શું ફરીથી ખુલશે થિયેટર ? કરણ જોહરે દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ થિયેટર ખોલવા કરી અપીલ

|

Dec 31, 2021 | 12:25 PM

ફિલ્મ નિર્માતા કરણ જોહરે સોશિયલ મીડિયા પર દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ ફિલ્મ થિયેટર ખોલવાની અપીલ કરી છે.

શું ફરીથી ખુલશે થિયેટર ?  કરણ જોહરે દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ થિયેટર ખોલવા કરી અપીલ
karan johar requested to the delhi government

Follow us on

Delhi : કોરોનાની બીજી લહેર બાદ દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસ (Corona Case) વધવા લાગ્યા છે. જેને કારણે કોરોના નિયમો પણ કડક કરવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ નાઇટ કર્ફ્યુ (Night curfew) પણ લાદવામાં આવ્યો છે. તેની અસર સિનેમાઘરો પર પણ પડી છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સિનેમાઘરો બંધ કરવાની જાહેરાત કરી છે. જે બાદ ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(Film Industry)  હલચલ મચી ગઈ છે.

ફિલ્મ નિર્માતા કરણ જોહરે સોશિયલ મીડિયા પર દિલ્હી સરકારને (Delhi Government) કોરોના પ્રોટોકોલ હેઠળ ફિલ્મ થિયેટર ખોલવાની અપીલ કરી છે. કરણ જોહરે ટ્વિટ કરીને દિલ્હી સરકારને સિનેમા હોલ ખોલવાની અપીલ કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, અમે દિલ્હી સરકારને અપીલ કરીએ છીએ કે સિનેમા હોલ ખોલવામાં આવે. સિનેમા હોલની બહાર કોરોના પ્રોટોકોલ જાળવવા માટે વધુ સારી વ્યવસ્થા છે. તેણે આ ટ્વીટમાં દિલ્હી સરકાર અને દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (CM Kejriwal) ટેગ કર્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શાહિદ કપૂરની આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદીને સિનેમાઘરોમાં 50% દર્શક ક્ષમતાનો નિયમ લાગુ કર્યો છે. બીજી તરફ દિલ્હી સરકારે સિનેમાઘરોને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ અઠવાડિયે રિલીઝ થનારી ફિલ્મ જર્સીની (Jersey Movie) રિલીઝ ડેટ પણ મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી એક એવી જગ્યા છે જ્યાંથી બોલિવૂડની ફિલ્મો તગડી કમાણી કરે છે. ફિલ્મ રિલીઝ થયા બાદ મેકર્સને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.જેથી હાલ ફિલ્મોની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી રહી છે.

વરુણ અને કૃતિએ પણ થિયેટર એસોસિએશનને ટેકો આપ્યો

તમને જણાવી દઈએ કે, દિલ્હી સરકારના આ નિર્ણય બાદ થિયેટર એસોસિએશનના(Theatre Association)  લોકો મનીષ સિસોદિયા સાથે મુલાકાત કરી રહ્યા છે. ઉપરાંત  બોલિવૂડના ઘણા કલાકારો આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. એક દિવસ પહેલા વરુણ ધવન અને કૃતિ સેનને મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાની દિલ્હી સરકારને આ નવા નિયમ પર પુનર્વિચાર કરવા અને તેને કોરોના પ્રોટોકોલ હેઠળ મંજૂરી આપવાની અપીલને સમર્થન આપ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે સંતુલન સાધે છે કે કેમ..?

આ પણ વાંચો : પ્રેગ્નેન્ટ ભારતી સિંહે જણાવ્યું કયારે ગુંજી ઉઠશે કિલકારી ? તો એક સવાલના જવાબમાં કહ્યું કે, આખરે બધાને મામા બનાવી દીધા

Next Article