Kishore Kumar Biopic: કિશોરકુમારની બાયોપીક બનાવશે અમિતકુમાર, શરૂ કર્યુ રીસર્ચ

|

Aug 11, 2021 | 8:15 PM

અમિત કુમાર કહેવું છે કે તેમણે તેમના પિતા કિશોર કુમાર પર સંશોધન શરૂ કર્યું છે. તેણે કહ્યું કે તે પહેલા તેના પરિવારના સભ્યો પાસેથી પિતા કિશોર કુમાર વિશે ઘણી માહિતી એકઠી કરી રહ્યા છે

Kishore Kumar Biopic: કિશોરકુમારની બાયોપીક બનાવશે અમિતકુમાર, શરૂ કર્યુ રીસર્ચ
અમિત કુમાર અને કિશોર કુમાર (File Image)

Follow us on

છેલ્લા કેટલાંક સમયથી બોલીવુડમાં સુપ્રસિદ્ધ ગાયક અને અભિનેતા કિશોર કુમાર (Kishore Kumar)ની બાયોપિક બનાવવા અંગેની ચર્ચાઓ સંભળાઈ રહી છે. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે શૂજિત સરકાર કિશોર કુમારના જીવનની યાદગાર ક્ષણોને મોટા પડદા પર લાવવા જઈ રહ્યા છે. ત્યારબાદ અનુરાગ બાસુએ કિશોર કુમારની બાયોપિક બનાવવાની પહેલ કરી છે એવું સાંભળવા મળ્યું હતું. જો કે હાલમાં આ બંને ફિલ્મ નિર્માતાઓની કિશોર કુમારની બાયોપિક બનાવવાની યોજના ઠંડી પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો

હવે સ્પોટબોયના એક અહેવાલ મુજબ કિશોર કુમારના પુત્ર અમિત કુમારે તેમના પિતાની બાયોપિક બનાવવાનું બીડુ ઝડપ્યું છે. આનું કારણ જણાવતાં અમિત કુમાર કહે છે કે કિશોર કુમારને તેમના પરિવાર કરતા વધુ સારી રીતે કોણ જાણી શકે. એક રિપોર્ટ અનુસાર અમિત કુમારે કહ્યું કે મારી ઈચ્છા છે કે અમે બાયોપિક બનાવીએ, કારણ કે તેમને તેમના પરિવારથી વધુ સારી રીતે કોણ જાણી શકે?

 

શૂટીંગમાં લાગશે સમય

અમિત કુમાર કહેવું છે કે તેમણે તેમના પિતા કિશોર કુમાર પર સંશોધન શરૂ કર્યું છે. તેણે કહ્યું કે તે પહેલા તેના પરિવારના સભ્યો પાસેથી પિતા કિશોર કુમાર વિશે ઘણી માહિતી એકઠી કરી રહ્યા છે અને ત્યારબાદ અમે શૂટિંગ શરૂ કરીશું.

 

અમિત કુમારનું માનવું છે કે કિશોર કુમારની બાયોપિકનું શૂટિંગ શરૂ થવામાં ઘણો સમય લાગશે. અમિત કુમારે કહ્યું કે અમે જાણીએ છીએ કે સ્ક્રિપ્ટ ડેવલોપ કરવામાં એક વર્ષ જેટલો સમય લાગશે. તેમાં ઘણી મહેનત છે અને આગળની મુસાફરી પણ ઘણી લાંબી છે.

 

અમિત કુમાર દ્વારા બનનારી આ બાયોપિકમાં કિશોર કુમારની ભૂમિકા કોણ ભજવશે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ અનુરાગ બસુ કિશોર કુમાર પર જે ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે તેમાં તેની રણબીર કપૂર પ્રથમ પસંદગી છે. અનુરાગ બાસુ ઈચ્છે છે કે કિશોર કુમારની બાયોપિકમાં રણબીર કપૂર આ ભૂમિકા ભજવે.

 

દરેક વ્યક્તિ ખાસ કરીને કિશોર કુમારના ચાહકો કિશોર કુમારના જીવન વિશે જાણવા માટે આતુર છે. કિશોર કુમારની બાયોપિક દ્વારા ફિલ્મ નિર્માતાઓ તેમની ખુશીની ક્ષણોને લઈને દુ:ખ સુધીની વિષય વસ્તુને મોટા પડદા પર બતાવવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છે. આમાં તેમની ફિલ્મી કારકિર્દીના સંઘર્ષના દિવસો અને તેમની લવસ્ટોરીઝ પણ બતાવવાનું આયોજન છે. ત્યારે કિશોર કુમારની બાયોપિકની સત્તાવાર જાહેરાત ક્યારે કરવામાં આવશે એ જોવું રહ્યું.

 

 

આ પણ વાંચો : Bigg Boss Ottમાં એન્ટ્રી કરતા જ અક્ષરા સિંહે પોતાની ક્યુટનેસથી જીત્યુ ચાહકોનું દિલ,જુઓ Photos

Next Article