હેલીકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત (Bipin Rawat) અને તેમની પત્નિના આકસ્મિક નિધનથી તમામ ભારતીય લોકો દુખી છે. સોશિયલ મીડિયા (Social Media) પર લોકો જ્યાં તેમને શ્રદ્ધાંજલી આપતી પોસ્ટ શેર કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક એવા પણ લોકો છે કે જેઓ આ ઘટના બાદ ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. ભારતના આ ઝાંબાઝ જવાનોના નિધન પર કથિત રીતે સોશિયલ મીડિયા પર ખુશી મનાવનાર સોશિયલ મીડિયા યૂઝર્સના વિરોધમાં કેરળ અને મલયાલમ ફિલ્મના નિર્દેશક અને સંઘ પરિવારના સમર્થક અલી અક્બરે ઇસ્લામ છોડવાની જાહેરાત કરી છે.
શુક્રવારે તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે ઇસ્લામ છોડવાની વાત જણાવી, તેમણે કહ્યુ ‘હુ આજથી મુસ્લિમ નથી રહ્યો. હું એક ભારતીય છું.’ તેમણે જનરલ રાવતના મૃત્યુ સાથે સંબંધિત સમાચારની નીચે હેપ્પી ઇમોજી મૂકનારાઓની ટીકા કરી અને કહ્યું કે તેઓ “રાષ્ટ્ર વિરોધી” સાથે ઊભા રહી શકતા નથી.
ફિલ્મ નિર્દેશકમાંથી રાજકારણી બનેલા અકબરે આ વર્ષે ઓક્ટોબરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાજ્ય સમિતિના સભ્ય તરીકેની તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું હતું. કારણ કે તેઓ ભાજપના રાજ્ય સચિવ એકે નઝીર વિરુદ્ધ કેરળ એકમના સંગઠન સ્તરની કાર્યવાહીથી દુ:ખી હતા. જો કે, અકબરે કહ્યું હતું કે તેઓ ભાજપના સભ્ય રહેશે.
એક તરફ સીડીએસ જનરલ બિપિન રાવત સહિત દેશના 13 હીરોના નિધન પર આખો દેશ રડી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક ઈસ્લામિક કટ્ટરપંથીઓ દેશના અસલી હીરોની વિદાય પર હસી રહ્યા છે. તેનાથી નિરાશ થઈને કેરળના મલયાલમ ફિલ્મોના ફિલ્મ નિર્દેશક અલી અકબરે ઈસ્લામ છોડીને હિંદુ ધર્મમાં પાછા ફરવાની જાહેરાત કરી છે. ફેસબુક લાઈવ પર ડિરેક્ટરે કહ્યું કે તે ઈસ્લામ છોડી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, 8 ડિસેમ્બર 2021ના રોજ સીડીએસ બિપિન રાવતના મૃત્યુ બાદ અકબરે ફેસબુક પર લાઈવ વીડિયો શૂટ કર્યો હતો. પરંતુ ફેસબુકે ફિલ્મ ડાયરેક્ટરનું એકાઉન્ટ એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધું હતું. આ પછી ફિલ્મ નિર્દેશકે બીજું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું અને તેના દ્વારા લાઈવ આવીને ઈસ્લામ છોડવાની જાહેરાત કરી.
ફેસબુક દ્વારા સીડીએસ રાવતને શ્રદ્ધાંજલિ આપતા ફિલ્મ નિર્દેશકે કહ્યું, “આ સ્વીકારી શકાય નહીં. તેથી જ હું મારો ધર્મ છોડી રહ્યો છું, તેણે લાઈવમાં કહ્યું, “હું જે કપડાં સાથે જન્મ્યો હતો તેનો એક ટુકડો હું ફેંકી રહ્યો છું. હકીકતમાં, જ્યારે ફિલ્મ નિર્દેશકે સીડીએસ રાવતના મૃત્યુ પર લાઇવ વીડિયો બનાવવાનું શરૂ કર્યું, ત્યારે કટ્ટરપંથી ઇસ્લામવાદીઓએ તેના વીડિયો પર હજારો હાસ્યજનક ઇમોજીસ મૂકીને તેની મજાક ઉડાવી, જેનાથી તેની ભાવનાઓને ઠેસ પહોંચી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –