KGF Chapter 3 : સુપરસ્ટાર યશે તેની અપકમિંગ ફિલ્મ વિશે કહી આ વાત

|

Apr 27, 2022 | 6:50 PM

KGF ચેપ્ટર 2ની જોરદાર સફળતા હજુ પણ અકબંધ છે. તાજેતરમાં, અભિનેતા યશે (Superstar Yash) એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અમે પાર્ટ 3 લાવવાની યોજના બનાવી રહ્યા છીએ. રોકી ભાઈની વાર્તા હજી પૂરી થઈ નથી.

KGF Chapter 3 : સુપરસ્ટાર યશે તેની અપકમિંગ ફિલ્મ વિશે કહી આ વાત
Superstar Yash (File Photo)

Follow us on

સુપરસ્ટાર યશ (Superstar Yash) સ્ટારર ‘KGF ચેપ્ટર 2’ એ તેની રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. દર્શકોને આ ફિલ્મ એટલી પસંદ આવી છે કે હવે ચાહકો તેના ત્રીજા ભાગની (KGF Chapter 3) ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. KGF ચેપ્ટર 2 માં, યશે તેના ધમાકેદાર અભિનય અને વિસ્ફોટક દ્રશ્યોથી વિશ્વભરના થિયેટરોમાં પ્રભુત્વ જમાવ્યું હતું. જેનું પરિણામ એ આવ્યું કે આ ફિલ્મનો ક્રેઝ હજુ પણ બરકરાર છે. માત્ર દર્શકો જ નહીં, ઘણા સેલેબ્સ પણ યશના ફેન બની ગયા છે.

આટલું જ નહીં, ગત તા. 14મી એપ્રિલે રિલીઝ થયેલી ફિલ્મ હજુ પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે અને ઘણી કમાણી કરી રહી છે. આ દરમિયાન, લોકપ્રિય અભિનેતા યશે KGF ચેપ્ટર 3 વિશે વાત કરી છે.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

એક જાણીતા અંગ્રેજી મેગેઝીન સાથેની મુલાકાતમાં, યશે આ ફિલ્મના ત્રીજા ભાગની ચર્ચા કરી હતી. તેણે કહ્યું કે આગામી ભાગમાં પણ ધમાકેદાર દ્રશ્યો હશે અને તેની વાર્તા પણ અલગ હશે. રોકીના જીવન અને તેની વાર્તામાં હજુ ઘણું બાકી છે, જે ત્રીજા ભાગમાં બતાવવામાં આવશે.

યશે આગળ કહ્યું કે પ્રશાંત અને મેં KGF 3 માટે ઘણાં સીન પ્લાન કર્યા છે. એવી ઘણી વસ્તુઓ હતી જે આપણે પ્રકરણ 2 માં બતાવી શક્યા નથી. એટલા માટે અમે તે દ્રશ્યો KGF ચેપ્ટર 3 માટે સાચવ્યા છે. અમે ઘણા રસપ્રદ પ્લાન્સ વિશે વિચાર્યું છે, પરંતુ હવે તેમને થોડા સમય માટે હોલ્ડ પર મુક્યા છે.

KGF ચેપ્ટર 2 અને 3 માટે કોઈ આયોજન ન હતું

આગળ વાત કરતા યશે જણાવ્યું કે, પ્રશાંત નીલે પહેલા માત્ર એક સામાન્ય ફિલ્મ તરીકે KGF બનાવવાની યોજના બનાવી હતી. અગાઉ તેણે તેની સિક્વલ વિશે વિચાર્યું ન હતું. પરંતુ, જ્યારે ફિલ્મનું અડધું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું હતું, ત્યારે ટીમે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ફરીથી કામ કરવાનું નક્કી કર્યું હતું. જેનું પરિણામ એ આવ્યું કે ફિલ્મ એક નહીં પણ બે ભાગમાં બનશે. જે પછી અમે ફિલ્મના શ્રેષ્ઠ દ્રશ્યો ‘KGF ચેપ્ટર 2’માં મૂક્યા હતા.

મને ડર હતો કે ફિલ્મ ફ્લોપ ન થઈ જાય : યશ

જ્યારે ફિલ્મ હિટ થઈ ત્યારે અભિનેતાએ કહ્યું, “પહેલા મને ડર હતો કે જો પહેલો ભાગ ફ્લોપ થશે, તો અમે બીજા ભાગ પર કામ કરી શકીશું નહીં. પરંતુ, પહેલો અને બીજો ભાગ સુપરહિટ થતાં જ અમે આગળની વાર્તા પર કામ કરવાનું શરૂ કર્યું. હવે અમે આગળના ભાગ પર કામ કરી રહ્યા છીએ.

બીજા ભાગ માટે ઘણી રાહ જોવી પડી હતી 

અત્રે ઉલ્લેખનીય છે કે, KGF ચેપ્ટર 2 ફિલ્મનો ક્લાઈમેક્સ અધૂરો છોડી દેવામાં આવ્યો છે. અંતમાં, રમિકા સેને રોકી ભાઈ માટે ડેથ વોરંટ જારી કર્યું. જેના પછી રોકી મરી જશે કે જીવશે? આના પર કોઈ સીન ફિલ્માવવામાં આવ્યો નથી. લોકોની ઉત્સુકતા વધારવા માટે ફિલ્મનો અંત અડધો સીન આપીને કરવામાં આવ્યો હતો.

આ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2018માં રિલીઝ થયો હતો. લાંબી રાહ જોયા બાદ 2022માં બીજો ભાગ આવ્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ચાહકોને ત્રીજા ભાગ માટે કેટલી રાહ જોવી પડી શકે છે.

આ પણ વાંચો – Television News: શું Koffee With Karan 7 પર લાગશે તાળું? સોશિયલ મીડિયા પર ઉઠી બહિષ્કારની માંગ

Next Article