Karwa Chauth 2021 Wishes :અમિતાભ બચ્ચનથી પંકજ ત્રિપાઠી સુધી, બોલિવૂડ સેલેબ્સે પાઠવી ચાહકોને શુભેચ્છા

આજે કરવા ચોથ (Karwa Chauth 2021) નો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ તહેવાર પર, અમિતાભ બચ્ચન સહિત ઘણા સેલેબ્સે પોસ્ટ શેર કરીને ચાહકોને અભિનંદન પાઠવ્યા છે.

Karwa Chauth 2021 Wishes :અમિતાભ બચ્ચનથી પંકજ ત્રિપાઠી સુધી, બોલિવૂડ સેલેબ્સે પાઠવી ચાહકોને શુભેચ્છા
Amitabh Bachchan, Jaya Bachchan
| Edited By: | Updated on: Oct 24, 2021 | 7:08 PM

કરવા ચોથનો તહેવાર આજે ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે પત્ની પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને સાંજે ચંદ્રના દર્શન કર્યા પછી જ આ વ્રત તોડે છે. બોલિવૂડમાં પણ આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. બોલિવૂડ સેલેબ્સે તેમના ચાહકોને કરવા ચોથના તહેવારની શુભેચ્છા પાઠવી છે.

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) ચારુ આસોપા (Charu Asopa સહિત ઘણા બોલિવૂડ અને ટીવી સેલેબ્સે ખાસ પોસ્ટ શેર કરીને આજના દિવસની ચાહકોને શુભેચ્છા પાઠવી છે.

અમિતાભ બચ્ચને શેર કરી એક તસ્વીર

અમિતાભ બચ્ચને પત્ની જયા બચ્ચન (Jaya Bachchan) સાથે એક સુંદર તસ્વીર શેર કરી છે.આ ફોટો કભી ખુશી કભી ગમ (Kabhi Khushi Kabhie Gham) ફિલ્મનો છે. ફોટામાં બિગ બી જયા બચ્ચનને ગળે લગાવી રહ્યાં છે. ફોટો શેર કરતા તેમણે લખ્યું- કરવા ચોથની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 

 


પંકજ ત્રિપાઠીએ વીડિયો શેર કર્યો છે

વીડિયોમાં પંકજ ત્રિપાઠી કહે છે કે નમસ્તે મિત્રો, આજકાલ દુનિયામાં ખૂબ જ વિચિત્ર ઘટનાઓ બની રહી છે. આજે આપણે પતિ-પત્ની કરવા ચોથની ઉજવણી કરી રહ્યા છીએ. આપ સૌને કરવા ચોથની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 

 


સુષ્મિતા સેનની ભાભી ચારુ આસોપા (Charu Asopa) એ પણ કરવા ચોથની શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાની એક ખૂબ જ સુંદર તસ્વીર શેર કરી છે. આ ફોટામાં ચારૂ દુલ્હનની જેમ સજ્જ જોવા મળી રહી છે. તેમણે પીળા રંગનો લહેંગા ચુનરી પહેરી છે. ફોટો શેર કરતા ચારુએ લખ્યું- હેપ્પી કરવા ચોથ તમામ સુંદર મહિલાઓને.

 

 


ટીવી સિરિયલ અનુપમામાં અનુજનું પાત્ર ભજવનાર અભિનેતા અનૂપ ખન્નાની પત્નીએ પણ સોશિયલ મીડિયા પર કરવા ચોથના અભિનંદન પાઠવ્યા છે. તેમણે પતિ અનૂપ સાથેની તસ્વીર શેર કરી છે. જેમાં બંને સેમ કલરના ટ્રેડિશનલ આઉટફિટ પહેરેલા જોવા મળે છે. ફોટો શેર કરતી વખતે આકાંક્ષાએ લખ્યું- કરવા ચોથની હાર્દિક શુભકામનાઓ.

 

 

આ પણ વાંચો :- karwa chauth Songs : આજના ખાસ પ્રસંગે તમારા જીવનસાથી સાથે સાંભળો આ રોમેન્ટિક ગીતો

આ પણ વાંચો :- સલમાન ખાનની ફિલ્મ Antimનું ધમાકેદાર મોશન પોસ્ટર આવ્યું સામે, આ દિવસે રિલીઝ થશે ટ્રેલર