Big News: કરણની આગામી ફિલ્મમાં રણવીર અને આલિયા સહીત જોવા મળશે આ દિગ્ગજ કલાકારો, જાણો વધુ વિગત

કરણ જોહર વર્ષો બાદ ડાયરેક્ટરની ખુરશી પર બેસેલા જોવા મળશે. જી હા કરણ આગામી ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા તેમજ કેટલાક દિગ્ગજ કલાકારોને લઈને ફરી નિર્દેશન કરવા જઈ રહ્યા છે.

Big News: કરણની આગામી ફિલ્મમાં રણવીર અને આલિયા સહીત જોવા મળશે આ દિગ્ગજ કલાકારો, જાણો વધુ વિગત
કરણની આગામી ફિલ્મમાં રણવીર અને આલિયા
| Edited By: | Updated on: Jul 06, 2021 | 9:00 AM

આજે રણવીર સિંહનો જન્મદિવસ છે. આવામાં આવી રહેલા અહેવાલો રણવીર માટે આજનો દિવસ શુભ હોય તેવું લાગી રહ્યું છે. જી હા રણવીર કરણ જોહર સાથે કામ કરવા જઈ રહ્યા છે. એટલું જ નહીં આ પ્રોજેક્ટમાં આલિયા ભટ્ટ પણ જોવા મળશે. કરણે તાજેતરમાં જ એ જાહેરાત કરી છે કે તેઓ વર્ષો બાદ નિર્દેશન તરફ પાછા ફરશે. એ દિલ હૈ મુશ્કિલ બાદ કરણ હવે ફિલ્મ ડાયરેક્ટ કરવા જી રહ્યા છે. જેની જાણકારી મંગળવારે 11 વાગે તેઓ આપશે. જોકે આ પહેલાથી જ સુત્રોના માધ્યમથી અહેવાલો આવવાના શરુ થઇ ગયા છે.

કરણે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

કરણે આ વિષયે પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘આ એક નવા સફરની શરૂઆત અને ઘરવાપાસી, બંને એક સાથે છે. હવે સમય થઇ ગયો છે કે હું મારી પ્રિય જગ્યા પર જાઉં અને એક લવ સ્ટોરી બનાવું. એક ખુબ સ્પેશિયલ લવ સ્ટોરી. જેના મૂળ પ્રેમ અને પરિવારથી જોડાયેલા હોય.

રણવીર આલિયાની હશે જોડી

તમને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર રણવીર સિંહ અને આલિયા આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આજે એટલે કે 6 જુલાઈએ રણવીરનો જન્મદિન છે ત્યારે ઘોષણા કરીને રણવીર તેના ફેન્સને એક મોટી ભેટ આપી શકે એમ છે. આલિયા અને રણવીર અગાઉ ગલી બોયમાં પણ જોવા મળ્યા હતા. આ જોડીને લોકોએ ખુબ પસંદ કરી હતી.

કોણ કોણ હશે આ ફિલ્મમાં

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર આ ફિલ્મનું નામ રોકી ઔર રાની કી પ્રેમ કહાની (Rocky Aur Rani Ki Prem Kahani) હશે. ચોંકાવનારા અહેવાલ એ છે કે ફિલ્મમાં આલિયાના માતા પિતાનો રોલ શબાના આઝમી અને ધર્મેન્દ્ર કરવાના છે. જી હા અહેવાલોનું એ પણ કહેવું છે કે જયા બચ્ચન ફિલ્મમાં રણવીરની માતાનું પાત્ર ભજવશે. ટ્વિસ્ટ એ છે કે ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા અને શબાનાનો લવ ટ્રાયએન્ગલ જોવા મળશે. જોવું રહ્યું કે કરણ હવે આ વિશે આગળ શું ઘોષણા કરે છે.

 

આ પણ વાંચો: Ranveer Singh Birthday: જાણો કઈ છે રણવીર સિંહની ટોપ 10 ફિલ્મો? છેલ્લી ફિલ્મના રેટિંગ પર વિશ્વાસ નહીં થાય

આ પણ વાંચો: ભારતીય સૈન્યએ બોલીવુડની ‘શેરની’ વિદ્યાના નામે રાખ્યું ફાયરિંગ રેજિમેન્ટનું નામ, જાણો વિગત