Sidharth Shukla Net Worth : ‘બિગ બોસ’ વિજેતા સિદ્ધાર્થ શુક્લા કરોડોની સંપત્તિના માલિક હતા, જાણો અભિનેતાની નેટવર્થ

|

Sep 02, 2021 | 1:16 PM

સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ સિઝન 13ના વિજેતા બન્યા બાદ તેમના કરિયરને નવી ઉડાન મળી હતી, ત્યારે આજે અમે તમને અભિનેતાની નેટવર્થ વિશે જણાવીશું

Sidharth Shukla Net Worth : બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લા કરોડોની સંપત્તિના માલિક હતા, જાણો અભિનેતાની નેટવર્થ
Siddharth Shukla

Follow us on

Sidharth Shukla Net Worth : અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયુ છે. મુંબઈની કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થના મોતની પુષ્ટિ કરી હતી. મળતી માહિતી મુજબ, અભિનેતાનું મૃત્યુ હાર્ટ એટેકથી (Heart Attack) થયું હતું. તેમના નિધનથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

સિદ્ધાર્થ શુક્લાએ ટીવી સિરિયલો દ્વારા ચાહકોના (Fans) દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. અભિનેતાએ ‘બાલિકા વધુ’ સિરિયલમાં શિવની ભૂમિકા ભજવીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આ મશહુર અભિનેતાની નેટ વર્થ કેટલી છે.

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની નેટ વર્થ

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

Caknowledge.com અનુસાર દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની નેટવર્થ (Net Worth) ખુબ સારી હતી. 2020 સુધીમાં અભિનેતાની નેટવર્થ $ 1.5 મિલિયન છે, (11.25 કરોડ રૂપિયા) જે એક ટીવી અભિનેતા માટે ઘણી મોટી રકમ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાને મોટાભાગની કમાણી ટીવી શો (TV Show) અને મોટી બ્રાન્ડ્સની જાહેરાતો દ્વારા થતી હતી. મળતી માહિતી મુજબ, સિદ્ધાર્થ સામાજિક કાર્યોમાં ઉમદાભેર ભાગ લેતા અને અનેક સંસ્થામાં ઘણું દાન પણ આપતા હતા.

અભિનેતાનું ઘર અને વાહનો

સિદ્ધાર્થનું મુંબઈમાં (Mumbai) એક ઘર છે, જ્યાં તે તેના પરિવાર સાથે રહેતો હતો. મળતી માહિતી મુજબ તેણે આ ઘર તાજેતરમાં જ ખરીદ્યું છે. ઉપરાંત અભિનેતાને ગાડીઓનો ખૂબ શોખ હતો. તેની પાસે BMW X5 તેમજ હાર્લી-ડેવિડસન ફેટ બોબ મોટર સાઈકલ છે.

બિગ બોસ 13 જીત્યા બાદ સિદ્ધાર્થ ખૂબ જ લોકપ્રિય (Famous) બન્યો હતો. તાજેતરમાં જ અભિનેતાએ પોતાનું ડિજિટલ ડેબ્યુ પણ કર્યું હતું. તે “બ્રોકન બટ બ્યુટીફુલ” સિરિઝમાં જોવા મળ્યા હતા. સિદ્ધાર્થને આ સિરિઝ માટે ઘણી પ્રશંસા મળી હતી. બિગ બોસ જીત્યા બાદ અભિનેતાની કારકિર્દીને (Career) નવી ઉડાન મળી.

 

આ પણ વાંચો: Breaking News: અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, માત્ર 40 વર્ષની ઉંમરે કહ્યું અલવિદા

આ પણ વાંચો:  ચીકુ કી મમ્મી દુર કી સિરિયલનો ચોંકાવનારો અહેવાલ, જાણો મિથુન ચક્રવર્તીની ફી વિશે

Published On - 1:05 pm, Thu, 2 September 21

Next Article