નામ તો મિર્ઝાપુર છે, પરંતુ આ શહેરમાં ક્યારેય વેબ સિરીઝનું શૂટિંગ થયું નથી

માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશ મિર્ઝાપુર સિરીઝની સીઝન 3ની રાહ જોઈ રહ્યો છે. ગુડ્ડુ ભૈયાના જીવનમાં હવે કયો વળાંક આવવાનો છે અને કાલીન ભૈયા આગળ શું કરશે તે જાણવા માટે દરેક જણ ઉત્સુક છે. લોકોને આ સિરીઝ ખુબ પસંદ પણ આવી હતી. આજે પણ મિર્ઝાપુર વેબ સિરીઝના ડાયલોગ લોકોને યાદ છે. ત્યારે હવે ક્યારે કાલીન ભૈયા મિર્ઝાપુરમાં ધુમમચાવે જોવાનું રહ્યું.

નામ તો મિર્ઝાપુર છે, પરંતુ આ શહેરમાં ક્યારેય વેબ સિરીઝનું શૂટિંગ થયું નથી
| Updated on: Nov 09, 2023 | 9:49 AM

મિર્ઝાપુર 3ને લઈ ચાહકો ખુબ ઉત્સાહિત છે. સુત્રોનું માનીએ તો આ વેબ સિરીઝ આ વર્ષે એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ શકે છે. હાલમાં જ્યારે પંકજ ત્રિપાઠીએ લાઈવ આવીની જાહેરાત કરી હતી. ત્યારે ચાહકોને આશા હતી કે, તે મિર્ઝાપુર 3 વિશે વાત કરશે. પરંતુ ઓએમજી 2 એક્ટર લાઈવ આવી ભુલી ગયા કે તે કેમ લાઈવ આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, પહેલી સીઝનથી જ મિર્ઝાપુરે ચાહકોના દિલમાં સ્થાન બનાવી લીધું છે પરંતુ શું તમે જાણો છો,લોકોની ફેવરિટ વેબ સિરીઝનું શુટિંગ રિયલ મિર્ઝાપુરમાં થયું જ નથી.

  આ વેબ સિરીઝનું શુટિંગ મિર્ઝાપુરમાં થયું નથી

સિરીઝનું નામ ભલે મિર્ઝાપુર છે પરંતુ સ્ટોરી એક ફિક્શન પર બની છે. મેકર્સે કહ્યું કે,આ અસલી મિર્ઝાપુરની સ્ટોરી નથી. આ કારણે તેમણે ક્યારે પણ મિર્ઝાપુરમાં શુટિંગ કર્યું નથી પરંતુ કાલ્પનિક સ્ટોરી ભદોહી અને મિર્ઝાપુરને ધ્યાનમાં રાખી લખવામાં આવી છે. 27 સપ્ટેમ્બર 2017ના તેનું શૂટિંગ ઉત્તરપ્રદેશના વારણસીમાં શરુ થઈ હતી. અલી ફેઝલ અને શ્વેતા ત્રિપાઠીની સાથે તમામ અભિનેતા આ શૂટિંગનો ભાગ હતા.

 

 

વારણસીની સાથે સાથે ઉત્તરપ્રદેશના જોનપુર, આઝમગઢ, ગાઝીપુર,લખનઉ, રાયબરેલી, ગોરખપુરમાં આ સીરિઝના કેટલાક સીનનું શુટિંગ કરવામાં આવ્યું છે. મિર્ઝાપુર સિરીઝમાં ગંગા નંદી પર ફિલ્માવામાં આવેલા કેટલાક શાનદાર શોર્ટ પણ સામેલ છે.

ઉત્તરપ્રદેશના આ શહેરમાં થયું શુટિંગ

મિર્ઝાપુર 2નું મોટાભાગનું શુટિંગ લખનઉમાં થયું હતુ. બનારસ અને ઉત્તરપ્રદેશના અન્ય ગામડાઓમાં ફિલ્મના કેટલાક દશ્યો ફિલ્માવવામાં આવ્યા હતા. વર્ષ 2019માં સીઝનનું શુટિંગ શરુ કરવામાં આવ્યું હતુ. મિર્ઝાપુર 3નો સેટ પણ લખનઉમાં બનાવવામાં આવ્યો હતો. લખનઉ સિવાય વારણસીમાં પણ આ સિરીઝના કેટલાક દશ્યો શુટ કરવામાં આવ્યા હતા.મિર્ઝાપુર સિરીઝની અત્યાર સુધીમાં બે સિઝન આવી ચૂકી છે. પ્રથમ સિઝન 2018માં આવી હતીઅને બીજી 2020માં આવી હતી.

આ પણ વાંચો : બોલીવુડ સ્ટારના કિડ્સ આ સ્કૂલમાં કરે છે અભ્યાસ, જાણો તેની ફી કેટલી છે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો