માન્યતાએ સંજય દત્ત દ્વારા ગિફ્ટ કરાયેલા 100 કરોડના ફ્લેટ કર્યા પરત, શું હતું કારણ?

બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્તે ( Sanjay Dutt) વર્ષ 2020માં પત્ની માન્યતાને 100 કરોડના 4 ફ્લેટ ગિફ્ટ કર્યા હતા. અહેવાલ મુજબ માન્યતાએ આ તમામ ફ્લેટો પરત કરી દીધા છે. માન્યતાએ તેની પાછળનું કારણ હજી સ્પષ્ટ નથી કર્યું

માન્યતાએ સંજય દત્ત દ્વારા ગિફ્ટ કરાયેલા 100 કરોડના ફ્લેટ કર્યા પરત, શું હતું કારણ?
સંજય દત્ત અને માન્યતા
| Edited By: | Updated on: Feb 05, 2021 | 7:36 PM

બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્તે ( Sanjay Dutt) વર્ષ 2020માં પત્ની માન્યતાને 100 કરોડના 4 ફ્લેટ ગિફ્ટ કર્યા હતા. અહેવાલ મુજબ માન્યતાએ આ તમામ ફ્લેટો પરત કરી દીધા છે. માન્યતાએ તેની પાછળનું કારણ હજી સ્પષ્ટ નથી કર્યું. બોલીવુડ અભિનેતાના માન્યતા સાથેના લગ્ન ત્રીજા લગ્ન હતા. આ લગ્નથી બંનેને બે બાળકો પણ છે. સંજય દત્ત તેના જીવનના દરેક સારા કામોનું શ્રેય પત્નીને આપે છે. આ બધાની વચ્ચે એક આશ્ચર્યજનક માહિતી બહાર આવી છે.

 

સંજયે આપ્યા હતા 100 કરોડના ફ્લેટ

ગયા વર્ષે સંજયે માન્યતાને 4 ફ્લેટ આપ્યા હતા. અહેવાલ મુજબ માન્યતાએ સંજય દ્વારા અપાયેલ કોઈ ફ્લેટને રાખ્યો ન હતો અને એક અઠવાડિયામાં બધા ફ્લેટ પરત કરી દીધા છે.

 

માન્યતાએ પાછા આપ્યા ફ્લેટ્સ

જણાવી દઈએ કે સંજયના આ તમામ ફ્લેટ મુંબઈના પાલી હિલના બાંદ્રામાં આવેલી ઈમારત ઈરાકાઈલ હાઈટ્સમાં છે. તમામની કિંમત લગભગ 100 કરોડ છે. આ ફ્લેટ શાહી હાઈટ્સના ત્રીજા અને ચોથા માળે હતા. તેમજ અન્ય બે ફ્લેટ 11 અને 12માં માળ પર છે, આ બંને પેન્ટહાઉસ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માન્યતાએ આ ફ્લેટ ટેક્સ રિસ્ટ્રક્ચરિંગના કારણે પરત કરી દીધા છે. પરંતુ આ મામલે માન્યતાએ હજી સુધી કોઈ ખુલાસો કર્યો નથી.

 

આ પણ વાંચો: Valentines’s day special: તમારા પ્રિયજનને આપો આ ખાસ ગિફ્ટ