Freddy Teaser : ક્યારેક ડેન્ટિસ્ટ તો ક્યારેક કિલર, કાર્તિક આર્યન ‘ફ્રેડી’ના ટીઝરમાં અલગ અંદાજમાં જોવા મળ્યો

બોલિવૂડના મશહુર અભિનેતા કાર્તિક આર્યન ભૂલ ભૂલૈયા 2 બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. હવે તેની નવી ફિલ્મ 'ફ્રેડી' ( Freddy Teaser)OTT પર રિલીઝ થશે.

Freddy Teaser : ક્યારેક ડેન્ટિસ્ટ તો ક્યારેક કિલર, કાર્તિક આર્યન ફ્રેડીના ટીઝરમાં અલગ અંદાજમાં જોવા મળ્યો
ક્યારેક ડેન્ટિસ્ટ તો ક્યારેક કિલર, કાર્તિક આર્યન 'ફ્રેડી'ના ટીઝરમાં અલગ અંદાજમાં જોવા મળ્યો
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Nov 08, 2022 | 11:42 AM

બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યનની હોટસ્ટાર પર રિલીઝ થનારી નવી ફિલ્મ ફ્રેડીનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. આ વીડિયોમાં અમે કાર્તિક આર્યનને એક અલગ અંદાજમાં જોઈ શકીએ છીએ. આ ફિલ્મમાં કાર્તિકની સાથે અલાયા એફ જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે, અલાયા એફ એક્સ બિગ બોસ સ્પર્ધક પુજા બેદીની પુત્રી છે,  ફેડી ટીઝરમાં અલાયા જોવા મળતી નથી પરંતુ આ સિરીઝમાં કાર્તિકના 2 અલગ અલગ અંદાજ જોવા મળ્યા છે. ફ્રેડી એક થ્રિલર ફિલ્મ છે.

ફ્રેડીના ટીઝરમાં આપણે કાર્તિકને શાંત ડેન્ટિસ્ટના અવતારમાં જોઈ શકીએ છીએ પરંતુ આ ડેન્ટિસ્ટનો એક અનોખો ચેહરો પણ છેવીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે કાર્તિક પણ કિલર છે. સવારે ડેન્ટિસ્ટ તરીકે લોકોને સેવા આપતો આ તબીબ રાત્રે લોકોને મારી નાખે છે. આ પ્રોમો શેર કરતાં કાર્તિકે લખ્યું છે કે ફ્રેડીની દુનિયામાં આપનું સ્વાગત છે. 2જી ડિસેમ્બરથી એપોઇન્ટમેન્ટ લેવાનું શરૂ કરી રહ્યા છીએ.

અહીં ‘ફ્રેડી’નું ટીઝર જુઓ

 

 

શું છે ફ્રેડીની સ્ટોરી

ફ્રેડીનું આ ટીઝર 1 મિનિટ 13 સેકેન્ડનું છે. આ ટીઝરમાં શરુઆતમાં આપણે કાર્તિક આર્યનને ખુરશી પર બેસી પેન્ટ કરતો જોવા મળે છે. કાર્તિકના હાથમાં હવાઈ જહાજ છે આ સ્ટોરી છે એક શર્મીલો નર્વસ રહેનાર વ્યક્તિની જે સાચું બોલનાર માસુમ ડેન્ટિસ્ટ છ. એકબાજુ કાર્તિકને ડાન્સ કરતો જોવા મળે છે તે દર્દીના દાંતની સારવાર કરતા જોઈ શકાય છે અને અચાનક તે એક મૃતદેહનો ખેંચતો જોવા મળે છે. અચાનક કિલર કાર્તિક તેની ખુર્શી પર મૃતદેહને રાહ જોવડાવવા માટે સોરી કહે છે

કાર્તિક આર્યનની ફિલ્મ OTT પર રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે, બોલિવૂડના ફેમસ એક્ટર કાર્તિક આર્યન ભૂલ ભુલૈયા 2 બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ વર્ષ 2022ની પ્રથમ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. હવે કાર્તિક આર્યન ફરી એકવાર પોતાની આગામી ફિલ્મ સાથે સફળતાની દિશામાં આગળ વધી રહ્યો છે. પરંતુ આ ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.