KBC 13 માં બતાવવામાં આવ્યો ખોટો પ્રશ્ન અને જવાબ? દર્શકે કર્યો દાવો, શોના નિર્માતાએ આપી આ સલાહ

|

Sep 14, 2021 | 2:45 PM

KBC 13 ના એક સવાલ પર દર્શકોએ ઉઠાવેલા સવાલથી મેકર્સ પણ કદાચ પરેશાન છે. જાણો કયો હતો એ પ્રશ્ન જેમાં પર સવાલ ઉભા થયા છે. જોવું રહ્યું હવે જોવાનું રહેશે કે શોના નિર્માતા સિદ્ધાર્થ આ યુઝરના બીજા ટ્વીટનો શું જવાબ આપે છે.

KBC 13 માં બતાવવામાં આવ્યો ખોટો પ્રશ્ન અને જવાબ? દર્શકે કર્યો દાવો,  શોના નિર્માતાએ આપી આ સલાહ
Kbc 13 viewer claimed amitabh bachchan asked wrong question and give wrong answer show maker siddharth respond on it

Follow us on

કૌન બનેગા કરોડપતિના (Kaun Banega Crorepati) નિર્માતા સિદ્ધાર્થ બસુએ કેબીસી 13 ના તાજેતરના એપિસોડમાં પૂછાયેલા પ્રશ્ન અને જવાબ વિશે સવાલ ઉઠાવનાર દર્શકને જવાબ આપ્યો છે. દર્શક કહે છે કે સોમવારે શોમાં લોકસભા અને રાજ્યસભાને લગતો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને તેને આપવામાં આવેલા સાચા જવાબ, બંને ખોટા હતા. આ યુઝરની ટ્વીટનો જવાબ આપતા સિદ્ધાર્થે કહ્યું કે આમાં કંઈ ખોટું નથી.

સોમવારે અમિતાભ બચ્ચને સ્પર્ધક દિપ્તી તુપેને પૂછ્યું, હતું, ‘સામાન્ય રીતે ભારતીય સંસદની દરેક બેઠક આમાંથી શેના સાથે શરૂ થાય છે? આ પ્રશ્ન માટે ચાર વિકલ્પો હતા- 1. ઝીરો અવર, 2. ક્વેશ્ચન અવર, 3. લેજીસ્લેટીવ બિઝનેસ, 4. પ્રીવિલેઝ મોશન. સાચો જવાબ આપવામાં આવ્યો હતો- ક્વેશ્ચન અવર.

KBC ના સવાલ પર યુઝરે પ્રશ્ન ઉઠાવ્યો

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આશિષ ચતુર્વેદી નામના યુઝરે આ સવાલનો સ્ક્રીનશોટ અને તેનો જવાબ તેના ટ્વિટર પર શેર કર્યો છે. તેમાં લખ્યું – આજના KBC એપિસોડમાં ખોટો સવાલ અને જવાબ બતાવવામાં આવ્યો. મેં ટીવી પર ગૃહના ઘણા સત્રોને અનુસર્યા. સામાન્ય રીતે લોકસભાની બેઠક ઝીરો અવરથી શરૂ થાય છે અને રાજ્યસભા ક્વેશ્ચન અવરથી શરૂ થાય છે. મહેરબાની કરીને તપાસો. આશિષે આ ટ્વિટમાં શોના નિર્માતા સિદ્ધાર્થ અને અમિતાભ બચ્ચનને પણ ટેગ કર્યા છે.

https://twitter.com/ashishbnc/status/1437458513211445250?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1437458513211445250%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Ftelevision%2Fkbc-13-viewer-claimed-amitabh-bachchan-asked-wrong-question-and-give-wrong-answer-show-maker-siddharth-respond-on-it-823542.html

શોના મેકરે જવાબ આપ્યો

KBC ના આ દર્શકને જવાબ આપતા સિદ્ધાર્થે પોતાના ટ્વિટમાં લખ્યું – આમાં કોઈ ભૂલ નથી. કૃપા કરીને તમારી માહિતી માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યોની હેન્ડબુક તપાસો. બંને ગૃહોમાં, જ્યાં સુધી સ્પીકર દ્વારા નિર્દેશિત કરવામાં ન આવે, બેઠકો પરંપરાગત રીતે ક્વેશ્ચન અવરથી શરૂ થાય છે. તે પછી ઝીરો અવાર આવે છે.

https://twitter.com/ashishbnc/status/1437614888822591490?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1437614888822591490%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Ftelevision%2Fkbc-13-viewer-claimed-amitabh-bachchan-asked-wrong-question-and-give-wrong-answer-show-maker-siddharth-respond-on-it-823542.html

જો કે, આ દર્શક અહીં અટક્યો નહીં. સિદ્ધાર્થના જવાબ પછી પણ તેણે સવાલ ઉઠાવ્યો. બે સ્ક્રીન શોટ શેર કરતાં તેમણે લખ્યું – મિસ્ટર બાસુ, જવાબ આપવા બદલ આભાર. મેં લોકસભા અને રાજ્યસભાની વેબસાઈટ ક્રોસ ચેક કરી છે. બે સ્ક્રીનશોટ જુબાની આપે છે કે પ્રશ્ન અને જવાબ બંને ખોટા હતા. તમને જણાવી દઈએ કે રાજ્યસભાની બેઠક સવારે 11 વાગ્યે શરૂ થાય છે.

KBC 13 ના આ સવાલ પર દર્શકોએ ઉઠાવેલા સવાલથી મેકર્સ પણ કદાચ પરેશાન છે. હવે જોવાનું રહેશે કે શોના નિર્માતા સિદ્ધાર્થ આ યુઝરના બીજા ટ્વીટનો શું જવાબ આપે છે.

 

આ પણ વાંચો: માતા સીતાના રોલ માટે આટલા કરોડ માંગીને કરીના કપૂર થઈ હતી ટ્રોલ, હવે બેબોએ તોડ્યું મૌન

આ પણ વાંચો: Birthday Special: ખુબ ફિલ્મી છે આયુષ્માન-તાહિરાની લવ સ્ટોરી, લગ્ન પછી 4 વર્ષ રહ્યા એકબીજાથી દૂર

Next Article