ચીકુ કી મમ્મી દુર કી સિરિયલનો ચોંકાવનારો અહેવાલ, જાણો મિથુન ચક્રવર્તીની ફી વિશે

|

Sep 02, 2021 | 10:38 AM

મિથુન ચક્રવર્તી પહેલીવાર ટીવી સિરિયલના પ્રોમોમાં જોવા મળ્યા છે. તેમણે જે રીતે આ શોને દર્શકો સમક્ષ રજૂ કર્યો છે, તે સ્ટાઇલને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

ચીકુ કી મમ્મી દુર કી સિરિયલનો ચોંકાવનારો અહેવાલ, જાણો મિથુન ચક્રવર્તીની ફી વિશે
know how much fees mithun chakraborty charged for chikoo ki mummy durr ki

Follow us on

સ્ટાર પ્લસનો નવો શો ‘ચીકુ કી મમ્મી દુર કી’ (Chikoo Ki Mummy Durr Ki) ટૂંક સમયમાં ઓન એર થવા જઈ રહ્યો છે. પરિધિ શર્માના (Paridhi Sharma) ચાહકો પણ આ શોના રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ, સ્ટાર પ્લસ દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમોમાં, બોલિવૂડના દિગ્ગજ મિથુન ચક્રવર્તીએ (Mithun Chakraborty) ટૂંક સમયમાં શરૂ થનારી સિરિયલ વિશેની આતુરતા બતાવી છે, શો સાથેના તેના જોડાણને યાદ કરીને. આ લોન્ચ માટે તેમનો ઉત્સાહ ખુબ વધી ગયો છે.

ઘણીવાર જ્યારે પણ કોઈ બોલિવૂડ અભિનેતા ટીવી સિરિયલ માટે હા કહે છે, ત્યારે તે કલાકારો મોટી રકમ લે છે. જો કે, કેટલીકવાર તેઓ તેમની ફીમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. જ્યારે પ્રોજેક્ટ તેમના હૃદયની નજીક હોય અને કેટલીકવાર તે ફક્ત પ્રોજેક્ટ સાથેના તેમના ભાવનાત્મક જોડાણને કારણે ઓછી ફીમાં કામ કરતા હોય છે. આનું તાજું ઉદાહરણ પ્રસિદ્ધ ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી છે. મિથુન ચક્રવર્તી તેના પ્રોજેક્ટ્સ માટે લાખો ચાર્જ લે છે. પણ ‘ચીકુ કી મમ્મી દૂર કી’ની વાર્તા અલગ છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ચીકુની વાર્તા તદ્દન સંઘર્ષપૂર્ણ

મિથુન ચક્રવર્તી, જે તાજેતરમાં જ ‘ચીકુ કી મમ્મી દૂર કી’ના લેટેસ્ટ પ્રોમોમાં જોવા મળ્યા હતા, તેમણે આ એન્ટ્રીથી તેમના ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઇન્ડસ્ટ્રીના મિથુન દા સાથે આ પ્રોમો શૂટ કરવા પાછળનું કારણ તેમનો વ્યક્તિગત સ્વભાવ હતો. આ શો ચીકુની સંઘર્ષભરી યાત્રાનું વર્ણન કરે છે જે જીવનમાં મિથુન દાની જેમ મહેનતથી સફળતા મેળવવા માંગે છે. તેથી આ વિચાર અને આ શો તેના જીવનની ખૂબ નજીક છે.

ફી ઘટાડી

જો સિરિયલની નજીકના સુત્રો માનીએ તો, “ચીકુ કી મમ્મી દૂર કી” ના પ્રોમોની સ્ક્રિપ્ટ વાંચ્યા પછી, મિથુન ચક્રવર્તીને તેની જીવનની અમુક ઘટનાઓ યાદ આવી. તે ચીકુ સાથે ખૂબ ભાવનાત્મક રીતે જોડાયેલ લાગે છે અને તેના અંગત સ્વભાવને ધ્યાનમાં રાખીને તેની ફી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. મિથુન એવા પ્રોજેક્ટ કરવા માટે જાણીતા છે કે જેની સાથે તેઓ ખરેખર જોડાયેલા હોય.

 

 

આ પણ વાંચો: OMG: કેમ ભણસાલીએ લીધો આટલો મોટો નિર્ણય? ગંગુબાઈ કાઠિયાવાડીમાંથી હટાવવામાં આવશે ઇન્ટિમેટ સીન!

આ પણ વાંચો: કુછ તો ગડબડ હૈ: ‘ટાઈગર 3’ માં રોલની વાત નકારીને તુર્કી જવા રવાના આ મોટો અભિનેતા, જ્યાં ચાલી રહી છે શૂટિંગ

Next Article