Katrina Kaifએ સલમાન ખાન પર લગાવ્યા આરોપ, અભિનેતાએ આ રીતે કબૂલી પોતાની ભૂલ

બિગ બોસ 15 દર્શકોનું ઘણું મનોરંજન કરી રહ્યું છે. શોમાં દરરોજ નવા ટ્વિસ્ટ જોવા મળે છે. હાલમાં જ વીકેન્ડ કા વારનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જેમાં કેટરીના સલમાન પર આરોપ લગાવતી જોવા મળી રહી છે.

Katrina Kaifએ સલમાન ખાન પર લગાવ્યા આરોપ, અભિનેતાએ આ રીતે કબૂલી પોતાની ભૂલ
Katrina Kaif, Rohit Shetty, Salman
| Edited By: | Updated on: Oct 30, 2021 | 8:15 PM

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif) હાલમાં તેમની આગામી ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેત્રી હાલમાં જ ‘બિગ બોસ 15’ ( Bigg Boss 15)માં વીકેન્ડ કા વારમાં પહોંચી હતી. અભિનેત્રી સાથે નિર્દેશક રોહિત શેટ્ટી (Rohit Shetty) પણ જોવા મળ્યા હતા. કલર્સ ટીવીના નવા પ્રોમોમાં કેટરીના રમત દરમિયાન સલમાન (Salman khan) પર આરોપ લગાવતી જોવા મળે છે.

 

પ્રોમોમાં કેટરીના રોહિત સાથે સ્ટેજ પર જોવા મળે છે. એક રમતમાં તે અને સલમાન એક ટેબલ પર સામસામે બેઠા છે, જેમાં રોહિત જજની ભૂમિકા ભજવે છે. કેટરિનાએ સલમાન પર આરોપ લગાવ્યો કે યે શૂટ પે હમ દુર સે આતે હૈ (તે હંમેશા શૂટ પર દૂરથી આવે છે). આના પર સલમાન કબુલ હૈ કહે છે.

 

સલમાને આ સ્ટાઈલમાં ગીત ગાયું હતું

આ પછી કેટરીના સલમાનને કહે છે કે તેમણે મારા માટે એક ગીત ગાવું પડશે અને સલમાન ખાને તેમના મજેદાર ડાન્સ મૂવ્સ બતાવતા ‘ઓ મેરે દિલ કે ચેન’ ગાયું છે. જે સાંભળીને બધા હસવા લાગે છે. કેટરીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ વિકેડ કા વાર પર તેમના ખૂબસૂરત દેખાવની કેટલીક તસ્વીરો પણ શેર કરી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરતા તેમણે કેપ્શન લખ્યું, આજે બિગ બોસ પર અને 5 નવેમ્બરે સૂર્યવંશી સિનેમાઘરોમાં.

 

 

આ પહેલા પ્રોમોમાં સલમાન શમિતાથી ગુસ્સામાં જોવા મળે છે અને કહે છે કે જો મારું  ચાલે તો એપિસોડ સાયલન્ટમાં કાઢી નાખું અને આવું જ નહીં. વાસ્તવમાં સલમાન શમિતાને કહે છે કે શું તમે તમારી જાતને રાણી માનો છો, જેના પર શમિતા એટિટ્યુડ બતાવે છે અને કહે છે કે હું શું કરુ, મારો જન્મ આ રીતે થયો છે.

 

આ ફિલ્મોમાં સલમાન અને કેટરીનાએ સાથે કામ કર્યું હતું

કેટરીના અને સલમાને એક સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં 2019ની ફિલ્મ ‘ભારત’ (Bharat) છે. તેમની અન્ય ફિલ્મોમાં એક થા ટાઈગર (Ek Tha Tiger), ટાઈગર ઝિંદા હૈ (Tiger Zinda Hai), મૈને પ્યાર ક્યું કિયા (Maine Pyaar Kyun Kiya) અને હેલો (Hello)નો સમાવેશ થાય છે. સલમાને કેટરિનાની 2018ની ફિલ્મ ‘ઝીરો’ (Zero)માં સ્પેશિયલ ડાન્સ નંબર પણ કર્યો હતો.

 

તેમણે ઈશ્કબાઝી ગીતમાં શાહરૂખ ખાન સાથે સ્ટેજ શેર કર્યું હતું. તે જ સમયે, સલમાન ખાને તેમની આગામી ફિલ્મ અંતિમનું ટ્રેલર પણ રિલીઝ કર્યું છે. આમાં અભિનેતાની સાથે તેમના બનેવી આયુષ શર્મા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 26 નવેમ્બરે રિલીઝ થશે.

 

 

આ પણ વાંચો :- Naseeruddin Shah, અધ્યાયન સુમનની ડ્રામા-એડવેન્ચર ફિલ્મ ‘રણછોડ’નું ટીઝર રિલીઝ

 

આ પણ વાંચો :- Dia Mirzaએ આર માધવનના પુત્ર વેદાંતને સ્વિમિંગમાં 7 મેડલ જીતવા બદલ પાઠવ્યા અભિનંદન