Shershaahમાં કેપ્ટન વિક્રમ બત્રાના અંતિમ સંસ્કારનું દ્રશ્ય જોઈને રડી પડી કિયારા અડવાણી, વાયરલ થયો વીડિયો

|

Aug 17, 2021 | 12:09 AM

તમને જણાવી દઈએ કે ફિલ્મ શેરશાહ (Shershaah)ને દર્શકો દ્વારા ખૂબ પ્રશંસા મળી છે. ફિલ્મમાં કેપ્ટન વિક્રમ બત્રા (Captain Vikram Batra)ની ભૂમિકા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ભજવી છે.

Shershaahમાં કેપ્ટન વિક્રમ બત્રાના અંતિમ સંસ્કારનું દ્રશ્ય જોઈને રડી પડી કિયારા અડવાણી, વાયરલ થયો વીડિયો
Kiara Advani

Follow us on

ભારતના 75માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ફિલ્મ ‘શેરશાહ’ (Shershaah)ના નિર્માતાઓએ ફિલ્મનું ગીત ‘ મન ભરૈયા 2.0 ‘ રિલીઝ કર્યું હતું. પહેલીવાર આ ગીત જોયા પછી ફિલ્મની અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani)ની પ્રતિક્રિયા ખૂબ જ લાગણીશીલ હતી. આ ગીત પણ એવી પરિસ્થિતિ પર ફીટ કરવામાં આવ્યું હતું, જેને જોઈને કદાચ કોઈની આંખો પણ ભીની થઈ શકે છે. ફિલ્મમાં આ ગીત ત્યારે વગાડવામાં આવે છે, જ્યારે કેપ્ટન વિક્રમ બત્રાના અંતિમ સંસ્કારનું દ્રશ્ય બતાવવામાં આવી રહ્યું છે. આ ગીત બે લવ બર્ડ્સને હંમેશા માટે અલગ થવાની વાર્તા પર દર્દને પુરી રીતે જસ્ટિફાય કરે છે.

 

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

 

કિયારા અડવાણીનો રડતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ફિલ્મનું ગીત મન ભરૈયા 2.0 પોતાના ફોન પર જોઈ રહી છે અને તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. માત્ર કિયારા જ નહીં, જ્યારે લોકો ટીવી પર અથવા ફોન પર વિક્રમ બત્રાના અંતિમ સંસ્કારનું દ્રશ્ય જોતા હશે, ત્યારે તેમની આંખો પણ ભીની થઈ ગઈ હશે. કિયારા અડવાણી જેને કેપ્ટન વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ ડિમ્પલ ચીમાનું પાત્ર ભજવ્યું છે, તેમને કોઈએ જોયા નથી, પરંતુ શેરશાહની છેલ્લી વિદાય વખતે તેમની સાથે શું થયું હશે, તે આપણે કિયારાના અભિનયમાં જોવા મળે છે.

 

 

 

 

કિયારા અડવાણીનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કિયારાએ પણ પોતાનો આ વીડિયો તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. તે જ સમયે કિયારાનો આ વીડિયો શેર કરતી વખતે ચાહકો કેપ્ટન વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ ડિમ્પલને યાદ કરી રહ્યા છે, કેવી રીતે એક છોકરીએ તેમના પ્રેમની ખાતર જીંદગીભર તેની જગ્યા અન્ય કોઈને ન આપી.

 

 

તમને જણાવી દઈએ કે ફિલ્મ શેરશાહને દર્શકોએ ખૂબ વખાણી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફિલ્મમાં કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં કેપ્ટન વિક્રમ બત્રાની સૈનિકોની જીંદગી અને પર્સનલ લાઈફ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાઓએ કેપ્ટન વિક્રમ અને ડિમ્પલની પ્રેમ કહાનીને પડદા પર ખૂબ જ સુંદર રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં ક્યાંય પણ કૃત્રિમતા જોવા મળતી નથી. સિદ્ધાર્થ કેપ્ટન વિક્રમ બત્રાના પાત્રમાં પરફેક્ટ બેસે છે, પરંતુ કિયારાએ પણ ડિમ્પલ ચીમાના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે.

 

 

આ પણ વાંચો :- રિતેશ દેશમુખનું ઓટીટી ડેબ્યૂ, તમન્ના ભાટિયા સાથે Plan A Plan B માં કરશે ધમાલ

 

આ પણ વાંચો :- Shanaya Kapoor યેલો લહેંગામાં લાગી ખુબજ સ્ટનિંગ, કિમત જાણીને ઉડી જશે હોશ

Next Article