લતા મંગેશકરે સાંસદ તરીકે ક્યારેય પગાર ભથ્થું નથી લીધું, સંસદમાં જ્યારે ગાયું ‘સારે જહાં સે અચ્છા’, જુઓ ખાસ વીડિયો

|

Feb 06, 2022 | 7:49 PM

સ્વતંત્રતા દિવસની 50મી વર્ષગાંઠ નિમિત્તે 14-15 ઓગસ્ટ 1997ના રોજ સંસદ આખી ભરાયેલી હતી. તેમણે સંસદમાં 'સારે જહાં સે અચ્છા' ગાવાનું શરૂ કરતાં જ આખું ગૃહ તેમના મધુર અવાજથી ગૂંજી ઊઠ્યું હતુ.

લતા મંગેશકરે સાંસદ તરીકે ક્યારેય પગાર ભથ્થું નથી લીધું, સંસદમાં જ્યારે ગાયું સારે જહાં સે અચ્છા, જુઓ ખાસ વીડિયો
Lata Mangeshkar never took salary allowance while being an MP

Follow us on

ભારત રત્ન સૂરોની રાણી લતા મંગેશકર (Lata Mangeshkar) તેમના હૃદય જેટલા જ મોટા ગાયિકા હતા. લતા મંગેશકર હંમેશા સ્વાભિમાન સાથે જીવન જીવવાનું પસંદ કરતા હતા. લતા મંગેશકર છ વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન તેમણે એક પણ વખત પગાર ભથ્થાનો ચેક લીધો ન હતો. એટલું જ નહીં, લતા મંગેશકરે સાંસદ રહીને ક્યારેય આવી કોઈ સુવિધા લીધી ન હતી, જે સાંસદ તરીકે આપવામાં આવે છે. વર્ષ 1999માં લતા મંગેશકરને રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકર 2005 સુધી સાંસદ રહ્યા. આ દરમિયાન તેમણે સાંસદ તરીકે ક્યારેય પગાર કે કોઈ પ્રકારનું ભથ્થું લીધું નથી.

લતા મંગેશકરે રાજ્યસભાના સાંસદ હોવા છતાં દિલ્હીમાં સાંસદોનું નિવાસસ્થાન લીધું ન હતું. એવું કહેવાય છે કે રાજ્યસભાના સાંસદ રહીને જ્યારે પણ તેમને સાંસદ તરીકે પગારનો ચેક આપવામાં આવ્યો હતો, ત્યારે તેમણે દર વખતે તે પરત કર્યો હતો. લતા મંગેશકર હંમેશા સેટ પર લોકો સાથે વાત કરતા અને તેમની સમસ્યાઓ સાંભળીને દુઃખી થઈ જતા તે ઘણીવાર સેટ પર હાજર લોકો માટે ગિફ્ટ લાવતા હતા.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

લતા મંગેશકરે સંસદમાં પણ પોતાનો સૂરીલો અવાજ રજૂ કર્યો હતો. પ્રસંગ હતો સ્વતંત્રતા દિવસની 50મી વર્ષગાંઠનો. સ્વતંત્રતા દિવસની 50મી વર્ષગાંઠ નિમિત્તે 14-15 ઓગસ્ટ 1997ના રોજ સંસદ આખી ભરાયેલી હતી. તેમણે સંસદમાં ‘સારે જહાં સે અચ્છા’ ગાવાનું શરૂ કરતાં જ આખું ગૃહ તેમના મધુર અવાજથી ગુંજી ઉઠ્યું હતુ. લતા મંગેશકરની આ જૂની યાદ લોકસભાના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવી છે.

ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરે આજે સવારે 8:12 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, મલ્ટિઓર્ગન ફેલ્યોર થવાના કારણે તેનું મોત થયું છે. તે છેલ્લા 26 દિવસથી ICUમાં દાખલ હતા.

થોડા દિવસો પહેલા તબીબોએ માહિતી આપી હતી કે તેમની તબિયત હવે સારી છે અને તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા છે, પરંતુ શનિવારે ફરી એકવાર તેમની તબિયત બગડતાં તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જોકે બાદમાં તેઓ ઈન્ફેક્શનમાંથી સાજા થઈ ગયા હતા, પરંતુ પછી અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી.

 

આ પણ વાંચો –

ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો –

આમિર ખાન સાથે હંમેશાથી કામ કરવા માંગતો હતો નાગા ચૈતન્ય, બોલિવૂડ ડેબ્યૂ પર કહી આ વાત

Next Article