
Miss Universe 2025 Winner : દુનિયાભારની મોડલ માટે મિસ યુનિવર્સનો ખિતાબ જીતવો સપનાથી કોઈ ઓછું નથી, દર વર્ષે એવી અનેક મોડલ આવે છે જે પોતાની કિસ્મત અજમાવે છે અને પોતાના માથા પર મિસ યુનિવર્સનો તાજ પહેરે છે. આ વખતે પણ દુનિયાભરની અનેક મોડલે મિસ યૂનિવર્સ પેજેન્ટના ખિતાબમાં ભાગ લીધો હતો. પરંતુ આ વખતે આ ખિતાબ મેક્સિકોની ફાતિમા બોશે પોતાના નામ કર્યો છે. તમને જણાવી દઈએ કે, ફાતિમા બોશ પહેલા ખુબ વિવાદોમાં પણ રહી હતી. પરંતુ હવે તે મિસ યુનિવર્સ 2025 બની છે.
આ વખતે ભારતની મનિકા વિશ્વકર્માએ પણ મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લીધો હતો પરંતુ આ ખિતાબ પોતાના નામ કરી શકી નહી. તે ટોપ 30માં સ્થાન બનાવવામાં તો સફળ રહી હતી પરંતુ ટોપ 12માં તેમને સ્થાન મળ્યું નહી અને તે મિસ યુનિવર્સનો ખિતાબ જીતી શકી નહી.
ટોપ 5ની જો વાત કરવામાં આવે તો વર્ષ 2025માં કોમ્પિટિશનમાં ચોથી રનરઅપ કોત દિવ્વારની મોડલ રહી હતી. ત્રીજા સ્થાને ફિલીપન્સની મોડલ રહી જ્યારે સેકન્ડ રનર અપ વેનેજુએલાની મોડલ રહી હતી. તેમજ ફર્સ્ટ રનરઅપની મેજબાની કરી રહેલ થાઈલેન્ડની મોડલ રહી હતી. ફાઈનલી મેક્સિકોની મોડલ ફાતિમા બોશે કોન્ટ્રોવર્સી વિવાદ બાદ ખિતાબ પોતાને નામ કર્યો છે. દુનિયાભરમાં પોતાના દેશનું ગૌરવ વધાર્યું છે.
સ્પર્ધા દરમિયાન ફાતિમા બોશને લઈને વિવાદ શરૂ થયો જ્યારે તેને મિસ થાઈલેન્ડના ડિરેક્ટર નાવત ઈત્સાગ્રીસિલના અપ શબ્દોનો સામનો કરવો પડ્યો. ડિરેક્ટરે તેને જાહેરમાં ઠપકો આપ્યો હોવાનું કહેવાય છે અને થાઈલેન્ડ સંબંધિત પ્રમોશનલ સામગ્રી શેર ન કરવા બદલ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ સમારોહ બાદ તણાવની સ્થિતિ જોવા મળી હતી.આ ઘટનાના વિરોધમાં મેક્સિકન મોડલે વોકઆઉટ કરવાનો નિર્ણય લીધો અને કેટલીક અન્ય સ્પર્ધકો પણ તેના સમર્થનમાં આવી હતી. તેમજ મંચ છોડી ચાલી ગઈ હતી.આ પછી થોડી વારમાં, ફાતિમા સ્ટેજ પર પાછી આવી અને દિગ્દર્શકના વર્તનને અપમાનજનક ગણાવ્યું.
Published On - 10:36 am, Fri, 21 November 25