Ramayana Song: રણબીર કપૂરની રામાયણનું ‘મંગલ રંગ’ સોંગ રિલીઝ, સીતા સ્વયંવરની દેખાઈ જલક, જુઓ-Video

‘મંગલ રંગ’ ગીત ભગવાન રામ અને માતા સીતાના વિવાહના વાતાવરણને રજૂ કરે છે. આ ગીતમાં લગ્નનો આનંદ અને યુગલ વચ્ચેનો પ્રેમ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે. તેમાં મૈથિલી લોકસંગીતના તત્વોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે આ રચનાને એક પરંપરાગત સ્પર્શ આપે છે.

Ramayana Song: રણબીર કપૂરની રામાયણનું ‘મંગલ રંગ’ સોંગ રિલીઝ, સીતા સ્વયંવરની દેખાઈ જલક, જુઓ-Video
Ramayana New Song
| Updated on: Oct 25, 2026 | 11:33 AM

રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત ફિલ્મ ‘રામાયણ’નું નવું ગીત ‘મંગલ રંગ’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ભગવાન રામ અને માતા સીતાના વિવાહની સુંદર ઝલક જોવા મળે છે. લગ્નવિધિઓ, પ્રેમ અને ભારતીય પરંપરાઓને દર્શાવતું આ ગીત સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેને અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવ્યું છે, જેમાં સંગીત એ.આર. રહેમાને આપ્યું છે અને ગીતના શબ્દો કુમાર વિશ્વાસે લખ્યા છે.

ભગવાન રામ અને માતા સીતાના વિવાહની ઝલક

‘મંગલ રંગ’ ગીત ભગવાન રામ અને માતા સીતાના વિવાહના વાતાવરણને રજૂ કરે છે. આ ગીતમાં લગ્નનો આનંદ અને યુગલ વચ્ચેનો પ્રેમ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે. તેમાં મૈથિલી લોકસંગીતના તત્વોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે આ રચનાને એક પરંપરાગત સ્પર્શ આપે છે. અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલના અવાજે આ ગીતને વધુ ખાસ બનાવી દીધું છે.

એ.આર. રહેમાનનું સંગીત

‘ફિલ્મ ‘રામાયણ’ના સંગીતને લઈને પહેલેથી જ ઘણી ચર્ચા છે. તાજેતરમાં ચેન્નાઈમાં એક મ્યુઝિક લોન્ચ ઈવેન્ટ યોજાયો હતો, જેમાં એ.આર. રહેમાને ‘મંગલ રંગ’ સહિતના કેટલાક ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ સહિત ફિલ્મના કલાકારો હાજર રહ્યા હતા. હવે આ ગીતનો સત્તાવાર વીડિયો રિલીઝ કરી દેવામાં આવ્યો છે.

‘રામાયણ’ ક્યારે રિલીઝ થશે?

નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત ‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં અને સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં યશ રાવણની ભૂમિકામાં, રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં અને સની દેઓલ હનુમાનની ભૂમિકામાં છે. નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત આ ફિલ્મનો પ્રથમ ભાગ 5 નવેમ્બર, 2026ના રોજ રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ 2027માં દિવાળી દરમિયાન સિનેમાઘરોમાં આવશે.

Bigg Boss 20 : ‘કમિટેડ વ્યક્તિ કેવી રીતે આમ કરી શકે છે’.. સ્કાઉટના પર ભડકી GF કાશવી, લવ ગિલની પણ લગાવી ક્લાસ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.