Mallika Birthday: ફિલ્મોમાં આવતા પહેલા મલ્લિકા શેરાવત હતી એર હોસ્ટેસ, જાણો જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી વાતો

|

Oct 24, 2021 | 7:01 PM

બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવત (Mallika Sherawat) આજે પોતાનો 45 મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

Mallika Birthday: ફિલ્મોમાં આવતા પહેલા મલ્લિકા શેરાવત હતી એર હોસ્ટેસ, જાણો જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી વાતો
Mallika Sherawat

Follow us on

બોલિવૂડની હોટ અને બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવત (Mallika Sherawat) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ તે એક્ટ્રેસ એમએક્સ પ્લેયરની વેબ સિરીઝ ‘નકાબ’માં જોવા મળી હતી. આજે અભિનેત્રી પોતાનો 45 મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીનો જન્મ 24 ઓક્ટોબર 1976ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. આજે મલ્લિકાના જન્મદિવસ પર જાણીએ તેમની સાથે જોડાયેલી મહત્વની વાતો.

મલ્લિકાનો જન્મ રોહતકના જાટ પરિવારમાં થયો હતો. તેનું સાચું નામ રીમા લાંબા હતું. અભિનેત્રીનો જન્મ હરિયાણાના પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા અને સ્વતંત્રતા સેનાની શેઠ છજ્જુ રામના પરિવારમાં થયો હતો. તેના પિતા ઈચ્છતા હતા કે મલ્લિકા આઈએસ બને. પરંતુ તે ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી. પરિવારના સભ્યોએ મલ્લિકા સાથેના સંબંધો તોડી નાખ્યા અને તે મુંબઈ આવી ગઈ હતી.

મલ્લિકા ફિલ્મોમાં કામ કરતા પહેલા એર હોસ્ટેસ હતી

7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List

ફિલ્મોમાં આવતા પહેલા મલ્લિકા એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી. તેમણે વર્ષ 2002માં ફિલ્મ ‘જીના સિર્ફ મેરે લિયે’ (Jeena Sirf Merre Liye) થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ ફિલ્મ ‘ખ્વાઈશ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીના કરિયરને 2004માં અનુરાગ બાસુની ફિલ્મ ‘મર્ડર’ (Murder)થી ઓળખ મળી હતી. મર્ડર ફિલ્મ બાદ મલ્લિકાની ફીમાં જબરદસ્ત વધારો થયો હતો. આ ફિલ્મમાં તેણે 17 કિસિંગ સીન આપ્યા હતા.

મલ્લિકા પોતાના અંગત જીવનની સાથે સાથે પ્રોફેશનલ જીવન માટે પણ હેડલાઇન્સમાં રહી હતી. અભિનેત્રીના ‘ડર્ટી પોલિટિક્સ’માં ઓમ પુરી સાથેના ઈન્ટિમેટ સીનને લઈને વિવાદ થયો હતો. તેમની છેલ્લી બોલિવૂડ ફિલ્મ 2015માં આવેલી ‘ડર્ટી પોલિટિક્સ’ હતી.

પ્લેબોય મેગેઝિનના કવર પર આવવાની તકને ઠુકરાવી દીધી

મલ્લિકા બોલિવૂડની પહેલી એવી અભિનેત્રી હતી જેને પ્લેબોય મેગેઝીનના કવર પેજ પર આવવાનો મોકો મળ્યો હતો, જેના માટે તેમણે ન્યૂડ શૂટિંગ કરવાનું હતું, જેના માટે તેમણે ના પાડી દીધી હતી. કારણ કે તેમને ડર હતો કે તે બોલિવૂડમાં તેમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.

મલ્લિકાએ ઘણી કોમેડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હિન્દી ઉપરાંત, અભિનેત્રીએ અંગ્રેજી અને ચાઇનીઝ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, મલ્લિકાએ આંતરરાષ્ટ્રીય સ્ટાર જેકી ચેન સાથે પણ કામ કર્યું છે. તેમણે હોલીવુડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે મલ્લિકા એરહોસ્ટેસ તરીકે કામ કરતી હતી ત્યારે તેની મુલાકાત પાઇલટ કરણ ગિલ સિંહ સાથે થઇ હતી. બંનેએ લગ્ન કરી લીધા. પરંતુ એક વર્ષમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા.

 

આ પણ વાંચો :- karwa chauth Songs : આજના ખાસ પ્રસંગે તમારા જીવનસાથી સાથે સાંભળો આ રોમેન્ટિક ગીતો

આ પણ વાંચો :- સલમાન ખાનની ફિલ્મ Antimનું ધમાકેદાર મોશન પોસ્ટર આવ્યું સામે, આ દિવસે રિલીઝ થશે ટ્રેલર

Next Article