાં ઉડતા રંગો સાથે પસાર થઈ છે. ફિલ્મના ગીતો કંઈ ખાસ નથી, પરંતુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક અદભૂત છે, જેના કારણે દરેક સીન વધુ રસપ્રદ બની ગયો છે. ખાણમાં પાણી ભરવાનું હોય, બચાવ માટે કેપ્સ્યુલ બનાવવાની હોય કે પછી ફિલ્મનો ક્લાઈમેક્સ હોય.
આ ફિલ્મ તેમની આસપાસ સુપરહીરોની શોધમાં રહેલા લોકોને શીખવે છે કે તેઓ પોતાની વાર્તાનો હીરો બની શકે છે, પરંતુ આ માટે મુશ્કેલીઓનો સામનો કરવો જરૂરી છે. દરેકની અંદર એક જસવંત સિંહ ગિલ હોય છે, જે યોગ્ય વિચાર અને હિંમતથી દરેક અશક્યને શક્ય બનાવે છે.
Published On - 2:11 pm, Fri, 6 October 23