Viral Video: ગાય-ભેંસ વચ્ચે કિલી પોલે કર્યો જોરદાર ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Viral Video: હાલમાં કિલી પોલે (Kili Paul) રણબીરના ગીત પર ડાન્સ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ ફેન્સ કિલીના ડાન્સ મૂવ્સના વખાણ કરી રહ્યા છે.

Viral Video: ગાય-ભેંસ વચ્ચે કિલી પોલે કર્યો જોરદાર ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
Kili Paul dance video
| Edited By: | Updated on: Feb 26, 2023 | 5:56 PM

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કિલી પોલને હવે કોઈ ઓળખની જરૂર નથી. હિન્દી ગીતો પ્રત્યેનો તેમનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. કિલી પોલ બોલીવુડના ગીતો પર લિપસિંક કરીને રાતોરાત ફેમસ થઈ ગયો છે. કિલી પોલના વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થઈ રહ્યા છે. કિલી પોલ ભારતમાં એટલો ફેમસ થઈ ગયો છે કે પીએમે પણ તેના નામનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં તેને રણબીરના ગીત પર ડાન્સ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

રણબીરના ડાન્સ હૂક સ્ટેપ્સને કર્યા કોપી

સોશિયલ મીડિયા સ્ટાર કિલી પોલ દરરોજ તેના ડાન્સ વીડિયો દ્વારા ફેન્સને એન્ટરટેઈન કરતો જોવા મળે છે. હાલમાં જ તેને રણબીર કપૂરની ફિલ્મ તુ જૂઠી મેં મક્કારના ગીત પર ડાન્સ કર્યો છે. આ વીડિયોમાં કિલી ગામની ગાયો અને ભેંસોની વચ્ચે ‘પ્યાર હોતા કઈ બાર હૈ’ ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં કિલીએ રણબીરના ડાન્સ હૂક સ્ટેપ્સને બરાબર કોપી કર્યા છે.

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ ફેન્સ કિલીના ડાન્સ મૂવ્સના વખાણ કરી રહ્યા છે. એક યુઝર પર કોમેન્ટ કરતાં લખ્યું, ‘અદ્ભુત કિલી ભાઈ’. તો ત્યાં અન્ય એક યુઝરે લખ્યું કે, ‘અબ ભારત આ જાઓ’.

આ પણ વાંચો : લગ્ન પહેલા તારક મહેતાની દુલ્હન ચાંદનીની જોવા મળી પહેલી ઝલક, કોકટેલ પાર્ટીમાં એકસાથે જોવા મળ્યું આ કપલ

હિન્દી શીખવા માંગે છે કિલી પોલ

કિલી પોલે હાલમાં જ એક ભોજપુરી ગીત પર ડાન્સ વીડિયો શેયર કર્યો છે. આ વીડિયો શેયર કરતી વખતે તેને હિન્દી શીખવાની જાહેરાત કરી હતી. વીડિયો શેયર કરતી વખતે કિલીએ કેપ્શનમાં લખ્યું, મારા દિલમાં ભોજપુરી ગીતો પ્રત્યેના પ્રેમ અને ભારત પ્રત્યેના પ્રેમની કોઈ સીમા નથી. ટૂંક સમયમાં હું હિન્દી શીખવા જઈ રહ્યો છું, તમારા બધાનો ખૂબ પ્રેમ.

તમને જણાવી દઈએ કે કિલી પોલ અને તેની બહેન નીમા પોલ બોલિવૂડના હિન્દી ગીતો પર વીડિયો બનાવીને દુનિયાના ખૂણે ખૂણે ફેમસ થઈ ગયા છે. થોડા સમય પહેલા કિલી અને નીમાને ભારતીય હાઈ કમિશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ જાણકારી તેમને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.