નેટફ્લિક્સે ફેન્સને આપી મોટી સરપ્રાઈઝ! કપિલ શર્મા સાથે દેખાશે સુનીલ ગ્રોવર

કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર છેલ્લા ઘણા સમયથી કોમિડીના માધ્યમથી દુનિયામાં હજારો પરિવારને હસાવી રહ્યા છે. કેટલાક અંગત કારણોસર છેલ્લા ઘણા સમયથી બંને કોમેડિયન એક સાથે જોવા મળ્યા ન હતા પણ આજે એક વીડિયો સોશિયલ મીડિયા પર એવો વાયરલ થયો છે કે જેણે ફેન્સને ખુશ કરી દીધા છે.

નેટફ્લિક્સે ફેન્સને આપી મોટી સરપ્રાઈઝ! કપિલ શર્મા સાથે દેખાશે સુનીલ ગ્રોવર
kapil sharma and sunil grover coming together
| Edited By: | Updated on: Dec 02, 2023 | 7:29 PM

વર્ષ 2023ના અંતિમ મહિનામાં કોમેડિયન કપિલ શર્મા ફેન્સ માટે સરપ્રાઈઝ લઈને આવ્યા છે. વર્ષ 2017 બાદ કપિલ-સુનિલની જોડી એક સ્ટેજ પર જોવા મળી ના હતી. આ જોડી હવે ફરી લોકોને હસાવવા માટે એક સાથે આવી રહી છે. કપિલ શર્મા શોમાં સુનિલ ગ્રોવર ડોક્ટર ગુલાટીના રોલમાં પ્રખ્યાત થયો હતો. કેટલાક વિવાદો બાદ તેણે આ શોને અલવિદા કહ્યું હતુ.

નેટફ્લિક્સના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર એક સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તેમની જૂની જુગલબંધી ફરી એકવાર જોવા મળી હતી.

સુપરહિટ કોમેડીયન્સ ફરી એક સાથે !

 

વાયરલ વીડિયોમાં આ બંને દિગ્ગજ કોમેડિયન સિવાય તેમની હિટ ટીમના સભ્યો અર્ચના પૂરન સિંહ, કીકૂ શારદા, કૃષ્ણ અભિષેક, રાજીવ ઠાકુર અને અનુકલ્પ ગોસ્વામી પણ જોવા મળ્યા હતા. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે , ‘ તમે જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે, અમે ફક્ત નેટફ્લિક્સ પર જ સાથે આવી રહ્યા છીએ.

કેમ અલગ થઈ હતી આ હિટ જોડી ?

વર્ષ 2017માં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે ઓસ્ટ્રેલિયાથી મુંબઈ પરત ફરતા સમયે બોલાચાલી થઈ હતી. લડાઈ એટલી વધી ગઈ કે સુનિલ ગ્રોવરે કપિલ શર્મા પર ટ્વીટ કરી દીધી હતી. આ ટ્વિટમાં તેણે ઘણી વાર લખી હતી. આ ટ્વિટ બાદ તેણે કપિલ શર્મા શોમાંથી વિદાય લીધી હતી. આ વીડિયો જોઈને લાગી રહ્યું છે કે બંનેના સંબંધો ફરી સારા થયા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો