Breaking News : મલાઈકા અરોરોના પિતા એ છત પરથી કૂદીને કરી આત્મહત્યા

મલાઈકા અરોરાના પિતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મલાઈકા અરોરાના પિતાએ પોતાના ઘરની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. જાણવા મળ્યું છે કે મલાઈકાના પિતાનું અવસાન થયું છે અને હાલ મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. પરિવારને ભારે આઘાત લાગ્યો છે.

Breaking News : મલાઈકા અરોરોના પિતા એ છત પરથી કૂદીને કરી આત્મહત્યા
malaika arora father dies by suicide
| Updated on: Sep 11, 2024 | 1:09 PM

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. મલાઈકા અરોરાના પિતા વિશે સમાચાર આવી રહ્યા છે કે તેણે બાંદ્રા સ્થિત પોતાના ઘરના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. આ સમગ્ર ઘટના આજે સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું માનવામાં આવે છે. અભિનેત્રી પુણેમાં હતી, આ ચોંકાવનારા સમાચાર મળતાં જ તે હોસ્પિટલ જવા રવાના થઈ ગઈ હતી. અભિનેત્રીના પિતાના મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

ઘરના ત્રીજા માળેથી કૂદકો લગાવ્યો

અરબાઝ ખાનને આ સમાચાર મળતા જ તે પરિવાર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મલાઈકાના પિતાનું ઘર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટથી માત્ર 5 મિનિટના અંતરે છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અરબાઝ ખાનની સાથે વરિષ્ઠ નિરીક્ષક મરાઠે અને ડીસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, હજુ સુધી કોઈ સુસાઈડ નોટ સામે આવી નથી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અનિલ અરોરા ગયા વર્ષે બીમાર પડ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા

એવું પણ માનવામાં આવે છે કે અનિલ અરોરા છેલ્લા કેટલાક સમયથી સતત બીમાર હતા. અનિલ અરોરાની આત્મહત્યાના સમાચાર મળતા જ સ્ટાર્સ તેના ઘરે પહોંચી ગયા છે. મલાઈકા અને તેના પરિવાર માટે આ સમય ઘણો મુશ્કેલ છે. આ મુશ્કેલ સમયમાં અભિનેત્રીનો પૂર્વ પતિ અરબાઝ ખાન તેની સાથે ઉભો જોવા મળે છે. અરબાઝ એ સ્થળ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિઓમાંથી એક છે. તે પોલીસ સાથે પણ સતત વાત કરી રહ્યો છે. મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા પંજાબી હિન્દુ પરિવારમાંથી હતા. અનિલ અરોરાનો પરિવાર સરહદ પર આવેલા ફાઝિલ્કા જિલ્લાનો રહેવાસી હતો. અનિલ ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં કામ કરી ચૂક્યો છે.

અનિલ અરોરાએ જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા, જે મલયાલી ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે. અરબાઝ ખાન મલાઈકા અને તેના પરિવારને સપોર્ટ કરતો જોવા મળે છે. આ મુશ્કેલ સમયમાં બધા મલાઈકાના આવવાની રાહ જોઈ રહ્યા છે.

Published On - 12:53 pm, Wed, 11 September 24