કેટરીના કૈફ આ ગ્રીન શોર્ટ ડ્રેસમાં ઇન્ટરનેટ પર મચાવી રહી છે તહેલકો

કેટરીના કૈફ અવાર-નવાર તેના વિવિધ ફોટોશુટથી ઇન્ટરનેટ પર સનસનાટી ફેલાવતી જોવા મળે છે. કેટરીના કૈફ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. કેટરીનાની લોકપ્રિયતાનો પુરાવો એ છે કે, તેણીના ઇન્સ્ટાગ્રામ પર હાલમાં 6 કરોડથી પણ વધુ ફોલોવર્સ જોવા મળી રહ્યા છે.

કેટરીના કૈફ આ ગ્રીન શોર્ટ ડ્રેસમાં ઇન્ટરનેટ પર મચાવી રહી છે તહેલકો
Katrina Kaif Recent Photoshoot Image
| Edited By: | Updated on: Mar 11, 2022 | 8:09 PM

કેટરીના કૈફના (Katrina Kaif) આ ન્યુ ફોટોઝ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં કેટરીનાએ એક ઠંડાપીણાંની બ્રાન્ડ માટે માલદિવ્ઝના (Maldives) દરિયા કિનારા ખાતે શૂટિંગ પૂર્ણ કર્યું હતું. જેમાં તેણી અભિનેતા ધૈર્ય કારવા સાથે ફ્લર્ટ કરતી જોવા મળી હતી. આ વિડિયો જોયા બાદ અનેક લોકો તેણીના પતિ વિકી કૌશલને (Vicky Kaushal) તેમાં ટેગ કરી રહ્યા છે. કેટરીના કૈફ આ જાહેરાતના શૂટિંગ દરમિયાન અનેક નવા લૂકમાં જોવા મળી હતી. તેણી આ ફર્સ્ટ લૂકમાં લાઇટ ગ્રીન સ્ટ્રાઈપવાળા સ્વિમસ્યૂટ સાથે જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેણીનું સુંદર હાસ્ય જોઈને ચાહકોને પોતાની જાતને રોકી શક્યા નથી.

 

આ સ્વિમસ્યૂટની કિંમત આશરે રૂ. 17,000 જેટલી છે. આ સ્વિમસ્યૂટ લૂક તેણીએ મેચિંગ કલરની બિકિની અને ફ્લોરલ પ્રિંટેડ શોર્ટ્સ સાથે પૂર્ણ કર્યો છે. તેણીએ હાથમાં પિન્ક કલરની એક સ્ટેટમેન્ટ રિંગ પણ પહેરી છે. કેટરીના કૈફનો અન્ય કાતિલ લૂક લોકોના હોશ ઉડાવી રહ્યો છે. શૂટિંગ દરમિયાન, તેણીએ સેકન્ડ લૂક માટે કલર બ્લોક ડિઝાઇનની બિકિની પર તેની પસંદગી ઉતારી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, કેટરીનાએ વ્હાઇટ કલરનો ટ્રાન્સપરન્ટ શર્ટ પહેર્યો છે.

 

આ લૂકને વધુ શાનદાર બનાવવા માટે તેણીએ સ્કાઈ બ્લ્યુ કલરની બિકિની અને યેલ્લો- સ્કાઇ બ્લ્યુ કલરના બોટમ બ્રીફ કેરી કર્યું છે. આ લૂક માટે તેણીએ નેચરલ મેટ ફિનિશ મેકઅપ કર્યો છે. નેટિઝન્સને કેટરીનાનો આ લૂક તેના પતિ વિકી કૌશલની યાદ અપાવે છે. અનેક લોકોએ ક્મેન્ટ સેકશનમાં જઈને લખ્યું છે કે, ”શું તેણી આ વ્હાઇટ શર્ટ તેના પતિ પાસેથી લઈને પહેર્યો છે?”

કેટરીનાનો શૂટિંગ દરમિયાન થર્ડ લૂક પણ હવે સામે આવ્યો છે. કેટરીનાનો આ લૂક જોઈને લોકો તેને ‘મોસ્ટ ગ્લેમરસ’ કહી રહ્યા છે. કેટરીનાએ આ થર્ડ લૂક માટે ગ્રીન કલરના ફ્લોરલ પ્રિંટેડ કો -ઓર્ડ ટોપ & શોર્ટ સેટ્સ પસંદ કર્યો છે.

Katrina Kaif Viral Photoshoot Image

તેણીએ આ લુકને વધુ આકર્ષક બનાવવા માટે ગોલ્ડન કલરની બે ચેઇન્સ ગળામાં પહેરી છે અને કાનમાં ગોલ્ડન કલરની પાતળી ઇયર્રિગ્ઝ કેરી કર્યા છે. કેટરીનાએ હેરસ્ટાઇલ માટે બીચ વેવ્ઝ પસંદ કર્યા છે અને ન્યુડ ગ્લોસી મેકઅપ કરીને તેના આ ગ્લેમરસ લુકને પૂર્ણ કર્યો છે. જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કેટરીના આગામી સમયમાં સલમાન ખાન સાથે ‘ટાઈગર 3’ ફિલ્મમાં જોવા મળશે. તેણીનો પતિ વિકી કૌશલ ‘ગોવિંદા મેરા નામ’ ફિલ્મમાં જોવા મળશે.

આ પણ વાંચો – કેટરીના કૈફે અભિનેતા ધૈર્ય કારવા સાથે ફ્લર્ટ કરતી જોવા મળી, ચાહકોએ પતિ વિકી કૌશલને કર્યો ટ્રોલ