Dhaakadમાં કંગના રનૌત ભજવશે સ્પેશિયલ એજન્ટની ભૂમિકા, અભિનેત્રીએ ચાહકો માટે શેર કર્યો પોતાનો લુક

કંગના રનૌત છેલ્લા 15 દિવસથી બૂડપેસ્ટમાં છે, જ્યાં તે સતત તેમની આગામી ફિલ્મ ધાકડનું શૂટિંગ કરી રહી છે. અભિનેત્રીએ આજે ​​તેમના ચાહકો માટે તેમની ફિલ્મનો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તમે પણ જુઓ.

Dhaakadમાં કંગના રનૌત ભજવશે સ્પેશિયલ એજન્ટની ભૂમિકા, અભિનેત્રીએ ચાહકો માટે શેર કર્યો પોતાનો લુક
Kangana Ranaut
| Edited By: | Updated on: Jul 11, 2021 | 10:43 PM

બોલિવૂડની બેબાક અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ફરી એકવાર શૂટિંગમાં પરત ફરી છે. હા, અભિનેત્રીએ બુડાપેસ્ટ પહોંચ્યા પછી તેમની આગામી ફિલ્મ ‘ધાકડ’ (Dhaakad)નું શૂટિંગ ફરી શરુ કર્યું છે. જ્યાં આજે અભિનેત્રીએ શૂટિંગના લોકેશનથી પોતાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે શેર કરી છે. આ તસ્વીર શેર કરતી વખતે અભિનેત્રીએ કહ્યું છે કે તેમને આ ફિલ્મની અંદર સૌથી નિપુણ એજન્ટ બનાવવાની તૈયારી ચાલી રહી છે.

 

અમે તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં કંગના રનૌત એક એજન્ટની ભૂમિકામાં જોવા મળશે, આ એજન્ટનું નામ અગ્નિ હશે. જ્યાં આ ફિલ્મના પહેલા શિડ્યુલનું શૂટિંગ મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું છે. જે બાદ આ ફિલ્મનું શૂટિંગ બુડાપેસ્ટમાં ચાલી રહ્યું છે.

 

ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં કંગના રનૌતની સાથે આપણને અર્જુન રામપાલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જે આ ફિલ્મના શૂટિંગ માટે આ સમયે તેમના આખા પરિવાર સાથે બુડાપેસ્ટ પહોંચી ગયા છે અને તેમણે ત્યાં કંગના સાથે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

 

તમને જણાવી દઈએ કે કંગનાએ બોલિવૂડના ઘણા લોકો સાથે પંગા લઈ લીધા છે. જેના કારણે અભિનેત્રી હવે તેમની પર્સનલ ફિલ્મોમાં કામ કરી રહી છે. જ્યા ધાકડ પછી કંગના પાસે જયલલિતાની બાયોપિક થલાઈવી પણ છે, આ સિવાય તે આપણને મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લિજેન્ડ ઓફ દિદ્દામાં પણ જોવા મળશે. તે જ સમયે, અભિનેત્રી પાસે ફિલ્મ તેજસ પણ લાઈનમાં પડી છે.

 

જ્યાં હવે સમાચાર મળી રહ્યા છે કે અભિનેત્રી ખૂબ જલ્દી જ દિગ્દર્શક બનવાની છે, તે જલ્દીથી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલી એક વાર્તા પર ફિલ્મ બનાવવા જઈ રહી છે. અભિનેત્રીએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આ ફિલ્મ ઈન્દિરા ગાંધીની બાયોપિક નહીં હોય. કંગના પાસે આ વખતે ફિલ્મોનો આખો સ્ટોક પડ્યો છે. જેની મદદથી તે તેમના ચાહકોનું ઘણું મનોરંજન કરી શકે છે.

 

આ પણ વાંચો :- Bhediya Release Date : આ દિવસે થશે ક્રિતી સેનન અને વરુણ ધવનની ફિલ્મ રિલીઝ, હવે ‘ભેડિયા’ બતાવશે તેનો આતંક

 

આ પણ વાંચો :- So Expensive : Suhana Khan એ કૈરી કર્યું ખૂબ કિંમતી બેગ, વિશ્વાસ નહી કરી શકશો તમે