વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કેટરિના કૈફ આવી નજર, ફોટો થયા વાયરલ

વિક્કી કૌશલ (Vicky Kaushal)ની ફિલ્મ સરદાર ઉધમ (Sardar Udham) 16 ઓક્ટોબરે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. કેટરિના કૈફ (katrina Kaif) ફિલ્મના ખાસ સ્ક્રિનિંગમાં હાજર રહી હતી.

વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કેટરિના કૈફ આવી નજર, ફોટો થયા વાયરલ
Vicky Kaushal, Katrina Kaif
| Edited By: | Updated on: Oct 11, 2021 | 5:03 PM

વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif)ના અફેરના સમાચારો લાંબા સમયથી આવી રહ્યા છે. જો કે બંનેમાંથી કોઈ પણ તેમના સંબંધો વિશે ખુલીને વાત કરતું નથી. બંનેને ઘણી વખત સાથે સમય પસાર કરતા જોવામાં આવ્યા છે, પરંતુ તે બંને આ અંગે મૌન રહ્યા છે.

 

બંને ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા. વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમ (Sardar Udham) ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. કેટરિના તેની સ્ક્રિનિંગમાં જોવા મળી હતી. વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમ ઓટીટી પ્લેટફોર્મ પર 16 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા ખાસ સ્ક્રિનિંગ રાખવામાં આવી હતી. જ્યાં વિક્કીના પરિવાર સાથે કેટરિના કૈફ પણ પહોંચી હતી.

બંનેએ કરી ટ્વિનિંગ

સ્ક્રીનિંગની તસ્વીરો વાયરલ થઈ રહી છે. જેમાં બંને એક જ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. જ્યારે કેટરિનાએ સફેદ ટી-શર્ટ પહેર્યું હતું, વિક્કીએ સફેદ શર્ટ પહેર્યો હતો. જ્યારે કેટરિના કારની અંદર બેઠેલી જોવા મળી હતી, ત્યારે વિક્કીએ ફોટોગ્રાફરો માટે પોઝ આપ્યા હતા.

 

 

 

સગાઈના સમાચાર સામે આવ્યા હતા

થોડા સમય પહેલા વિક્કી કૌશલ અને કેટરિના કૈફની સગાઈના સમાચાર સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. તે જોયા પછી બધા ચોંકી ગયા હતા. પરંતુ થોડા કલાકોમાં કેટરિનાની ટીમે સાફ કરી દીધું કે આ એક અફવા છે. બંનેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. વિક્કી અને કેટરિનાની જોડી ખૂબ પસંદ કરવામાં આવી છે. બંનેની તસ્વીરો વાયરલ થતી રહે છે. બંનેએ સાથે કામ પણ કર્યું છે.

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો વિક્કી કૌશલ સરદાર ઉધમ પછી સૈમ બહાદુરમાં જોવા મળશે. ચાહકો તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે સરદાર ઉધમમાં ઉધમ સિંહની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને દરેકને ખૂબ પસંદ આવી રહ્યું છે.

 

બીજી બાજુ કેટરિના કૈફની વાત કરીએ તો તેની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) દિવાળીના તહેવાર પર થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત તે ટાઈગર 3 (Tiger 3), ફોન ભૂત (Phone Bhoot) અને ઝી લે ઝરામાં જોવા મળશે. તાજેતરમાં ટાઈગર 3 (Tiger 3)નું આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ પૂરું કરીને કેટરિના પાછી આવી છે.

 

આ પણ વાંચો :- Arjun Kapoorએ પોતાની માતાને યાદ કરતા ખૂબ જ ભાવુક પોસ્ટ કરી શેર, લખ્યું- ‘પ્લીઝ મારી સંભાળ રાખજો’

 

આ પણ વાંચો :- ‘ઈન ટુ ધ વાઈલ્ડ’નું ટીઝર થયું રિલીઝ, અજય દેવગણના દમદાર અવાજમાં છુપાયો જંગલનો ભય