Bollywood news : ચેહરેથી ડેબ્યુ કરનાર ક્રિસ્ટલ ડિસૂઝા ઇમરાન હાશ્મી બાદ આ એક્ટર સાથે કરશે કામ

એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝાએ (Krystle D Souza) ફિલ્મ ચેહરેથી (Chehre) બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં તેણે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ઈમરાન હાશ્મી (Emraan Hashmi) સાથે કામ કર્યું છે.

Bollywood news : ચેહરેથી ડેબ્યુ કરનાર ક્રિસ્ટલ ડિસૂઝા ઇમરાન હાશ્મી બાદ આ એક્ટર સાથે કરશે કામ
krystle d souza (File photo)
| Edited By: | Updated on: Oct 31, 2021 | 9:42 AM

ટીવીની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યા બાદ ક્રિસ્ટલ ડિસૂઝાએ (Krystle d souza) બોલિવૂડમાં ડેબ્યુ કરી ચુકી છે. તેણે ફિલ્મ ચેહરેથી (Chehre) બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ઈમરાન હાશ્મી (Emraan Hashmi) સાથે મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. હવે ક્રિસ્ટલના હાથમાં બીજી ફિલ્મ આવી ગઈ છે. તે ફરદીન ખાનની (Fardeen khan) ફિલ્મમાં જોવા મળશે.

ફરદીન ખાન 11 વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં તેણે કમબેકની જાહેરાત કરી હતી. તે બ્લાસ્ટ ફિલ્મથી કમબેક કરશે અને તેની સાથે ફિલ્મમાં ક્રિસ્ટલ ડિસૂઝા લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2012ની ફિલ્મ રોક, પેપર, સીઝરનું ઓફિશિયલ અડૉપ્ટશન છે.

ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરશે
ફરદીન ખાન સાથે રિતેશ દેશમુખ અને પ્રિયા બાપટ પણ બ્લાસ્ટ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે ફરદીન અને રિતેશ 14 વર્ષ બાદ ફરી એકવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ક્રિસ્ટલ ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. તેણે કહ્યું- હું ખૂબ જ ખુશ છું કે હું આ ફિલ્મનો ભાગ બનવા જઈ રહી છું.

આ ફિલ્મની સ્ક્રિપ્ટ સારી છે. જ્યારે મેં વાર્તા સાંભળી ત્યારે જ મને લાગ્યું કે મારે તેનો હિસ્સો બનવો જોઈએ. મારું પાત્ર ઘણું સારું છે. અમારી ટીમ શાનદાર છે અને હું તેના પર કામ કરવા માટે રાહ જોઈ શકતી નથી.

રિતેશ દેશમુખે વખાણ કર્યા
ક્રિસ્ટલે આગળ કહ્યું- હું હંમેશાથી રિતેશને ઓનસ્ક્રીન ખૂબ જ પસંદ કરું છું. તે તેના રોલને શાનદાર રીતે એપ્રોચ કરે છે. ફરદીન એ શ્રેષ્ઠ છે જેને આપણે ઘણી ફિલ્મોમાં મિસ કર્યા છે. હું જાણું છું કે આ ફિલ્મમાં કામ કરવું કોઈ સપનાથી ઓછું નહીં હોય.

ફિલ્મની વાત કરવામાં આવે તો તેની વાર્તા મુંબઈના ડોંગરી વિસ્તાર પર આધારિત છે. જેમાં રિતેશ અને ફરદીન એકબીજાની સામે જોવા મળશે.ટી-સિરીઝ અને સંજય ગુપ્તા દ્વારા પ્રસ્તુત, બ્લાસ્ટ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, અનુરાધા ગુપ્તા અને સંજય ગુપ્તા દ્વારા કરવામાં આવશે અને તેનું નિર્દેશન કૂકી ગુલાટી દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો : Nawab Malik : ક્રૂઝ રેવ પાર્ટીમાં એક રેસ્ટોરન્ટથી આવ્યું હતું જમવાનું, તેની સાથે ડ્રગ્સ પણ મોકલવામાં આવ્યું: નવાબ મલિકનો નવો દાવો

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આજે પણ મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે

Follow Us