Raj Kundra Case: ક્રાઈમબ્રાંચની તપાસમાં મોટો ખુલાસો, “Hotshot” બિઝનેસ ચલાવવા પાછળ આ હતી રાજ કુંદ્રાની Modus Operandi

|

Jul 21, 2021 | 11:27 PM

હોટ શોટ્સ એપની મેઈન્ટેનન્સ માટે કેનરિંગ કંપની પાસેથી રાજ કુંદ્રાની કંપની વિહાને ટાઈઅપ કર્યુ હતું અને આ મેઈન્ટેનન્સ માટે લાખો રૂપિયાના વ્યવહાર વિહાન કંપનીના 13 બેન્ક એકાઉન્ટમાં થયા હતા.

Raj Kundra Case: ક્રાઈમબ્રાંચની તપાસમાં મોટો ખુલાસો, Hotshot બિઝનેસ ચલાવવા પાછળ આ હતી રાજ કુંદ્રાની Modus Operandi
Raj Kundra and Shilpa Shetty

Follow us on

રાજ કુંદ્રા (Raj Kundra)ની ધરપકડ કેસ મામલે એક મોટો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાંચ (Crime Branch)ના અધિકારીઓ દ્વારા બેન્ક એકાઉન્ટમાં રોજ લાખો રૂપિયાના વ્યવહારને લઈ પૂછપરછમાં રાજ કુંદ્રાએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2019માં રાજ કુંદ્રાએ આર્મ્સ પ્રાઈમ મીડિયા લિમિટેડ નામની એક કંપની બનાવી હતી અને હોટ શોટ્સ (HotShot) નામની એપ્લિકેશનને ડેવલપ કરી. આ એપ્લિકેશનને તેમને કેનરિંન નામની કંપનીને 25 હજાર ડોલરમાં વેચી દીધી હતી.

 

ત્યારે આ હોટ શોટ્સ એપની મેઈન્ટેનન્સ માટે કેનરિંન કંપની પાસેથી રાજ કુંદ્રાની કંપની વિહાને ટાઈઅપ કર્યુ હતું અને આ મેઈન્ટેનન્સ માટે લાખો રૂપિયાના વ્યવહાર વિહાન કંપનીના 13 બેન્ક એકાઉન્ટમાં થતા હતા. ક્રાઈમ બ્રાંચના સુત્રો મુજબ હોટશોટ્સ પર સબસ્ક્રાઈબર દ્વારા થતી મોટી કમાણીની રકમને મેઈનટેનન્સના નામ પર ટ્રાન્ઝેક્શન બતાવવી મોડ્સ ઓપરેન્ડી હતી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

ક્રાઈમ બ્રાંચની તપાસમાં મોટો ખુલાસો

 

રાજ કુંદ્રાએ હોટશોટ્સની પોર્ન ફિલ્મોને પાયરેસીથી બચાવવા માટે કોપી રાઈટ્સની એક લીગલ ટીમ પણ તૈયાર કરી હતી. ક્રાઈમ બ્રાંચ મુજબ રાજ કુંદ્રાએ પોર્ન ફિલ્મોના બિઝનેસને ચલાવવા માટે 3 વોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યા હતા.

પ્રથમ ગ્રુપ– HS Account- જેમાં રાજ કુંદ્રા પોતે હોટ શોટ્સ એપના કન્ટેન્ટ, સબસ્ક્રાઈબર, પેમેન્ટ, ટ્રાન્ઝેક્શન અને પોર્ન બિઝનેસના પ્રોફિટથી જોડાયેલુ હતું.

 

બીજું ગ્રુપ– HS Operation- જેમાં કયા પ્રકારના પોર્નની જરૂર છે, કેવી રીતે શુટ કરવું, કલાકાર કોણ છે, તેમનું પેમેન્ટ, પોર્ન ફિલ્મના એડિટ, ફાઈનલ કનટેન્ટ અને ફાઈનલ પ્રિન્ટની સાથે યુકે બેસ્ડ કેનરિન કંપનીને એફટીપી અથવા લિંક મોકલવાનું કામ થતું હતું.

ત્રીજુ ગ્રુપ– HS Take Down- આ એ ગ્રુપ હતું જેનું કામ પોર્ન ફિલ્મોની કોપીરાઈટ અને પાયરેસીનું મોનિટરિંગ રાખવાનું. હોટશોટ્સ એપ પર જે પોર્ન ફિલ્મો મુકવામાં આવી, તે ફિલ્મો કોઈ અન્ય પોર્ન વેબસાઈટ અથવા પોર્ટલ અથવા એપ્લિકેશને મુકી છે તો તેની જાણકારી કેનરિન કંપનીને આપી તે વેબસાઈટને નોટિસ મોકલવાનું અને કન્ટેન્ટ બ્લોકની સાથે જ તેની પર કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી, તે વેબસાઈટ પાસેથી પૈસાની માંગણી કરતા હતા. ઉલ્લેખનીય છે કે આ ત્રણે વોટ્સએપ ગ્રુપના એડમિન અને ઓપરેશનલ હેડ રાજ કુંદ્રા જ હતા.

 

આ પણ વાંચો: Raj Kundra Case: ઠાકરે સરકારના ‘ઓપરેશન ક્લીન’નું પરિણામ રાજ કુન્દ્રાની ધરપકડ! શું કમિશ્નર હેમંત નાગરાલે ચલાવી રહ્યા છે સફાઈ અભિયાન?

Published On - 10:59 pm, Wed, 21 July 21

Next Article