બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. કાર્તિકે આજે ફેન્સમાં ધીરે ધીરે એક ખાસ ઓળખ બનાવી છે આ જ કારણ છે કે ફેન્સ પણ અભિનેતાની દરેક ફિલ્મની આતુરતાથી રાહ જુએ છે. આ યાદીમાં અભિનેતાની આગામી ફિલ્મ ભૂલ ભુલૈયા 2 નો સમાવેશ થાય છે.
આજકાલ કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ (Bhool Bhulaiyaa 2) ના શૂટિંગમાં વ્યસ્ત છે. ભૂલ ભુલૈયા 2 સતત હેડલાઇન્સમાં રહે છે. ફિલ્મનું શૂટિંગ પણ 2019 માં શરૂ થયું હતું.
2019 માં શૂટિંગ શરૂ થયા બાદ કોરોના વાયરસને કારણે તેને લાંબા સમય સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થવાનું છે. આ દિવસોમાં આ ફિલ્મનો ક્લાઇમેક્સ સીન શૂટ કરવામાં આવી રહ્યો છે. સમાચારો અનુસાર કાર્તિક આર્યન અને તબ્બુ (Tabbu) આમને સામને આ સીનમાં જોવા મળવાના છે.
કાર્તિકનો અવાજ બેસી ગયો
અહેવાલ અનુસાર, ભુલ ભુલૈયા 2 ના ક્લાઇમેક્સ સીનના શૂટિંગ દરમિયાન કાર્તિક આર્યનનો અવાજ તેના ગળામાંથી નીકળતો જ બંધ થઇ ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનો ક્લાઇમેક્સ સીન ડ્રામા અને એક્શનથી ભરપૂર છે. આવી સ્થિતિમાં, એક સીનમાં કાર્તિકને ખૂબ ચીસો પાડવી અને બૂમો પાડવી પડે છે.
ફિલ્મમાં કાર્તિક એક તાંત્રિકના રોલમાં જોવા મળશે. આવી સ્થિતિમાં કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે કાર્તિકને આ દ્રશ્યમાં ચીસો પાડવી પડી ત્યારે તેનો અવાજ અચાનક બેસી ગયો. આ પછી ફિલ્મની આખી ટીમ આ જોઈને ગભરાઈ ગઈ.
કહેવામાં આવી રહ્યું છે કે કાર્તિકની આ હાલત જોયા બાદ મેકર્સે તરત જ ડોક્ટરને બોલાવ્યા. અહેવાલ અનુસાર ડોક્ટરે કહ્યું છે કે અભિનેતાને આરામની જરૂર છે. સતત ચીસો પાડવાના કારણે તેની વોકલ કોર્ડને નુકસાન થઈ શકે છે.
કાર્તિક પાસેથી વધુ અપેક્ષા
તમને જણાવી દઈએ કે ભૂલ ભુલૈયા 2 માં કાર્તિક આર્યન અને તબ્બુ સિવાય કિયારા અડવાણી, રાજપાલ યાદવ અને સંજય મિશ્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. આ ફિલ્મના પહેલા ભાગમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, સાઈની આહુજા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં કાર્તિક પાસેથી દરેકને વધુ આશાઓ છે.
આ ફિલ્મ સિવાય કાર્તિક આર્યન એકતા કપૂરની ફિલ્મ ફ્રેડીમાં અલાયા ફર્નિચરવાલા સાથે જોવા મળશે. કાર્તિકની ફિલ્મ ‘ધમાકા’ પણ રિલીઝ માટે તૈયાર છે.
આ પણ વાંચો: રણબીર કપૂરના આ ગીત પાછળ પાગલ છે જાપાનીઓ! યુટ્યુબ પર કરી દીધો છે કોમેન્ટ્સનો ઢગલો
આ પણ વાંચો: ગણપતિ બપ્પા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યું બોલિવૂડ, બિગ બીથી લઈને અજયે આ રીતે પાઠવી શુભેચ્છાઓ