Karan Johar એ શનાયા કપૂરને લૉન્ચ કરી, આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરશે

|

Mar 03, 2022 | 12:15 PM

કરણ જોહર હવે વધુ એક સ્ટાર કિડ લઈને આવી રહ્યો છે. આ સ્ટાર કિડ છે શનાયા કપૂર. શનાયા સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી છે અને અર્જુન કપૂર જ્હાન્વી કપૂરની બહેન છે.

Karan Johar એ શનાયા કપૂરને લૉન્ચ કરી, આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરશે
Shanaya Kapoor
Image Credit source: instagram photo

Follow us on

Karan Johar : કરણ જોહરે અત્યાર સુધીમાં ઘણા સ્ટાર કિડ્સ લોન્ચ કર્યા છે અને હવે તે ફિલ્મમેકર શનાયા કપૂર(Shanaya Kapoor) ને પણ લોન્ચ કરી રહ્યો છે. શનાયા સાથે કરણ Bedhadak ફિલ્મ લાવી રહ્યો છે. તો શનાયા આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાંથી બહાર આવેલા શનાયાના લૂકમાં તે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. ફિલ્મમાં શનાયાનું નામ (Nimrit) હશે. આ પોસ્ટરને શેર કરતા કરણે લખ્યું, Bedhadak ફિલ્મમાં પ્રોડ્યુસ કરેલી સુંદર શનાયા કપૂર” સ્ક્રીન પર તેની એનર્જી જોવા માટે હું ઉત્સાહિત છું.

આ સાથે કરણે ફિલ્મના બાકીના 2 કલાકારોનું પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં લક્ષ્ય અને ગુરફતેહ જોવા મળે છે. લક્ષ્ય ફિલ્મમાં કરણનું પાત્ર ભજવી રહ્યો છે અને ગુરફતેહ અંગદ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 

તેનું પોસ્ટર શેર કરતા શનાયાએ પોતે લખ્યું છે કે, હું ખૂબ જ આનંદ સાથે શેર કરી રહી છું કે હું ફિલ્મ Bedhadak સાથે ધર્મા પરિવાર સાથે જોડાઈ છું. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાન કરી રહ્યા છે. હું આ પ્રવાસ શરૂ કરીને ખૂબ જ ખુશ છું. તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.

 

શનાયા સંજય કપૂરની દીકરી છે

જણાવી દઈએ કે શનાયા સંજય કપૂરની દીકરી છે. શનાયા લાંબા સમયથી બોલિવૂડમાં કામ કરવા માંગતી હતી અને આ માટે તેણે સખત મહેનત અને તાલીમ પણ લીધી છે. અગાઉ, શનાયાએ બહેન જ્હાન્વી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનામાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. અત્યાર સુધી કેમેરાની પાછળ કામ કરી ચૂકેલી શનાયા હવે કેમેરાની સામે આવશે અને મોટા પડદા પર જોવા મળશે.

 

દરેક વ્યક્તિ પ્રશંસા કરે છે

શનાયાના બોલિવૂડ ડેબ્યૂ પર, ઘણા સેલેબ્સ તેના વખાણ કરી રહ્યા છે અને તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. શ્રીદેવીની પુત્રી ખુશી કપૂરથી લઈને અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા સુધી, દરેક તેના માટે ખૂબ જ ખુશ છે.

અનન્યા પાંડે મિત્ર છે

તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે અને સુહાના ખાન શનાયાની બેસ્ટ ફ્રેન્ડ્સ છે. અનન્યા પહેલેથી જ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાઈ રહી છે અને હવે તેના મિત્રો પણ આ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા આવ્યા છે. હવે જોઈએ કે દર્શકો શનાયાને પસંદ કરે છે કે નહીં

આ પણ વાંચો : Russia-Ukraine War: શું રશિયાએ યુક્રેનમાં તખ્તાપલટની તૈયારી શરૂ કરી છે, પુતિન આ નેતાને બનાવી શકે છે રાષ્ટ્રપતિ

Next Article