‘Madam Chief Minister’ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ, 2021માં મૂવી થિયેટરમાં આવનારી બીજી ફિલ્મ

સલમાનખાને તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે આ વર્ષે ઈદ પર થિયેટરોમાં પોતાની ફિલ્મ 'રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' રિલીઝ કરશે ,જેથી થિયેટરોને નુકસાનથી દૂર કરી શકાય.

Madam Chief Minister ફિલ્મ થિયેટરોમાં રિલીઝ, 2021માં મૂવી થિયેટરમાં આવનારી બીજી ફિલ્મ
| Edited By: | Updated on: Jan 22, 2021 | 4:28 PM

સલમાનખાને તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે આ વર્ષે ઈદ પર થિયેટરોમાં પોતાની ફિલ્મ ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ કરશે ,જેથી થિયેટરોને નુકસાનથી દૂર કરી શકાય. જો કે બધા મોટા સ્ટાર્સ થિયેટરોમાં ફિલ્મો લાવવામાં ખચકાતા હોય છે, પરંતુ આ દરમિયાન ઓછા બજેટની ફિલ્મો થિયેટરોમાં જવાનું શરૂ કરી દીધુ છે.

 

રિચા ચઢ્ઢાની ફિલ્મ ‘મેડમ ચીફ મિનિસ્ટર’ આજે સિનેમાઘરોમાં રીલિઝ થઈ છે. ઉત્તર પ્રદેશના રાજકીય બેકગ્રાઉન્ડ પર આધારીત આ ફિલ્મનું નિર્દેશન સુભાષ કપૂરે કર્યું છે, જેમણે અગાઉ જોલી એલએલબી જેવી ફિલ્મ સિરીઝ બનાવી હતી. અક્ષય કુમારે જોલી એલએલબી 2માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં સૌરભ શુક્લા અને માનવ કૌલ જેવા કલાકારો રિચા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી રહ્યા છે.

મેડમ ચીફ મિનિસ્ટર જાન્યુઆરીમાં થિયેટરોમાં રિલીઝ થનારી બીજી ફિલ્મ છે. આ પહેલા 1 જાન્યુઆરીએ રામપ્રસાદની તેહરવી આવી હતી, જે સીમા પાહવાના દિગ્દર્શક પદાર્પણ હતી. આ ફિલ્મમાં કોંકણા સેન શર્મા, મનોજ પાહવા, વિક્રાંત મેસી, પરમ્બ્રાત ચેટર્જી, ઘણા શ્રેષ્ઠ કલાકારો હતા. જો કે બોક્સ ઓફિસ પર રામપ્રસાદની તેરમી પૂર્ણ નિષ્ફળ રહી હતી.

 

આ પણ વાંચો: SURAT POLICEની સતર્કતાથી યુવકનો જીવ બચ્યો, કમિશ્રર દ્વારા કરવામાં આવ્યું સ્વાગત