‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ટેક્સ ફ્રી કરવાનો મહારાષ્ટ્ર સરકારે કર્યો ઈનકાર, અજિત પવારે કહ્યું- પહેલા GSTમાં છૂટ આપે મોદી સરકાર

|

Mar 16, 2022 | 10:27 PM

અજિત પવારે કહ્યું કે શા માટે 'ધ કાશ્મીર ફાઇલ્સ' મહારાષ્ટ્રમાં જ ટેક્સ ફ્રી હોવી જોઈએ. આ ફિલ્મ કાશ્મીરથી કન્યાકુમારી સુધી કરમુક્ત હોવી જોઈએ. જો કેન્દ્રની મોદી સરકાર ઈચ્છે તો તે કરી શકે છે.

ધ કાશ્મીર ફાઈલ્સને ટેક્સ ફ્રી કરવાનો મહારાષ્ટ્ર સરકારે કર્યો ઈનકાર, અજિત પવારે કહ્યું- પહેલા GSTમાં છૂટ આપે મોદી સરકાર
PM Narendra Modi & Ajit Pawar

Follow us on

ફિલ્મ ધ કાશ્મીર ફાઈલને (The Kashmir Files) કરમુક્ત બનાવવાની ભાજપની માંગ પર મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. મંગળવારે ભાજપના 92 ધારાસભ્યોએ સહી કરીને સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં કાશ્મીર ફાઈલ્સને ટેક્સ ફ્રી બનાવવાની માંગ કરવામાં આવી હતી. બુધવારે (16 માર્ચ) મહારાષ્ટ્ર વિધાનસભામાં નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે આ માંગને ફગાવી દીધી હતી. અજિત પવારે (Ajit Pawar) કહ્યું કે શા માટે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ મહારાષ્ટ્રમાં જ ટેક્સ ફ્રી હોવી જોઈએ. આ ફિલ્મ કાશ્મીરથી કન્યાકુમારી સુધી કરમુક્ત હોવી જોઈએ. જો કેન્દ્રની મોદી સરકાર (PM Modi Government of BJP) ઈચ્છે તો તે કરી શકે છે.

અજિત પવારે વધુમાં કહ્યું કે જે જીએસટી દ્વારા ટેક્સ કલેક્શન  થાય છે. તેનો એક ભાગ એસજીએસટીના (SGST) રૂપમાં રાજ્ય સરકારને મળે છે અને બીજો ભાગ સીજીએસટીના (CGST) રૂપમાં કેન્દ્ર સરકારને જાય છે. જો કેન્દ્રની મોદી સરકાર ઈચ્છે તો સીજીએસટીમાં છૂટ આપીને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને દેશભરમાં ટેક્સ ફ્રી બનાવી શકે છે.

આઘાડી સરકાર કોંગ્રેસના દબાણમાં છે, ફડણવીસે કર્યો પ્રહાર

પરંતુ વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે કહ્યું કે મહા વિકાસ અઘાડી સરકાર કોંગ્રેસના દબાણમાં કામ કરી રહી છે. એટલા માટે કાશ્મીર ફાઈલને કરમુક્ત બનાવી રહી નથી. બાળાસાહેબ ઠાકરેની ભૂમિકા અને ઉદ્ધવ ઠાકરેના વ્યવહારમાં ઘણો ફરક છે. જો દેશનું સત્ય બહાર આવી રહ્યું છે તો તેઓને મરચા કેમ લાગી રહ્યા છે ? વાસ્તવમાં ઠાકરે સરકાર કોંગ્રેસના દબાણમાં કામ કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

શિવસેનાથી વધારે કોને ખબર છે પંડિતોનું દર્દ – રાઉત

આ પહેલા બુધવારે સવારે દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું હતું કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર કોઈ વિવાદ નથી. પરંતુ જે રીતે ભાજપ દ્વારા લોકોને બોલાવીને સિનેમાઘરોમાં ફિલ્મ બતાવવામાં આવી રહી છે. પીએમ મોદી પોતે તેના પ્રચારક બની ગયા છે, આ રાજકીય એજન્ડા સામે વાંધો છે. જ્યારે બાકીના લોકો આતંકીઓના ડરથી પોતાના ઘરોમાં બેસી ગયા હતા, ત્યારે બાળાસાહેબ ઠાકરે દેશમાં એકમાત્ર એવા નેતા હતા જેમણે કાશ્મીરી પંડિતોનું દર્દ સમજ્યું અને તેમને એકે 47 સોંપવાની માંગ કરી. તેમના બાળકોને મહારાષ્ટ્રમાં શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર સિવાય કાશ્મીરી પંડિતો માટે અન્ય રાજ્યએ શું કર્યું છે?

તમે શું હતા, હવે શું છો, બેસીને વિચારો ક્યારેક – ફડણવીસ

આ અંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, સંજય રાઉત શું સત્ય જાણે છે? તેઓ ક્યારે કાશ્મીર ગયા? એ જમાનો હતો બાળાસાહેબ ઠાકરેની શિવસેનાનો અને આ એક અલગ જ શિવસેનાનો યુગ છે. અરે ક્યારેક બેસીને વિચારો, તમે શું હતા અને શું બની ગયા છો અત્યારે.

આ પણ વાંચો : ‘ભારત 2024 સુધીમાં અમેરિકા સાથે બરાબરી કરશે’, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન, રાજ્યસભામાં જણાવી આગામી બે વર્ષની યોજના

Next Article