Video: કરીના કપૂરે ખાસ અંદાજમાં પુત્ર તૈમૂરને આપી જન્મદિવસની શુભેચ્છા, વીડિયો થયો વાયરલ

|

Dec 20, 2021 | 3:45 PM

કરીના કપૂર ખાનનો પુત્ર તૈમુર અલી ખાન આજે પાંચ વર્ષનો થઈ ગયો છે. કરીનાએ તૈમૂરના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.

Video: કરીના કપૂરે ખાસ અંદાજમાં પુત્ર તૈમૂરને આપી જન્મદિવસની શુભેચ્છા, વીડિયો થયો વાયરલ
Taimur Ali Khan Birthday

Follow us on

Viral Video : બોલિવૂડ કપલ સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂરનો (Kareena Kapoor) પુત્ર તૈમૂર અલી ખાન (Taimur Ali khan) આજે 5 વર્ષનો થઈ ગયો છે. તમને જણાવવુ રહ્યુ કે, કરીના હાલ કોરોના સંક્રમિત છે અને તે તેના પુત્રોને ખૂબ જ મિસ કરી રહી છે. આજે તૈમૂરના જન્મદિવસ પર તેણે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.

કરીનાએ તૈમુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં બાળપણમાં તૈમુર ચાલતા શીખી રહ્યો છે. આ વીડિયોમાં તૈમૂર ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. તૈમુરનો આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

કરીનાએ પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

તૈમુરનો વીડિયો શેર કરતાં કરીનાએ લખ્યું, તારું પહેલું પગલું અને પહેલુ પડવુ….. મેં તેને ખૂબ ગર્વ સાથે રેકોર્ડ કર્યું છે. આ તારું પહેલું કે છેલ્લું પગલું નથી, મારા દીકરા. પણ હું હંમેશા એક વાત જાણું છું, તું હંમેશા તારી જાતને આગળ લઈ જઈશ અને ગર્વથી માથું ઉંચુ રાખીને ચાલીશ કારણ કે તુ મારો ટાઈગર છે. હેપ્પી બર્થડે હાર્ટબીટ. મારી ટિમ ટિમ…. મારા પુત્ર તારા જેવું કોઈ નથી.

જુઓ વીડિયો

ચાહકોએ આપી શુભેચ્છા

વીડિયોમાં તૈમૂર એક-બે ડગલું ચાલે છે અને પછી પડી જાય છે. કરીનાની પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સ અને સેલેબ્સ તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અમૃતા અરોરાએ (Amruta Arora) હાર્ટ ઇમોજી પોસ્ટ કરવાની સાથે સાથે ટિમ ટિમ લખીને તૈમુરને શુભેચ્છા આપી. ડિઝાઇનર મસાબા ગુપ્તાએ લખ્યું  હેપ્પી બર્થ ડે તૈમૂર. કરીનાની આ પોસ્ટને થોડા જ સમયમાં 2 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

તમને જણાવી દઈએ કે, કરીના કપૂર હાલ કોરોના સંક્રમિત છે અને આઈસોલેશનમાં છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કરીનાએ કહ્યું હતું કે, તે તમામ સાવચેતી રાખી રહી છે. એક્ટ્રેસે શેર કરેલો આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો : બચ્ચન પરિવારની વધી મુશ્કેલી ! પનામા પેપર્સ મામલે બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ED સમક્ષ થશે હાજ

Published On - 3:09 pm, Mon, 20 December 21

Next Article